- સચિન વાજે સાથે ફાઈવ સ્ટાર હોટેલમાં જોવા મળી હતી આ મહિલા
- સચિન વાજેના કાળા નાણાંને સફેદ કરવાનું કરતી હતી કામ
- હોટેલમાં મહિલા પાસે હતા પાંચ મોટા બેગ
મુંબઈ: એન્ટિલિયા કેસમાં NIA એટલે કે રાષ્ટ્રીય તપાસ એજન્સીને મોટી સફળતા મળી છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ મહિલા ફાઇવ સ્ટાર હોટલમાં મુંબઈ પોલીસ સસ્પેન્ડ કરાયેલા અધિકારી સચિન વાજે સાથે જોવા મળી હતી. આ મહિલા મુખ્ય આરોપી સચિન વાજેની નજીકની સાથી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 16 ફેબ્રુઆરીએ એક મહિલા સચિન વાજે સાથે દક્ષિણ મુંબઈની ફાઈવ સ્ટાર હોટલમાં જોવા મળી હતી.
આ પણ વાંચો: NIAના મુંબઈની ક્લબમાં દરોડા, સિમ કાર્ડ સંબંધિત દસ્તાવેજો મળ્યા
થાણેના ફ્લેટ પરથી મહિલાની કરાઈ ધરપકડ
ઉલ્લેખનીય છે કે, NIAએ મુકેશ અંબાણીના ઘરની બહારથી મળેલી કાર અને મનસુખ હિરેનના મોત મામલે ગુરુવારના રોજ દક્ષિણ મુંબઈની એક હોટલ અને ક્લબની તપાસ કરી હતી. સાથે જ એજન્સીએ થાણેમાં આવેલા એક ફ્લેટની પણ તપાસ કરી હતી. NIA દ્વારા મહિલાની અટકાયત કરવામાં આવે તે પહેલાં કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી હતી.
મહિલા પાસે કેટલાયે ID અને નોટ કાઉન્ટિંગ મશીન મળ્યા
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, NIAએ જણાવ્યું કે, આ મહિલા સચિન વાજેના કાળા નાણાંને સફેદ કરવા માટે કામ કરી રહી છે. તેણે બે IDનો ઉપયોગ કરીને આવું કર્યું અને તેની પાસે નોટ કાઉન્ટિંગ મશીન હતી, જે ગયા મહિને વાજેની મર્સિડીઝ કારમાંથી મળી હતી.
આ પણ વાંચો: એન્ટિલિયા કેસ: NIAએ જપ્ત કર્યું ત્રીજું વાહન, થઈ શકે છે મહત્વપૂર્ણ ખુલાસા
16 ફેબ્રુઆરીના રોજ દક્ષિણ મુંબઈના ફાઈવ સ્ટાર હોટેલમાં વાજે સાથે દેખાઈ હતી મહિલા
16 ફેબ્રુઆરીના રોજ સચિન વાજે દક્ષિણ મુંબઈની ફાઇવ સ્ટાર હોટલમાં જોવા મળ્યો હતો, તેની સાથે એક મહિલા સાથી હતી અને તેની પાસે પાંચ મોટી બેગ હતી. જો કે, અત્યાર સુધી આ મામલે કોઈ ખુલાસો થયો નથી પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે તે બેગમાં નોટો ભરેલી હતી. એનઆઈએના સૂત્રોએ પુષ્ટિ આપી હતી કે ઘટનાના દિવસે સચિન વાજે પૈસાની ભરપુર પાંચ થેલીઓ લઇને ગયા હતા. NIAએ રવિવારના રોજ લેપટોપ, એક પ્રિન્ટર, બે હાર્ડ ડિસ્ક, બે વાહન નંબર પ્લેટ, બે ડીવીઆર અને બે CPU મીઠી નદીમાંથી જપ્ત કર્યા હતો.
NIA કરી રહી છે સમગ્ર તપાસ
આ કેસમાં NIA (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી) સંપૂર્ણ CCTV ફૂટેજની તપાસ કરી રહી છે. આ દરમિયાન NIAને CSMT સ્ટેશનની બહાર મર્સિડીઝ કારમાં બેઠેલા મનસુખ હિરેનના ફૂટેજ મળ્યા છે. આવી સ્થિતિમાં મર્સિડીઝ કારની તપાસનો એક મહત્વપૂર્ણ કળી હશે.
એન્ટિલિયા નજીક 25 ફેબ્રુઆરીના રોજ સ્કોર્પિયો કારની અંદર જિલેટીન સ્ટિક મળી આવી હતી
ઉલ્લેખનીય છે કે, દક્ષિણ મુંબઈના અંબાણીનું બહુમાળી મકાન 'એન્ટિલિયા' ની નજીક 25 ફેબ્રુઆરીના રોજ સ્કોર્પિયો કારની અંદર જિલેટીન સ્ટિક મળી હતી. કારના માલિક તરીકે મનસુખ હિરેનની ઓળખ થઈ હતી. બાદમાં તેનો મૃતદેહ પણ મળી આવ્યો હતો. NIA આ કેસની તપાસ કરી રહી છે.