- રાતાનાડા પોલીસ સ્ટેશન ફરી વખત ચર્ચામાં
- ધારાસભ્ય મીના કંવર પોલીસ સ્ટેશન પહોંચ્યાં
- હેડ કોન્સ્ટેબલ સાથે ઘર્ષણ થયું
જોધપુર: છેલ્લા 5 દિવસમાં ફરી એક વખત રાતાનાડા પોલીસ સ્ટેશન (Ratanada Police Station) ચર્ચામાં છે. આ ઘટના રવિવારે રાત્રે બની હતી. પોલીસ સ્ટેશન વિસ્તારમાં, શેરગઢના ધારાસભ્ય મીના કંવરના પરિવારના છોકરાઓ દારૂના નશામાં વાહન ચલાવતી વખતે પોલીસના હાથે ઝડપાયા હતા અને તે બાદ અધિકારી દ્વારા પાવતી ફાડવામાં આવી હતી. આ અંગે મીના કંવર અને તેના પતિ ઉમેદ સિંહ, પ્રદેશ કોંગ્રેસ સમિતિના સભ્ય રાતાનાડા પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ત્યાં હાજર હેડ કોન્સ્ટેબલ સાથે ઘર્ષણ થયું હતું.
આ પણ વાંચો: ઉત્તરાખંડ પ્રવાસે ગયેલા અનેક ગુજરાતીઓ ભારે વરસાદને કારણે ફસાયા, મુખ્યપ્રધાન એક્શનમાં આવ્યા
બાળકોએ થોડુંઘણું પી લીધું તો શું થયું, દરેકના બાળકો પીવે છે: મીના કંવર
મીના કંવરે જણાવ્યું કે, બાળકો છે, થોડું વધારે પી લીધું તો શું ફેર પડે છે, દરેકના બાળકો પીવે છે. શક્ય છે કે પોલીસમાંથી કોઈએ આ વીડિયો બનાવ્યો હોય. વીડિયોમાં હેડ કોન્સ્ટેબલ કહેતા જોવા મળે છે કે, આખો વીડિયો બનાવો. પરિસ્થિતી એટલી બધી ખરાબ થઈ ગઈ કે, ઉમેદ સિંહ ગુસ્સે થઈ ગયો અને તેણે તેની પત્ની મીના કંવરને જમીન પર બેસવાનું કહ્યું. તેઓ ખુદ પોતાની ખુરશી છોડી દે છે અને બન્ને પતિ- પત્ની પોલીસ સ્ટેશનની અંદર બેસી જાય છે.
આ પણ વાંચો: PM મોદીને મળવા પહોંચ્યા અમિત શાહ, કાશ્મીર સહિતના રાષ્ટ્રીય મુદ્દાઓ પર કરશે ચર્ચા
સમગ્ર દિવસ દરમિયાન આ ઘટનાની ચર્ચા થઈ
બન્નેની પોલીસકર્મી સાથે ઉગ્ર દલીલ પણ થાય છે. પોલીસકર્મી કહે છે કે, માનવતા સાથે વાત કરો પણ છતાં વિવિદ ચાલુ રહ્યો હતો. મીના કંવર કહે છે કે, મેં તમને ફોન કરીને વિનંતી કરી હતી પણ તમે સહમત ન થયા તો મારે પોલીસ સ્ટેશન આવવું પડ્યું છે. ઉમેદ સિંહે એમ પણ કહ્યું કે, પોલીસ અધિકારી અને બાકીનાને ગઈકાલે જ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. શું તમે ભૂલી ગયા. ઘણી જહેમત બાદ ધારાસભ્ય જપ્ત કરેલા વાહન સાથે ત્યાંથી ચાલ્યા ગયા અને સવારે દંડ મુક્તિ કરવામાં આવી હતી. સમગ્ર દિવસ દરમિયાન આ ઘટનાની ચર્ચા થઈ હતી.