- Supreme Court માં દિલ્હી સરકારને ઝટકો
- Delhi High Court ના ચુકાદાને પડકાર્યો હતો
- Private Schools હવે Development annual fees વસૂલી શકશે
નવી દિલ્હી : સુપ્રિમ કોર્ટે સોમવારના રોજ દિલ્હી હાઈકોર્ટ(Delhi High Court) ના એ આદેશ પર રોક લગાવવાનો ઈનકાર કરી દીધો છે, જેમાં રાજધાની દિલ્હીમાં નોન ગ્રાન્ટેડ ખાનગી શાળાઓ (Private Schools) ને વિદ્યાર્થીઓ પાસેથી વાર્ષિક ફી અને ડેવલપમેન્ટ ફી (Development annual fees) વસૂલવાની અનુમતિ આપવામાં આવી હતી.
સરકારની તમામ દલીલો હાઈકોર્ટની બેન્ચ સમક્ષ નિર્ણય મોટે ખુલ્લી
ન્યાયમૂર્તિ એ.એમ. ખાનવિલકરની અધ્યક્ષતાની બેન્ચ દિલ્હી સરકાર (Delhi Government) ના શિક્ષા નિર્દેશાલય (DOE)ની દલીલથી અસહમત હતા. જોકે, ઉચ્ચ ન્યાયાલય (Supreme Court) દ્વારા એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, દિલ્હી સરકારની તમામ દલીલો હાઈકોર્ટની બેન્ચ સમક્ષ નિર્ણય મોટે ખુલ્લી રહેશે. કારણ કે, અહીં આ અરજીને ગુણ-દોષના આધારે રદ્દ કરવી યોગ્ય ન હતી. દિલ્હી હાઈકોર્ટ દ્વારા 31 મે ના રોજ દિલ્હી સરકારના શિક્ષા નિર્દેશાલય (DOE)ના એપ્રિલ અને ઓગસ્ટ 2020ના આદેશને રદ્દ કર્યો છે. જેના દ્વારા વાર્ષિક ફી અને ડેવલપમેન્ટ ફી ની વસૂલાત પર રોક લગાવી હતી. દિલ્હી સરકારે હાઈકોર્ટના આ ચુકાદાને સુપ્રિમ કોર્ટમાં પડકાર્યો હતો.