- દેશમાં ફરી એકવાર કોરોના વાઇરસના કેસમાં વધારો થયો
- ગોવાના બન્ને જિલ્લામાં કલમ 144 લાગુ
- કોરોના નિયંત્રણ માટે કલમ 144 લાગુ
પણજી: દેશમાં ફરી એકવાર કોરોના વાઇરસના કેસમાં વધારો થયો છે. આ દરમિયાન ગોવા વહીવટીતંત્રે શનિવારે તેના બન્ને જિલ્લાઓમાં કોવિડ-19ના ફેલાવા પર નિયંત્રણ મેળવવા માટે હોળી, શબ-એ-બારાત, ઇસ્ટર અને ઈદ-ઉલ ફિતર પહેલા ટોળાને કાબૂમાં રાખવા માટે કલમ 144 લગાવી હતી.
આ પણ વાંચોઃ ગોવામાં ગામડાઓએ 7 દિવસ માટે સ્વંંભુ લોકડાઉન જાહેર કર્યુ
દેશના ઘણા ભાગોમાં કોવિડ -19ના કેસો ઝડપથી વધ્યા
ઉત્તર અને દક્ષિણ ગોવાના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ્સે સીઆરપીસીની કલમ 144 હેઠળ એકઠા થવા પર પ્રતિબંધ મૂકવાનો હુકમ જારી કર્યો હતો. આદેશમાં જણાવવામાં આવ્યું છે કે, દેશના ઘણા ભાગોમાં કોવિડ-19ના કેસો ઝડપથી વધી ગયા છે અને હોળી, શબ-એ-બારાત, ઇસ્ટર અને ઈદ-ઉલ-ફિત્ર પરના ટોળા અને અન્ય કાર્યક્રમોથી પરિસ્થિતિ વધુ વણસી શકે છે.
લોકોમાં એકબીજાથી અંતર રાખવું જરૂરી છે
કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયની માનક ઓપરેટિંગ પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને રાજ્યના આરોગ્ય વિભાગે આ તહેવારોના સંદર્ભમાં સ્થાનિક સ્તરે પ્રતિબંધ લાદ્યો છે. આદેશમાં જણાવવામાં આવ્યું છે કે, રોગ ફેલાતો ન રહે તે માટે લોકોમાં એકબીજાથી અંતર રાખવું જરૂરી છે. જેથી કલમ 144 લગાવવામાં આવી છે.