ETV Bharat / bharat

આજે નવરાત્રિના પહેલા દિવસથી શિરડીના સાંઈ બાબા મંદિરને ખૂલ્લુ મુકાયું, દરરોજ 15,000 ભક્તોને મળશે પ્રવેશ

મહારાષ્ટ્રના શિરડીમાં સાંઈ બાબા મંદિરને આજથી (7 ઓક્ટોબર) ભક્તો માટે ખૂલ્લું મુકવામાં આવશે. નવરાત્રિના પહેલા દિવસે લોકો સાંઈ બાબાના દર્શન પણ કરી શકશે. સાંઈ બાબા મંદિર ટ્રસ્ટનાં CEO ભાગ્યશ્રી બાનાયિતે આ અંગે માહિતી આપી હતી. જોકે, પહેલા દિવસથી મંદિરમાં દરરોજ 15,000 ભક્તોને જ પ્રવેશ આપવામાં આવશે.

આજે નવરાત્રિના પહેલા દિવસથી શિરડીના સાંઈ બાબા મંદિરને ખૂલ્લુ મુકાયું, દરરોજ 15,000 ભક્તોને મળશે પ્રવેશ
આજે નવરાત્રિના પહેલા દિવસથી શિરડીના સાંઈ બાબા મંદિરને ખૂલ્લુ મુકાયું, દરરોજ 15,000 ભક્તોને મળશે પ્રવેશ
author img

By

Published : Oct 7, 2021, 9:03 AM IST

  • સાંઈ બાબાના ભક્તો માટે સારા સમાચાર
  • શિરડીનું સાંઈ બાબા મંદિર આજથી ભક્તો માટે ખૂલ્લું મુકાયું
  • મંદિરમાં દરરોજ 15,000 ભક્તોને પ્રવેશ મળશે

મહારાષ્ટ્રઃ સાંઈબાબાના ભક્તો માટે સારા સમાચાર આવ્યા છે. કારણ કે, શિરડીમાં સાંઈ બાબા મંદિરને આજથી (7 ઓક્ટોબર) ભક્તો માટે ખૂલ્લું મુકવામાં આવ્યું છે. એટલે કે હવે સાંઈ બાબાના દર્શન માટે લાંબી રાહ નહીં જોવી પડે. શિરડીમાં સાંઈ બાબા મંદિરને નવરાત્રિના પહેલા દિવસથી ખૂલ્લું મુકવામાં આવ્યું છે. જોકે, હવે દરરોજ 15,000 ભક્તો મંદિરમાં દર્શન કરી શકશે.

આ પણ વાંચો- નવલાં નોરતાનો શુભારંભ : પ્રથમ નોરતે આ રીતે કરો માઁ શૈલપુત્રીની આરાધના

જાણો, મંદિરના નિયમ

મંદિર તરફથી આજથી લોકો માટે 5 હજાર પેડ પાસ અને 5 હજાર ઓનલાઈન તેમ જ 5 હજાર ઓફલાઈન પાસીઝની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. કુલ 15,000 શ્રદ્ધાળુઓને સાંઈ મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે. જ્યારે દરેક કલાકે 1,150 શ્રદ્ધાળુ સાંઈ મંદિરમાં પ્રવેશ કરી શકશે. જ્યારે દરેક આરતી માટે ફક્ત 90 ભક્તોને પ્રવેશ અપાશે. જ્યારે તમામ ભક્તોએ માસ્ક ફરજિયાત પહેરવું પડશે. સાથે જ મંદિરમાં નંબર 2 પ્રવેશદ્વારથી આવવાની સાથે જ 4 અને 5 નંબરના દ્વારથી બહાર જવાની સુવિધા આપવામાં આવી છે.

આ પણ વાંચો- NAVRATRI 2021 : પ્રથમ નોરતે જાણો ક્યારે છે કળશ સ્થાપનાનું શુભ મુહૂર્ત

શું બંધ રહેશે?

મંદિરના કેટલાક કક્ષ બંધ તો કેટલાક ખૂલ્લા રહેશે. આમાં ધ્યાન મંદિર અને પારાયણ કક્ષ બંધ રહેશે. જ્યારે સાંઈ મંદિર દર્શન, નિવાસ વ્યવસ્થા, ભોજનાલય, ઓનલાઈન-ઓફલાઈન પ્રણાલી, મંદિરના દૈનિક કાર્યક્રમ ચાલુ રહેશે. ગર્ભવતી મહિલાઓ, 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને 65 વર્ષની ઉપરના લોકોને મંદિરમાં જવાની મંજૂરી આપવામાં નથી આવી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.