અમદાવાદ: ગુરુવારે મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે શેરબજારના શરૂઆતના વેપારમાં સેન્સેક્સ 115 પોઈન્ટ તૂટ્યો હતો. BSEનો 30 શેરવાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 113.77 પોઈન્ટ અથવા 0.19 ટકા ઘટીને 60,550.02 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો હતો. તે જ સમયે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 63.70 પોઈન્ટ અથવા 0.36 ટકાના ઘટાડા સાથે 17,808 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો હતો.
આ પણ વાંચો: Repo Rate Hiked: RBI એ રેપો રેટમાં કર્યો 25 બેસિસ પોઈન્ટનો વધારો, ઘર-કાર લોન થશે મોંઘી
મારુતિના શેરમાં 1.31 ટકાનો ઘટાડો: સેન્સેક્સ કંપનીઓમાં મારુતિના શેરમાં સૌથી વધુ 1.31 ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ પછી ટાટા મોટર્સ, બજાજ ફિનસર્વ, એસબીઆઈ, ભારતી એરટેલ, કોટક બેન્ક, એક્સિસ બેન્ક અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેર પણ ખોટમાં હતા. બીજી બાજુ, L&T, બજાર ફાઇનાન્સ, ઇન્ફોસિસ, પાવરગ્રીડ અને TCSમાં મોટો ઉછાળો રહ્યો હતો. દરમિયાન, અદાણી પાવરનો શેર શરૂઆતના વેપારમાં BSE પર 5 ટકા ઘટીને રૂપિયા 172.90 પ્રતિ સ્ક્રિપ થયો હતો. અગાઉ બુધવારે, ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરના અહેવાલમાં, કંપનીનો ચોખ્ખો સંકલિત નફો 96 ટકા ઘટીને રૂપિયા 8.77 કરોડ નોંધાયો હતો.
રૂપિયો 12 પૈસા નબળો પડ્યો: સ્થાનિક શેરબજારોમાંથી વિદેશી મૂડીની સતત ઉપાડને કારણે ગુરુવારે શરૂઆતના વેપારમાં રૂપિયો 12 પૈસા ઘટીને 82.66 પ્રતિ ડોલર થયો હતો. ફોરેક્સ ડીલરોએ જણાવ્યું હતું કે વૈશ્વિક બજારોમાં ક્રૂડ ઓઈલના વધતા ભાવ અને વિદેશી ભંડોળના પ્રવાહે રોકાણકારોના સેન્ટિમેન્ટને અસર કરી છે. ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં, રૂપિયો 82.66 પ્રતિ ડોલર પર ટ્રેડ કરી રહ્યો હતો. જે પાછલા ટ્રેડિંગ દિવસના બંધથી 12 પૈસા ઘટીને 82.59 પ્રતિ ડોલરના સ્તરે ખુલ્યો હતો. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા પોલિસી રેટ રેપોમાં 0.25 ટકાનો વધારો કર્યા બાદ રૂપિયો 16 પૈસા વધીને 82.54 પ્રતિ ડોલર પર બંધ થયો હતો.
આ પણ વાંચો: Life Insurance: જીવન વીમા પોલિસી લેતા પહેલા કઈ બાબતોનું ધ્યાન રાખશો
ભારતીય શેરમાર્કેટમાં છેલ્લા કેટલાક સમયથી બે તરફી વધઘટના કારણે સામાન્ય રોકાણકારો સલામત રોકાણ તરફ જઈ રહ્યા છે. આરબીઆઈના ડેટા અનુસાર 2022માં પરિવારની બચતનું મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ એફડીની સરખામણીમાં 160% થયું છે. કેટલાક મહિનાઓથી વ્યાજદરમાં સતત વધારાના કારણે સામાન્ય રોકાણકારો ફરીથી ફિક્સ ડિપોઝીટ્સ તરફ વળ્યા છે.