- યમુના એક્સપ્રેસ વે પર સર્જાયો અકસ્માત
- 2 લોકોના મોત, અનેક ઘાયલ
- ઘટના બાદ એક્સપ્રેસ વે પર ટ્રાફિક સર્જાયો
લખનઉ: યમુના એક્સપ્રેસ વે પર સોમવારે સવારે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. મથુરા બોર્ડરના સાદાબાદ વિસ્તારમાં યમુના એક્સપ્રેસ વે પર અડધો ડઝન વાહનો ધુમસના કારણ એક બીજા સાથે ટકરાયા હતા. આ ભયંકર અકસ્માતમાં 2 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે અનેક લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને આગ્રાની એસ.એન.મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં સારવાર દરમિયાન ગંભીર રીતે ઘાયલ વ્યક્તિનું મોત નીપજ્યું હતું. આ અકસ્માત બાદ હાથરસના ડીએમ અને એસપી ઘટના સ્થળે પહોંચ્યાં હતા. આ અકસ્માતમાં કુલ ત્રણ લોકોના મોત નીપજ્યા છે.
![ભીષણ અકસ્માત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/up-mat-03-yamuna-expressway-fog-due-tofog-between-twolarge-vehiclestwo-injured-andmany-injured-1byte-visual-10057_09112020113245_0911f_1604901765_497.jpg)
યમુના એક્સપ્રેસ વે પર ધુંધના કારણે અકસ્માત
યમુના એક્સપ્રેસ વે પર સોમવારે સવારે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. મથુરા બોર્ડરના સાદાબાદ વિસ્તારમાં યમુના એક્સપ્રેસ વે પર અડધો ડઝન વાહનો ધુમસના કારણ એક બીજા વાહન સાથે ટકરાયા હતા. આ ભયંકર અકસ્માતમાં બે લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. સ્થાનિકોએ ઈજાગ્રસ્તોની મદદ કરી હતી અને પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને આગ્રાની એસ.એન.મેડિકલ કોલેજમાં ખસેડયા હતા.
ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા
સોમવારે સવારે એક્સપ્રેસ વે પર અડધો ડઝનથી વધુ વાહનો ક્રેશ થયા છે. પોલીસ દરેકના પરિવારને જાણ કરી રહી છે. અકસ્માત અંગેની માહિતી મળ્યા બાદ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને યોગ્ય સારવાર આપવા હોસ્પિટલને સૂચના આપી હતી.