ETV Bharat / bharat

Budget Session 2022 : રાજ્યસભામાં રેલવે ભરતી પરીક્ષા મુદ્દે ધાંધલ, પરિણામ જાહેર કરવાની માંગ - રાજ્યસભામાં રેલ્વે ભરતી પરીક્ષા મુદ્દે ધાંધલ

સંસદના બજેટ સત્રનો (Budget Session 2022) આજે ત્રીજો દિવસ છે. રેલવે ભરતી પરીક્ષામાં ગેરરીતિનો મુદ્દો રાજ્યસભામાં ઉઠાવવામાં આવ્યો હતો. AAP સાંસદ સંજય સિંહ, NCPના ફૌઝિયા ખાન અને સુશીલ કુમાર મોદીએ શૂન્ય કલાક દરમિયાન રેલવે ભરતી મુદ્દે પર પોતાનો અભિપ્રાય આપ્યો હતો.

Budget Session 2022 : રાજ્યસભામાં રેલ્વે ભરતી પરીક્ષા મુદ્દે ધાંધલ, પરિણામ જાહેર કરવાની માંગ

author img

By

Published : Feb 2, 2022, 2:13 PM IST

Updated : Feb 2, 2022, 2:43 PM IST

નવી દિલ્હી: રાજ્યસભામાં રેલવે ભરતી પરીક્ષા (rrb ntpc exam irregularities) પ્રક્રિયામાં કથિત અનિયમિતતાઓને લઈને બિહાર અને ઉત્તર પ્રદેશમાં પ્રદર્શનોનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. સભ્યોએ ભરતી પ્રક્રિયામાં ક્ષતિઓ સુધારવા, વિરોધ દરમિયાન વિદ્યાર્થીઓ સામે નોંધાયેલી FIR પાછી ખેંચવાની અને વધતી બેરોજગારીને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને ન્યાય આપવાની માંગ કરી હતી.

બિહારમાં બેરોજગારીની સમસ્યા પર ધ્યાન આપવું જોઈએ

આજે બુધવારે રાજ્યસભામાં શૂન્ય કાળ દરમિયાન આ મુદ્દો ઉઠાવતા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ફૌઝિયા ખાને જણાવ્યું હતું કે, તાજેતરની રેલ્વે ભરતી પરીક્ષાએ ખાસ કરીને બિહાર અને ઉત્તર પ્રદેશમાં બેરોજગારી અને નિષ્ફળ શિક્ષણ પ્રણાલીની ગંભીર સમસ્યાને ઉજાગર કરી છે. ઘણા વિદ્યાર્થી સંગઠનોએ ભૂતકાળમાં તેની વિરુદ્ધ પ્રદર્શન કર્યું છે. ટ્રેનોને નુકસાન પહોંચાડ્યું છે અને ગયામાં પેસેન્જર ટ્રેનમાં આગ પણ લગાવી હતી. 'એકંદરે બિહારમાં બેરોજગારીની સમસ્યા પર ધ્યાન આપવું જોઈએ. આ સાથે વિદ્યાર્થીઓ દ્વારા ભરતી પરીક્ષામાં ગેરરીતિના આક્ષેપોની સમીક્ષા કરી ક્ષતિઓ દૂર કરવી જોઈએ.

આ પણ વાંચો: ભાજપે જાહેર કર્યું રાજ્યસભાના ઉમેદવારોની યાદી, યુપીથી હરદીપ પુરી સહિત આ નેતાના નામ છે શામેલ

ગ્રુપ Dમાં ભરતી બે તબક્કાના બદલે એક તબક્કામાં થવી જોઈએ

ફૌઝિયા ખાને ઉઠાવેલા આ મુદ્દા પર ભારતીય જનતા પાર્ટીના (BJP) સુશીલ કુમાર મોદીએ સૂચન કર્યું કે, ગ્રુપ Dમાં ભરતી બે તબક્કાના બદલે એક તબક્કામાં થવી જોઈએ. NTPC પરીક્ષાના 3.5 લાખ વધારાના પરિણામો પણ જાહેર કરવા જોઈએ. સુશીલ કુમાર મોદીએ જણાવ્યું હતું કે, 'મારી વિનંતી છે કે ગ્રુપ Dની એક જ પરીક્ષા હોવી જોઈએ. બે પરીક્ષાઓની જરૂર નથી. આ IAS કે IPS પરીક્ષા નથી. તેમણે રેલવે મંત્રાલયને વિનંતી કરી કે, આ મામલાની તપાસ માટે રચાયેલી સમિતિના અહેવાલની રાહ જોયા વિના બંને માંગણીઓ પૂર્ણ કરવામાં આવે.

આ પણ વાંચો: પેટ્રોલ-ડીઝલના ભાવ પર સંસદમાં હોબાળો, રાજ્યસભા સ્થગિત

ભરતીમાં ગેરરીતિઓની ચોક્કસ તપાસ થવી જોઈએ

આમ આદમી પાર્ટીના સંજય સિંહે જણાવ્યું હતું કે, ભરતીમાં ગેરરીતિઓની ચોક્કસ તપાસ થવી જોઈએ. સફળ ઉમેદવારોની જાહેર કરાયેલી યાદીમાં ઘણા વિદ્યાર્થીઓના રોલ નંબર એકથી વધુ પોસ્ટ માટે છે. "આનાથી વધુ અવ્યવસ્થિત કંઈ હોઈ શકે નહીં," વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, “વિદ્યાર્થીઓ સાથે દુશ્મનો જેવું વર્તન ન કરવું જોઈએ. વિદ્યાર્થીઓની સમસ્યાઓ સાંભળવી જોઈએ. પોલીસ કાર્યવાહી અને કેસ ચાલે નહીં. વિરોધ દરમિયાન લગભગ 1000 વિદ્યાર્થીઓ પર કેસ કરવામાં આવ્યો છે અને સરકારે આ કેસો પાછા ખેંચવા જોઈએ. વિવિધ પક્ષોના સભ્યોએ આ મુદ્દા સાથે પોતાને સાંકળ્યા હતા.

Last Updated : Feb 2, 2022, 2:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.