ETV Bharat / bharat

Russia Ukraine war: યુક્રેનનો પલટવાર, પ્રથમ વખત રશિયાની સરહદમાં ઘૂસીને કર્યો હુમલો

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધની (Russia Ukraine war) વચ્ચે પહેલીવાર યુક્રેને જવાબી કાર્યવાહી (attack on oil depot in russian city) કરી છે. યુક્રેને રશિયાની સરહદમાં ઘૂસીને હુમલો કર્યો છે. યુક્રેને રશિયન ઓઈલ ડેપો પર હવાઈ હુમલો (helicopter attack on oil depot in Russian city) કર્યો છે.

યુક્રેનનો પલટવાર, પ્રથમ વખત રશિયાની સરહદમાં ઘૂસીને કર્યો હુમલો

author img

By

Published : Apr 1, 2022, 8:04 PM IST

મોસ્કોઃ રશિયા અને યુક્રેન વચ્ચે 37 દિવસથી યુદ્ધ ચાલી(Russia Ukraine war) રહ્યું છે. રશિયા યુક્રેનના શહેરોમાં (attack on oil depot in russian city) બોમ્બમારો કરી રહ્યું છે. આ દરમિયાન યુક્રેને પ્રથમ વખત રશિયાની સરહદમાં ઘૂસીને હુમલો કર્યો છે. રશિયન તેલનો એક ડેપો નાશ પામ્યો (helicopter attack on oil depot in Russian city) છે. રશિયાએ યુક્રેન પર હુમલાનો આરોપ લગાવ્યો છે. બેલગોરોડ સરહદી ક્ષેત્રના ગવર્નરે જણાવ્યું હતું કે, શુક્રવારે વહેલી સવારે સરહદથી 25 માઈલ દૂર એક ઓઈલ ડેપો પર બે યુક્રેનિયન Mi-24 હેલિકોપ્ટરોએ રોકેટ છોડ્યા હતા. યુક્રેનના વિદેશ પ્રધાન દિમિત્રો કુલેબાએ જણાવ્યું હતું કે, તેઓ હુમલામાં યુક્રેનની સંડોવણીના અહેવાલોની પુષ્ટિ અથવા ઇનકાર કરી શકતા નથી કારણ કે, તેમની પાસે માહિતી નથી. યુક્રેનિયન સંરક્ષણ મંત્રાલયે પણ ટિપ્પણી કરી ન હતી.

આ પણ વાંચો:War 35th Day : યુદ્ધ વચ્ચે રશિયાએ આપ્યા નમ્રતાના સંકેત, પશ્ચિમી દેશોને હજી પણ છે શંકા

ઓઈલ ડેપો પર હવાઈ હુમલો: રશિયાના બેલ્ગોરોડના ગવર્નરનું કહેવું છે કે, યુક્રેનના 2 હેલિકોપ્ટરોએ અહીં તેમના ઓઈલ ડેપો પર હવાઈ હુમલો કર્યો છે. ઓઈલ ડેપોમાં લાગેલી આગથી ઘણું નુકસાન થયું છે. રશિયન મીડિયાએ એક વીડિયો પણ જાહેર કર્યો છે, જેમાં ઓઈલ ડેપો સળગતો જોવા મળી રહ્યો છે. શુક્રવારે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા વિડિયોમાં એક હેલિકોપ્ટર એર-ટુ-સર્ફેસ મિસાઇલોનો ઉપયોગ કરીને દેખાતું હતું, પછી બેલગોરોડમાં તેલના ડેપોમાં ભારે આગ ફાટી નીકળી. જ્વાળાઓ હવામાં કેટલાય મીટરની ઉંચાઈ સુધી ઉછળતી જોવા મળે છે.

અનેક ફાયર ટેન્ડરો તૈનાત: આગને કાબુમાં લેવા માટે અનેક ફાયર ટેન્ડરો તૈનાત કરવામાં આવ્યા હતા. અહેવાલો અનુસાર શુક્રવાર બપોર સુધી આગ પર કાબુ મેળવી શકાયો ન હતો. હુમલા અંગે ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે કહ્યું કે તે મંત્રણામાં અવરોધ ઉભો કરી શકે છે. જો કે, આ પ્રકારના હુમલા અંગે ઘણી વાતો ચાલી રહી છે. તેને રશિયાનો ખોટો એજન્ડા પણ કહેવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો:War 36th day : ઝેલેન્સકીએ કહ્યું - રશિયા યુરોપના પાયાને નષ્ટ કરવા માંગે છે

યુદ્ધનો આજે 37મો દિવસ: રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો આજે 37મો દિવસ છે. રશિયાએ કિવની બહાર અને અન્ય શહેરોની આસપાસ બોમ્બ ધડાકા કર્યા છે, જ્યાં તેણે હુમલા ઘટાડવાની પ્રતિજ્ઞા લીધી છે. યુએસએ ચેતવણી આપી છે કે, જે દેશોએ રશિયા વિરુદ્ધ યુએસ પ્રતિબંધોમાં અવરોધ ઉભો કર્યો છે, તેમને પરિણામ ભોગવવા પડશે. આવી સ્થિતિમાં યુક્રેને તેના ઓઈલ ડેપો પર હુમલો કર્યો હોવાનો રશિયાનો આરોપ દેખીતી રીતે જ આ ક્ષેત્રની સ્થિતિ વધુ ખરાબ કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.