- મહેબૂબા મુફ્તીનો ખુર્શીદના પુસ્તક મામલે ભાજપ પર પ્રહાર
- ભાજપ અને RSS બન્ને સાંપ્રદાયિક સંગઠનો છે: મહેબૂબા મુફ્તી
- બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા મહેબૂબા મુફ્તી ગો બેકના નારા લાગ્યા
શ્રીનગર: પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP)ના વડા મહેબૂબા મુફ્તી (MEHBOOBA MUFTI) જમ્મુ વિભાગના પ્રવાસે છે. શનિવારે પાર્ટી કાર્યાલય પહોંચીને તેમણે ભાજપ પર પ્રહારો કર્યા હતા. આ સાથે તેણે સલમાન ખુર્શીદના (Salman Khurshid) વિવાદિત પુસ્તક પર પણ પ્રતિક્રિયા આપી હતી.
ભાજપ અને RSS બન્ને સાંપ્રદાયિક સંગઠનો
પીડીપીના વડાએ કહ્યું કે, ભાજપ અને RSS (RSS AND BJP) બન્ને સાંપ્રદાયિક સંગઠનો છે. બન્નેએ હિન્દુત્વ અને હિન્દૂ ધર્મને હાઈજેક (BJP HAVE HIJACKED HINDUTVA AND HINDUISM) કર્યા છે. જે પક્ષો હિંદુ અને મુસ્લિમો વચ્ચે સંઘર્ષ ઇચ્છે છે તેમની સરખામણી માત્ર ISIS સાથે જ નહીં, પરંતુ અન્ય સમાન સંગઠનો સાથે પણ કરી શકાય છે, કારણ કે તેઓ ધર્મના નામે લોકોની હત્યા કરે છે.
-
RSS & BJP have hijacked Hindutva & Hinduism in the name of their parties. Parties that want clashes between Hindus & Muslims can be compared not only with ISIS but also with other similar orgs as they kill people in name of religion: PDP Chief Mehbooba Mufti pic.twitter.com/svFNItzl7p
— ANI (@ANI) November 13, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">RSS & BJP have hijacked Hindutva & Hinduism in the name of their parties. Parties that want clashes between Hindus & Muslims can be compared not only with ISIS but also with other similar orgs as they kill people in name of religion: PDP Chief Mehbooba Mufti pic.twitter.com/svFNItzl7p
— ANI (@ANI) November 13, 2021RSS & BJP have hijacked Hindutva & Hinduism in the name of their parties. Parties that want clashes between Hindus & Muslims can be compared not only with ISIS but also with other similar orgs as they kill people in name of religion: PDP Chief Mehbooba Mufti pic.twitter.com/svFNItzl7p
— ANI (@ANI) November 13, 2021
બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ
મહેબૂબા મુફ્તી શુક્રવારે સાંજે 4 વાગે શ્રીનગરથી જમ્મુ પહોંચ્યા હતા. હાલ મહેબૂબા 17 નવેમ્બર સુધી જમ્મુમાં રહેશે. શુક્રવારે જમ્મુ એરપોર્ટ પર મહેબૂબા મુફ્તીના આગમનની માહિતી મળતાં જ બજરંગ દળના કાર્યકર્તાઓ ત્યાં પહોંચ્યા અને મહેબૂબા મુફ્તી ગો બેકના નારા લગાવ્યા હતા. આ દરમિયાન બજરંગ દળે કહ્યું કે, મહેબૂબા મુફ્તી આતંકવાદીઓ અને પાકિસ્તાનના સમર્થક છે. તેને જેલમાં રાખવાથી કાશ્મીરમાં સંપૂર્ણ શાંતિ પુનઃસ્થાપિત કરવામાં મદદ મળશે.
આ પણ વાંચો: