ETV Bharat / bharat

Cocaine Recovered In Jammu Kashmir : જમ્મુ-કાશ્મીરમાં 300 કરોડ રૂપિયાનું કોકેઈન ઝડપાયું, પંજાબના બે લોકોની ધરપકડ કરાઇ - 300 crore drug bust

જમ્મુ અને કાશ્મીર પોલીસે રામબન જિલ્લામાં એક આતંકવાદી (નાર્કો-ટેરર) મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે અને એક વાહનમાંથી 30 કિલો કોકેઇન જપ્ત કર્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ઝડપાયેલા કોકેઈનની કિંમત 300 કરોડ રૂપિયા છે. આ સંબંધમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 1, 2023, 8:43 PM IST

જમ્મુ : પોલીસે જમ્મુ અને કાશ્મીરના રામબન જિલ્લામાં ડ્રગની હેરાફેરી સાથે સંબંધિત આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે અને એક વાહનમાંથી 30 કિલો કોકેઈન જપ્ત કરી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ઝડપાયેલા કોકેઈનની કિંમત 300 કરોડ રૂપિયા છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ રવિવારે આ માહિતી આપી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવેને અડીને આવેલા બનિહાલ વિસ્તારમાંથી કોકેઈનની રિકવરી બાદ પંજાબના બે રહેવાસીઓની ધરપકડ કરવામાં આવી છે.

  • Narco #terror module busted, 30 kg #Cocaine recovered 02 narcotic smugglers held by #Ramban Police from one Innova vehicle bearing No HR2W/4925 at Railway Chowk Banihal.02 narcotic smugglers held & Case FIR No. 242/2023 U/S 8/21/22/29 NDPS Act stands registered at P/S Banihal pic.twitter.com/ZYkTyCGe3W

    — Police Media Centre Jammu (@ZPHQJammu) October 1, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

30 કિલોગ્રામ કોકેઇન પકડાયું : જમ્મુ પ્રદેશના અધિક પોલીસ મહાનિર્દેશક મુકેશ સિંહે જણાવ્યું કે, 'શનિવારની રાત્રે લગભગ 10.30 વાગ્યે વરિષ્ઠ પોલીસ અધિક્ષક મોહિતા શર્માના નેતૃત્વમાં રામબન પોલીસે બનિહાલ રેલવે ચોક પાસે કાશ્મીરથી જમ્મુ તરફ આવી રહેલા એક વાહનને રોક્યું હતું, જેમાંથી 30 કિલોગ્રામ કોકેઇન ઝડપાયો હતો. તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય બજારમાં જપ્ત કરાયેલી કોકેઇનની કિંમત 300 કરોડ રૂપિયા છે. આ મામલે બે લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.

બે લોકોની ધરપકડ કરવામાં આવી : અધિકારીએ કહ્યું કે, કોકેઈનની સફળતાપૂર્વક જપ્તી સાથે, ડ્રગ હેરફેર સાથે સંબંધિત એક મોટા આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. બનિહાલ પોલીસ સ્ટેશનમાં નાર્કોટિક ડ્રગ્સ અને સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. બનિહાલ પોલીસ સ્ટેશનના વડા મોહમ્મદ અફઝલ વાનીએ જણાવ્યું કે, ધરપકડ કરાયેલા તસ્કરોની ઓળખ પંજાબના જાલંધરના રહેવાસી સરબજીત સિંહ અને ફગવાડાના હની બસરા તરીકે થઈ છે.

આવી રીતે છુપાવવામાં આવ્યું હતું કોકેઇન : પોલીસના જણાવ્યા અનુસાર, વાહનની છત પર ત્રણ કિલોગ્રામ કોકેઈન છુપાવવામાં આવ્યું હતું, જ્યારે તેમના સામાનમાંથી 27 કિલોગ્રામ કોકેઇન મળી આવ્યું હતું. જ્યારે તસ્કરોને રોકવાનો સંકેત આપવામાં આવ્યો ત્યારે તેઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પીછો કરીને તેમની ધરપકડ કરવામાં આવી હતી. સરહદ પારથી કોકેઈનની દાણચોરી કરવામાં આવી રહી હતી અને ઉત્તર કાશ્મીરથી પંજાબ લઈ જવામાં આવી રહી હતી.

  1. Jammu Kashmir Terrorist Attack News : શ્રીનગરના CRPF વાહન પર આતંકવાદી હુમલો, કોઈ જાનહાનિ નહીં
  2. Jammu-Kashmir News: અનંતનાગમાં અનેક આતંકવાદી સ્થળો પર સ્ટેટ ઈન્વેસ્ટિંગ એજન્સી(SIA) દ્વારા રેડ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.