- સુપ્રીમ કોર્ટે જહાજ વિરાટને યથાવત સ્થિતિમાં રાખવાનો આદેશ આપ્યો
- જહાજ વિરાટે લગભગ ત્રણ દાયકા સુધી ભારતીય નૌકાદળમાં આપી છે સેવા
- વિરાટને ભારતીય નૌસેનામાંથી માર્ચ 2017માં હટાવવામાં આવ્યું હતું
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ભારતના વિમાનવાહક જહાજ 'વિરાટ' ની સ્થિતિ જાળવવાનો બુધવારે આદેશ આપ્યો છે. આ વિમાનવાહક જહાજ વિરાટ લગભગ ત્રણ દાયકા સુધી ભારતીય નૌકાદળમાં સેવા આપી ચૂક્યું છે.
INS વિરાટ 29 વર્ષ સુધી ભારતીય નૌસેનામાં રહ્યું
આ જહાજને તોડવાનું કામ ચાલી રહ્યું છે. જોકે, એક કંપનીએ તેને રોકવા માટે અરજી કરી હતી. ચીફ જસ્ટિસ એસ.એ. બોબડેની અધ્યક્ષતાવાળી ખંડપીઠે કંપનીની અરજી પર કેન્દ્ર સરકાર અને અન્યને નોટિસ ફટકારી હતી અને તેનો જવાબ માંગ્યો હતો. કંપની તેને મ્યુઝિયમમાં રૂપાંતરિત કરવા માંગે છે. સેન્ટૂર ક્લાસનું વિમાન વાહક જહાજ INS વિરાટ 29 વર્ષ સુધી ભારતીય નૌસેનામાં રહ્યું હતું અને તેને માર્ચ 2017 માં હટાવવામાં આવ્યું હતું.