ETV Bharat / bharat

Russia Attack On Ukraine: 16 ફેબ્રુઆરીએ રશિયા કરશે યુક્રેન પર હુમલોઃ વ્લાદિમીર જેલેન્સ્કી - વિશ્વભરમાં હાઈ એલર્ટની સ્થિતિ

યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર જેલેન્સ્કીએ સોશિયલ મીડિયા પોસ્ટ (vladimir zelensky facebook post) પર કહી દીધું છે કે, 16 ફેબ્રુઆરીએ રશિયા યુક્રેન પર હુમલો (Russia Attack On Ukraine) કરશે. જોકે, આ અંગે વ્હાઈટ હાઉસે (America on Ukraine Attack) કહ્યું હતું કે, અમેરિકા યુક્રેન પર રશિયાના વર્તમાન ખતરા પર ભારત સહિતના સહયોગીઓ સાથે મળીને કામ કરી રહ્યું છે.

Russia Attack On Ukraine: 16 ફેબ્રુઆરીએ રશિયા કરશે યુક્રેન પર હુમલોઃ વ્લાદિમીર જેલેન્સ્કી

author img

By

Published : Feb 15, 2022, 9:05 AM IST

નવી દિલ્હીઃ યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર જેલેન્સ્કીએ રશિયાને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે સોશિયલ મીડિયા ફેસબુક પર પોસ્ટ (vladimir zelensky facebook post) કરતા લખ્યું હતું કે, યુક્રેન પર રશિયા હુમલો કરવાનું છે અને આ માટે 16 ફેબ્રુઆરીનો (Russia Attack On Ukraine) દિવસ નક્કી કરવામાં આવ્યો છે. વ્લાદિમીર જેલેન્સ્કીએ પોસ્ટ (vladimir zelensky facebook post) લખી હતી કે, 16 ફેબ્રુઆરીએ રશિયા યુક્રેન પર હુમલો કરશે તે દિવસ હશે.

  • "February 16 will be the day of attack" on Ukraine by Russia, said Ukraine President Vladimir Zelensky in his Facebook post

    — ANI (@ANI) February 14, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો- QUAD Meeting on Ukraine Crisis: યુક્રેન સંકટ વચ્ચે ક્વાડ દેશોની બેઠક શરૂ

US હજી પણ નથી માનતુ પુતિને હુમલો કરવાનું નક્કી કર્યું છે

તે જ સમયે, આ મામલે વ્હાઈટ હાઉસે (America on Ukraine Attack) કહ્યું હતું કે, અમેરિકા યુક્રેન (Russia Attack On Ukraine) પર રશિયાના વર્તમાન ખતરા પર ભારત સહિતના સહયોગીઓ સાથે મળીને કામ કરી રહ્યું છે. તે જ સમયે પેન્ટાગોન (યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સનું કાર્યાલય)એ કહ્યું, "યુએસ હજી પણ માનતું નથી કે, પુતિને હુમલો (Russia Attack On Ukraine) કરવાનું નક્કી કર્યું છે, પરંતુ શક્ય છે કે, તેઓ ચેતવણી આપ્યા વિના આગળ વધી શકે.

આ પણ વાંચો- US Orders to Embassy Staff to Leave Ukraine : યુક્રેન અને રશિયાના તણાવ વચ્ચે અમેરિકાનું મહત્ત્વનું પગલું

રશિયન હુમલાની શક્યતાને ટાળવાનો પ્રયાસ કર્યો હતો

વિવાદ વધુ વકરતા જોઈને જર્મન ચાન્સેલરે યુક્રેન પહોંચીને દેશ પર રશિયન હુમલાની (Russia Attack On Ukraine) શક્યતાને ટાળવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના અંગે વિશ્વભરમાં હાઈ એલર્ટની સ્થિતિ (Worldwide high alert status) વચ્ચે બ્રિટનના સંરક્ષણ સચિવ જેમ્સ હિપ્પીએ કહ્યું કે, રશિયા હવે ધ્યાન આપ્યા વિના "અસરકારક રીતે" હુમલો (Russia Attack On Ukraine) કરી શકે છે.

