- ઉત્તર પ્રદેશના કાનપુરમાં સર્જાયો ગમ્ખવાર અકસ્માત
- બસ અને JCB વચ્ચે સર્જાયો અકસ્માત
- 17 લોકોના મોત
ઉત્તર પ્રદેશઃ કાનપુરના સાચેંડી પોલીસ સ્ટેશન વિસ્તારના કિસાન નગરમાં મંગળવારે રાત્રે બસ અને લોડર વચ્ચે અથડામણમાં 17 લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ અકસ્માતમાં 5 લોકો ઇજાગ્રસ્ત થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ અને મુખ્યપ્રધાન આદિત્યનાથે અકસ્માત અંગે શોક વ્યક્ત કર્યો છે. બીજી તરફ, મૃતકના સગાઓને વડાપ્રધાનના રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી પ્રત્યેક બે લાખ રૂપિયા અને ઘાયલોને પંચાવન હજાર રૂપિયા આપવામાં આવશે. મુખ્યપ્રધાને અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના સગાના આગળના માટે પ્રત્યેક 2 લાખ રૂપિયાની આર્થિક સહાયની પણ જાહેરાત કરી છે.
અકસ્માત સર્જાવાથી હાઈ-વે પર ટ્રાફિકજામ
અકસ્માતમાં ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત અકસ્માત સર્જાવાથી હાઈ-વે પર ટ્રાફિકજામ થયો હતો. મળતી માહિતી મુજબ બસ કાનપુરથી ઝાંસી તરફ જઇ રહી હતી. પોલીસ અને મેડિકલ કોલેજના આચાર્ય સીએમઓ આરબી કમાલ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ઇજાગ્રસ્તોને હેલેટ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. ઇજાગ્રસ્તોને જલ્દીથી સારવાર મળી શકશે. આ માટે મેડિકલ ટીમો તૈયાર કરવામાં આવી રહી છે. તે જ સમયે માર્ગ અકસ્માત પછી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર કેટલાક કિલોમીટરનો જામ થઈ ગયો છે. હાલમાં રાહત કામગીરી ચાલી રહી છે.
આ પણ વાંચો: પાકિસ્તાનમાં ટ્રેન દુર્ધટના: 30ના મોત, 50થી વધુ ઇજાગ્રસ્ત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને ઇજાગ્રસ્તોને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી છે. તે જ સમયે ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે, ઉત્તર પ્રદેશના કાનપુરમાં માર્ગ અકસ્માત ખૂબ જ દુ:ખદ છે. તેમણે પોતાની ટ્વીટમાં કહ્યું કે હું આમાં પોતાનો જીવ ગુમાવનારા લોકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું અને ઈજાગ્રસ્તોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું.
આ પણ વાંચો: પારડી નેશનલ હાઇવે નંબર 48 પર અકસ્માત, ટેન્કર ચાલકે કારને ટક્કર મારતા પાંચને ગંભીર ઇજા
મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે સાચેંડી માર્ગ અકસ્માત પર ઉંડુ દુખ વ્યક્ત કર્યું
મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે સાચેંડી માર્ગ અકસ્માત પર ઉંડુ દુખ વ્યક્ત કર્યું છે. તેમણે વરિષ્ઠ અધિકારીઓને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચવા અને ઈજાગ્રસ્તોને વધુ સારી તબીબી સારવાર આપવા સુચના આપી છે. મુખ્યપ્રધાનએ જિલ્લા મેજિસ્ટ્રેટને આ દુર્ઘટનાના કારણોની તપાસ કરવા અને વહેલી તકે અહેવાલ રજૂ કરવા નિર્દેશ આપ્યો છે.