ડેટ્રોઇટ: રશિયા અને યુક્રેન યુદ્ધ વચ્ચે BMW એ તેની જર્મની સ્થિત બે ફેક્ટરીઓમાં ઉત્પાદન અટકાવ્યું (Russia Ukraine war) છે, મર્સિડીઝ તેના પ્લાન્ટ્સમાં ધીમી પડી રહી છે અને ફોક્સવેગને ઉત્પાદન અટકાવવાની ચેતવણી આપી છે અને ભાગોના વૈકલ્પિક સ્ત્રોતોની શોધ કરી છે. વૈશ્વિક ઓટો સેક્ટર એક વર્ષથી વધુ સમયથી સેમિકન્ડક્ટર ચિપ્સ અને અન્ય મહત્વપૂર્ણ ઘટકોની અછત (ESCALATE AUTO PRICES AND SHORTAGES) સાથે ઝઝૂમી રહ્યું છે, જેણે ઉત્પાદનમાં ઘટાડો કર્યો છે, પુરવઠો ધીમો કર્યો છે અને ભાવમાં વધારો કર્યો છે.
આ પણ વાંચો: GST Collection March 2022: માર્ચમાં GST કલેક્શને ધ્વસ્ત કર્યા રેકોર્ડ, સરકારને 1.42 લાખ કરોડની થઈ આવક
યુદ્ધના કારણે યુરોપમાં ઉત્પાદન પ્રભાવિત: યુક્રેન સામે રશિયાના યુદ્ધને કારણે પરિસ્થિતિ વધુ વણસી ગઈ છે, કારણ કે યુક્રેનથી આવતા ઇલેક્ટ્રિકલ વાયરિંગની અચાનક તીવ્ર અછત છે. વધુ ખરીદદારો, સ્પેરપાર્ટસ અને યુદ્ધને કારણે નવા વિક્ષેપો આવતા વર્ષે વાહનોના ભાવમાં વધારો કરી શકે છે. હાલમાં યુદ્ધના કારણે યુરોપમાં ઉત્પાદન પ્રભાવિત થઈ રહ્યું છે, તેની અસર અમેરિકામાં પણ ઉત્પાદન પર પડશે.
આ પણ વાંચો: Share Market India: શેરબજારની પહેલા દિવસે મજબૂત શરૂઆત, સેન્સેક્સ 60,000ની નજીક પહોંચ્યો