નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે બુધવારે એક વ્યક્તિની આજીવન સજાને યથાવત રાખી. આરોપીને તેની પત્નીની હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે સ્પષ્ટ છે કે નીચલી અદાલત દ્વારા દોષિત ઠરાવેલ વ્યક્તિએ પીડિતાને કેરોસીનમાં પલળેલી જોઈને સ્પષ્ટપણે પરિસ્થિતિનો લાભ ઉઠાવ્યો હતો. તેણે માચીસની દીવાસળી સળગાવી અને તેની તરફ ફેંકી જેથી તેને બાળી શકાય.
સુપ્રીમકોર્ટનું વલણ: ન્યાયમૂર્તિ અભય એસ ઓકા અને પંકજ મિથલની બેન્ચે અવલોકન કર્યું હતું કે, એફઆઈઆર અને મૃત્યું પૂર્વેના નિવેદનમાં સ્પષ્ટપણે પીડિતાનું નિવેદન છે કે, તેણે અપીલકર્તા સાથે લડાઈ અને તેના હુમલાથી બચવા માટે પોતાની ઉપર કેરોસીન રેડી લીધી હતું. જ્યારે તેના પતિએ માચીસની દિવાસળી સળગાવી અને તેને મારી નાખવાના ઈરાદાથી તેના પર સળગતી માચીસની દિવાસળી ફેંકી હતી. આ દરમિયાન અરજદારે કહ્યું હતું કે તુ મરી જા.
અપીલકર્તાની દલીલ ફગાવી: ખંડપીઠે કહ્યું કે પુરાવા સમગ્ર કેસને સ્પષ્ટ કરે છે. એમાં કોઈ શંકા નથી કે, અપીલ કરનાર અપરાધી હત્યાના ગુના માટે દોષિત છે, અને IPCની કલમ 300ની અપવાદ 4 ના લાભ માટે હકદાર નથી. બેન્ચે કહ્યું કે, અપીલકર્તા પક્ષે દલીલ કરી છે કે તે હત્યા માટે દોષિત નથી કારણ કે તેની કોઈ પૂર્વઆયોજિત યોજના નહોતી. અરજદારનું વલણ અચાનક શરૂ થયેલી લડાઈમાંથી ઉભું થયું હતું. બેન્ચે કહ્યું કે, આરોપી અને તેની પત્ની વચ્ચે ઝઘડાનો લાંબો ઈતિહાસ રહ્યો છે , અને તેઓ વાસ્તવિક ઘટનાથી પણ પહેલાં ઝઘડી રહ્યાં હતા. ઝઘડા દરમિયાન એક પાડોશી તેમના ઘરે આવ્યો હતો, જો કે, તે પછી આવવાનું કહીને ચાલ્યો ગયો હતો.
ખંડપીઠનું અવલોકન: ત્યાર બાદ કેરોસીન છાંટીને સળગવાની ઘટના બની હતી. તેથી, બંને કૃત્યો વચ્ચે પૂરતો સમય હતો અને એવું ન કહી શકાય કે અચાનક ઝઘડો થયો હતો અને ઉશ્કેરણીથી આગ સળગી ગઈ. ખંડપીઠે કહ્યું કે અપીલકર્તાએ પત્નીને કેરોસીનથી પલળેલી જોઈ હતી અને ત્યારબાદ તેને એ વાતની ખાતરી હતી કે, જો તેને સળગાવી દેવામાં આવશે, ત્યારે પણ તે બળીને મરી જશે. આ તેને મારી નાખવાની પૂર્વનિર્ધારિત યોજનાને દર્શાવે છે.
અરજદારની ન ચાલી દલીલ: સર્વોચ્ચ અદાલતે અરજદાર અનિલ કુમારની એ દલીલને ફગાવી દીધી હતી કે, જેમાં તેમણે કહ્યું હતું કે, આરોપીને વધુમાં વધુ ગેર ઈરાદા પૂર્વકની હત્યાના ગુના માટે દોષી ઠેરવી શકાય છે, કારણ કે, તેનો હત્યા કરવાનો ન તો કોઈ ઈરાદો હતો કે, ન તો કોઈ હેતુ હતો અને ન તો તેણે કોઈ પૂર્વ-નિર્ઘારિત યોજના હેઠળ કામ કર્યુ. જોકે, ખંડપીઠે તેમની આ દલીલને માન્ય ન રાખી અને તેમની દલીલમાં પ્રત્યુત્તર આપ્યો.
સુપ્રીમકોર્ટે નીચલી કોર્ટનો ચુકાદો યથાવત રાખ્યો: સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે, અપીલકર્તા ચોથા અપવાદ (IPCની કલમ 300 હેઠળ હત્યા)નો લાભ માત્ર એ બહાના પર મેળવી શકતો નથી કે, તે પૂર્વઆયોજિત આયોજનને કારણે અથવા અચાનક લડાઈને કારણે થયો થયું ન હતો, કે તેનો હેતુ ખરાબ ન્હોતો. આગ ઓલવવા અને તેનો જીવ બચાવવાનો સંપૂર્ણ પ્રયાસ કર્યો હતો. પત્નીની હત્યા માટે દોષી ઠેરવાયેલા આરોપીએ કેરળ ઉચ્ચ અદાલતના આદેશને પડકારતા સર્વોચ્ચ અદાલતના દ્વાર ખખડાવ્યાં છે. અપીલને ફગાવતા અદાલતે કહ્યું કે, અમારું માનવું છે કે નીચલી અદાલતેએ તેને દોષિત ઠેરવવામાં અને તેને મહત્તમ આજીવન કેદની સજા સંભળાવવામાં કોઈ ત્થય કે કાયદા સંબંધીત ખામી રહી નથી.