પૂણે કોરોના વાયરસ બાદ એના જુદા જુદા વેરિયન્ટમાં એમિક્રોન (Omicron Virus) થોડો વધારે ઘાતક મનાય રહ્યો છે. જેને ધ્યાને લઈને પૂણેમાં આવેલી સીરમ ઈન્સ્ટિટ્યુટે (Serum Institute Special Vaccine) આની સામે સુરક્ષા આપતી વેક્સિન બનાવવાનું ચાલું કરી દીધું છે. ઓમિક્રોન રોગના (Omicron Symptoms) ઘણા લક્ષણો ત્રીજી વેવમાં જોવા મળ્યા છે. જેના લક્ષણોમાં તાવ, ઉધરસ, ગળામાં દુખાવો, વહેતું નાક, ભૂખ ન લાગવી, સ્નાયુઓની નબળાઈ, કફ અને થાકનો સમાવેશ થાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO Alert About Omicron) અનુસાર, કોરોના સંકટ હજુ સમાપ્ત થયું નથી. વિશ્વના 50 દેશોમાં ફરી એકવાર કોરોના માથું ઊંચકી રહ્યો છે. ભારતમાં પણ કોરોના દર્દીઓમાં થોડો વધારો થયો છે.
આ પણ વાંચો ભારતની પ્રથમ નેજલ વેક્સિનનું ટ્રાયલ પૂર્ણ, જોવા મળી પોઝિટિવ અસર
દર્દીઓ વધ્યા Omicron ના BA વેરિઅન્ટ ધરાવતા દર્દીઓની સંખ્યા હાલમાં વિશ્વભરમાં વધી રહી છે. મોડર્ના વેક્સિનને યુ.એસ.માં ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે. આ રસી ઓમિક્રોન તેમજ કોરોના મૂળના વાયરસ સામે અસરકારક છે. પુનાવાલાએ કહ્યું કે ભારતમાં વિકસાવવામાં આવી રહેલી રસી જો બુસ્ટર વેક્સિન તરીકે લેવામાં આવે તો તે અસરકારક રહેશે. ભારતની સ્થિતિને ધ્યાનમાં રાખીને ઓમિક્રોન વેરિઅન્ટ સામે ખાસ રસી તૈયાર કરવાની જરૂર છે. આ પ્રકાર ગંભીર પ્રકૃતિનો વાયરસ છે અને તેનાથી ઘણું નુકસાન થવાની સંભાવના છે.
આ પણ વાંચો આખરે સમીર વાનખેડેની ફરિયાદ પર નવાબ મલિક વિરુદ્ધ કેસ નોંધાયો
RT-PCR પરીક્ષણ ઓમિક્રોનનું ઈન્ફેક્શન જાણવા માટેની એક સચોટ પદ્ધતિ RT-PCR પરીક્ષણ છે. તેથી જ્યારે પણ કોઈ લક્ષણોનો અનુભવ થાય ત્યારે શક્ય તેટલી વહેલી તકે ટેસ્ટ કરાવવો જોઈએ. જે લોકોને શરદીના લક્ષણો હોય તેમને કોરોના માટે ટેસ્ટ કરાવવાની સલાહ આપવામાં આવે છે. જેથી ચેપ ફેલાતો અટકાવી શકાય. એ પણ સલાહ આપવામાં આવી છે કે જ્યાં સુધી ટેસ્ટ રિપોર્ટ ન આવે ત્યાં સુધી જાતને આઈસોલેશનમાં રાખવી જોઈએ. આમ કરવાથી પરિવારના અન્ય સભ્યોને ચેપ લાગવાથી બચાવી શકો છો. તેમણે એ પણ માહિતી આપી કે આ રસી આ વર્ષના અંત સુધીમાં ભારતીય બજારમાં પ્રાપ્ય થઈ જશે. આ રસી Omicron ના BA 5 વેરિઅન્ટ સામે સુરક્ષા આપવામાં વધારે અસરકારક સાબિત થશે.