નાટો સૈનિકોના વધુ સૈનિકો પૂર્વ યુરોપમાં પહોંચી ગયા છે

આ અંગે મળતી માહિતી મુજબ, સોમવારે નાટો સૈનિકોના વધુ સૈનિકો પૂર્વ યુરોપમાં પણ પહોંચી ગયા છે, પરંતુ યુક્રેન પર ચાલી રહેલા તણાવ વચ્ચે રશિયાના ટોચના રાજદ્વારીએ સોમવારે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને રશિયન સુરક્ષા માગ પર પશ્ચિમી દેશો સાથે વાતચીત ચાલુ રાખવાનું સૂચન કર્યું હતું. યુક્રેન પર રશિયન આક્રમણની આશંકા વચ્ચે ક્રેમલિન રાજદ્વારી પ્રયાસો ચાલુ રાખવા માગે છે તે સંકેત હોવાનું માનવામાં આવે છે.

નાટો ગઠબંધન યુક્રેન અને અન્ય ભૂતપૂર્વ સોવિયત દેશોને સભ્ય નહીં બનાવે તેવી રશિયાએ માગી બાંહેધરી

આપને જણાવી દઈએ કે, રશિયા પશ્ચિમી દેશો પાસેથી બાંયધરી માગે છે કે, 'નાટો' ગઠબંધન યુક્રેન અને અન્ય ભૂતપૂર્વ સોવિયત દેશોને સભ્ય નહીં બનાવે. ગઠબંધન યુક્રેનમાં હથિયારોની તહેનાતી બંધ કરશે અને પૂર્વ યુરોપમાંથી પોતાની સેના પાછી ખેંચી લેશે. જોકે, પશ્ચિમી દેશો દ્વારા આ માંગણીઓને સદંતર ફગાવી દેવામાં આવી છે.

યુરોપ 70 વર્ષ પહેલાની જેમ ફરી એક વાર યુદ્ધના આરે

બીજી તરફ બ્રિટનના નાયબ સંરક્ષણ પ્રધાન જેમ્સ હિપે કહ્યું કે, તેઓ માને છે કે યુરોપ ફરી એક વાર 70 વર્ષ પહેલાની જેમ યુદ્ધના આરે છે. તેણે એક ન્યૂઝ ચેનલને કહ્યું કે, યુક્રેનની સરહદોની આસપાસ 1,30,000 રશિયન સૈનિકો છે. હજારો જહાજો જમીન પર અને કાળા સમુદ્ર અને અઝોવના સમુદ્રમાં કાર્યરત્ છે. તમામ લડાયક સાધનો તહેનાત કરવામાં આવ્યા છે અને મામલાની સંવેદનશીલતાને જોતા રાજદ્વારી વાટાઘાટો ચાલુ રાખવાની તાતી જરૂર છે. તેમણે કહ્યું કે, હજી પણ સમાધાન અને કૂટનીતિ માટે ઘણી તક છે.

યુક્રેનની સરહદ પર 1 લાખ સૈનિક હોવા છતા રશિયા હુમલો નહીં કરે તેવું રટણ કરી રહ્યું છે

તે દરમિયાન યુક્રેન રશિયા અને યુરોપિયન સિક્યોરિટી ગૃપના અન્ય સભ્યો સાથે બેઠકો બોલાવી રહ્યું છે. કારણ કે, તણાવ વધી રહ્યો છે. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, રશિયાએ સૈનિકોની એકત્રિકરણ રોકવાની ઔપચારિક વિનંતીને ફગાવી દીધી છે. જોકે, યુક્રેનની સરહદો પર 1,00,000 સૈનિકો હોવા છતાં રશિયાએ હુમલો (Russia Attack On Ukraine) કરવાની યોજનાને નકારી કાઢી છે. કેટલાક દેશોએ ચેતવણી આપી છે કે, હુમલો (Russia Attack On Ukraine) ગમે ત્યારે થઈ શકે છે અને અમેરિકાએ તો એમ પણ કહ્યું છે કે, હવાઈ બોમ્બિંગ ગમે ત્યારે શરૂ થઈ શકે છે. અહેવાલમાં જણાવાયું છે કે, એક ડઝનથી વધુ દેશોએ તેમના નાગરિકોને યુક્રેન છોડવા વિનંતી કરી છે અને કેટલાકે રાજધાનીમાંથી દૂતાવાસના કર્મચારીઓને બહાર કાઢ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.