ETV Bharat / bharat

ઈન્ડિયા ઈન્ટ. ટ્રેડ ફેર 2023માં સવા બે લાખની સાડી સૌના આકર્ષણનું કેન્દ્ર બની - 3 વેચાઈ ગઈ

દિલ્હીમાં ઈન્ડિયા ઈન્ટરનેશલ ટ્રેડ ફેર 2023નું આયોજન કરવામાં આવ્યું છે. આ ફેરમાં ઉત્તર પ્રદેશ પેવેલિયનમાં એક સાડી આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. આ સાડી ગોલ્ડ પ્લેટેડ જરીથી બનાવવામાં આવી છે. જેની કિંમત 2 લાખ 25 હજાર રુપિયા છે. આ સાડીને જોવા માટે સ્ટોલ પર ભીડ ઉમટી પડે છે. વાંચો સવા બે લાખની સાડી વિશે વિગતવાર. India International Trade Fair 2023 saree worth Rs 2 lakh 25 Thousands

ઈન્ડિયા ઈન્ટ. ટ્રેડ ફેર 2023માં સવા બે લાખની સાડી સૌના આકર્ષણનું કેન્દ્ર બની

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 27, 2023, 1:05 PM IST

નવી દિલ્હીઃ રાજધાનીમાં 42મો ઈન્ડિયા ઈન્ટરનેશલ ટ્રેડ ફેર 2023 ચાલી રહ્યો છે. આજે સોમવારે 27 નવેમ્બરના રોજ આ ફેર પૂર્ણ થશે. પ્રગતિ મેદાનમાં આયોજિત ઉત્તર પ્રદેશ પેવેલિયનમાં 2 લાખ 25 હજારની સાડી ફેરના સમગ્ર પ્રવાસીઓનું ધ્યાન ખેંચી રહી છે. ઉત્તર પ્રદેશથી આવેલ મોહમ્મદ તાબિશે આ સાડી બનાવી છે. તાબિશે ઈટીવી ભારતને જણાવ્યું કે મોગલકાળથી તેમના પૂર્વજો આ પ્રકારની સાડીનું નિર્માણ કરતા આવ્યા છે. તેમના જ અન્ય એક સ્ટોલ પર 5થી લઈ 75 હજાર સુધીની સાડીઓ વેચાઈ રહી છે. આ સૌ સાડીઓમાં સૌથી ઉપર છે સવા બે લાખની સાડી. આ સાડીની વાત જ કંઈ નિરાળી છે. તેઓ આ ફેરમાં આ પ્રકારની કુલ 4 સાડી લાવ્યા હતા. જેમાંથી ત્રણ સાડી મોં માંગી કિંમતે વેચાઈ ચૂકી છે.

તાબિશ આગળ જણાવે છે કે આ સાડી રેશમના દોરાથી બનાવાઈ છે તેમજ ગોલ્ડ પ્લેટેડ જરીથી તેને મઢવામાં આવી છે. આ સાડીને બનાવવામાં ત્રણ મહિના લાગે છે જેથી મજૂરી પણ વધુ ચૂકવવી પડે છે. પરિણામે આ સાડીની કિંમત વધી જાય છે. આ સાડીને લાંબા સમય સુધી સુરક્ષિત રાખવા માટે છ મહિને એક વાર તડકે તપાવવી જરુરી છે. જો તડકે સાડીને તપાવીએ નહિ તો તેમાં જીવાત પડી જાય છે. જે સાડીને ખાઈ જાય છે.

આ સાડીને કુદરતી રેશમમાંથી બનાવવામાં આવે છે. જે કિડા દ્વારા ઉત્પન્ન થાય છે. જો આ સાડીને દર છ મહિને એક વાર તડકે ન તપાવી તો તેમાં જીવાત પડી જાય છે. આ સાડીનો ઉપયોગ કર્યા બાદ તેનું ડ્રાય ક્લિનિંગ કરાવવું બહુ જરૂરી છે. જેથી તે લાંબા સમય સુધી ઉપયોગમાં લઈ શકાય.

આ વખતે ફેરમાં સારુ એવું વેચાણ થયું હોવાનું તાબિશ જણાવે છે. જ્યારથી ટ્રેડ ફેર શરુ થયો છે ત્યારથી રોજ પાર્સલ દ્વારા નવો સ્ટોક મંગાવવામાં આવી રહ્યો છે. જો કે સવા બે લાખની સાડી માત્ર 4 જ નંગ લાવ્યા હતા. અંતિમ વધેલી સાડીની પણ બહુ ડીમાન્ડ જોવા મળી રહી છે. સોમવાર એટલે કે આજે સાંજે પાંચ કલાકે તેનું વેચાણ કરશે. આ સાડીથી આકર્ષાઈને ગ્રાહકો સ્ટોલ સુધી આવે છે અને આ સિવાય બીજી કોઈ સાડી ખરીદીને જાય છે. આ ટ્રેડ ફેરમાં ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે તેમના સ્ટોલની મુલાકાત લીધી હતી. ગઈકાલે રવિવારે ટ્રેડ ફેરમાં રેકોર્ડ બ્રેક વિઝિટર્સ આવ્યા હતા.

  1. Alia Bhatt: 69માં નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહમાં આલિયા ભટ્ટે લગ્નની સાડી કેમ પહેરી?
  2. Raashi Khanna latest photo: ગ્રીન સાડીમાં રાશિએ ખન્નાએ આપ્યા આવા મસ્ત પોઝ, સાડી જોઈને મનમોહી જશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.