- જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ રાજ્યપાલ સત્ય પાલ મલિકે દાવો કર્યો
- બે ફાઇલોને મંજૂર કરે તો તેમને 300 કરોડ લાંચ મળશેઃ મલિક
- દરેક ફાઈલ ક્લિયર કરવા માટે 150-150 કરોડ રૂપિયા મળશે
નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીર(Jammu and Kashmir)ના ભૂતપૂર્વ રાજ્યપાલ સત્ય પાલ મલિકે (Satyapal Malik)દાવો કર્યો છે કે, તેમના કાર્યકાળ દરમિયાન તેમને કહેવામાં આવ્યું હતું કે જો તેઓ 'અંબાણી' અને 'આરએસએસ સાથે જોડાયેલા' (Ambani and another RSS) વ્યક્તિની બે ફાઇલોને મંજૂર કરે તો તેમને 300 કરોડ લાંચ મળશે. પણ તેમણે સોદા રદ કર્યા. તેમણે દાવો કર્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી( Prime Minister Narendra Modi)એ તેમના નિર્ણયને ટેકો આપતા કહ્યું હતું કે ભ્રષ્ટાચાર પર સમાધાન કરવાની જરૂર નથી.
મલિક કેન્દ્રના કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોના આંદોલનને ટેકો
મલિક હાલમાં મેઘાલયના રાજ્યપાલ(Governor of Meghalaya) છે અને કેન્દ્રના કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોના આંદોલનને ટેકો આપી રહ્યા છે. તેમણે કહ્યું કે જો વિરોધ ચાલુ રહેશે તો તેઓ પોતાના પદ પરથી રાજીનામું આપીને ખેડૂતોની પડખે ઉભા રહેવા તૈયાર છે.
કાશ્મીર ગયા બાદ મંજૂરી માટે બે ફાઇલો લાવવામાં આવી હતી
રાજસ્થાનના ઝુઝનુમાં એક કાર્યક્રમને સંબોધતા મલિકે કહ્યું કે, કાશ્મીર ગયા બાદ મારી પાસે (મંજૂરી માટે) બે ફાઇલો લાવવામાં આવી હતી. એક અંબાણી અને બીજો આરએસએસ(Ambani and another RSS) સાથે જોડાયેલો હતો, જે મહેબૂબા મુફ્તીના(Mehbooba Mufti) નેતૃત્વમાં તત્કાલીન (પીડીપી-ભાજપ) સરકારમાં મંત્રી હતા. તેઓ વડા પ્રધાનની ખૂબ નજીક હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
દરેક ફાઈલ ક્લિયર કરવા માટે 150-150 કરોડ રૂપિયા મળશે
બંને વિભાગોના સચિવોએ મને કહ્યું કે તેમાં અનૈતિક વ્યવહાર સામેલ છે, તેથી બંને સોદા રદ કરવામાં આવ્યા છે. સચિવોએ મને કહ્યું કે 'તમને દરેક ફાઈલ ક્લિયર કરવા માટે 150-150 કરોડ રૂપિયા મળશે', પરંતુ મેં તેમને કહ્યું કે હું કુર્તા-પાયજામાની પાંચ જોડી લાવ્યો હતો અને જ પાછો લઈશ. તેમના ભાષણનો વીડિયો સોશિયલ મીડિયા પર જોવા મળ્યો હતો.
રિલાયન્સ જનરલ ઇન્શ્યોરન્સ સાથે જોડાણ કર્યું
મલિકે બે ફાઇલો વિશે વિસ્તૃત માહિતી આપી ન હતી, પરંતુ તેઓ સરકારી કર્મચારીઓ, પેન્શનરો અને માન્ય પત્રકારો માટે સામૂહિક આરોગ્ય વીમા નીતિ યોજનાના અમલીકરણ સંબંધિત ફાઇલનો સ્પષ્ટ ઉલ્લેખ કરી રહ્યા હતા, જેમાં સરકારે અનિલ અંબાણીના નેતૃત્વ વાળા રિલાયન્સ ગ્રુપે રિલાયન્સ જનરલ ઇન્શ્યોરન્સ સાથે જોડાણ કર્યું હતું.
આ પણ વાંચોઃ આપણે ચીનની સાથે સીમા વાર્તાના દરેક તબક્કામાં અનુકુળ પરિણામની આશા ન રાખવી જોઈએઃ સેના પ્રમુખ
આ પણ વાંચોઃ બાંગ્લાદેશ હિંસાના મુખ્ય આરોપી ઈકબાલ હુસેનની ધરપકડ, દુર્ગા પૂજા મંડપમાં કુરાન રાખવાનો છે આરોપ