- ઝજ્જર જિલ્લાના બહાદુરગઢ માર્ગ અકસ્માત
- ટ્રકે અને કાર વચ્ચેઅકસ્માત
- પરિવારના આઠ લોકોના મોત
બહાદુરગઢ: હરિયાણાના ઝજ્જર જિલ્લાના બહાદુરગઢ (Accident in Bahadurgarh) માં એક મોટો માર્ગ અકસ્માત (Road Accident)થયો છે, જ્યાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના આઠ લોકોના મોત થયા છે, જ્યારે એક બાળક ઘાયલ થયુ છે. મૃતકોમાં એક બાળક અને ત્રણ મહિલાઓનો સમાવેશ થાય છે. ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી છે. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.
ટ્રકે કારને ટક્કર મારી
આ દુર્ઘટના બહાદુરગઢના બદલી અને ફારુખનગર વચ્ચે કેએમપી એક્સપ્રેસ વે હાઈવે (KMP Expressway Highway) પર થઈ હતી. અર્ટિગા કારમાં સવાર લોકો ગુરુગ્રામ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન પાછળથી આવતી ટ્રકે કારને ટક્કર મારી હતી, જેના કારણે 8 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અકસ્માત બાદ આરોપી ટ્રક ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આગળ પોલીસે તપાસ શરૂ કરી છે.
અકસ્માતમાં આઠ લોકોના મોત
મૃતકોની ઓળખ થવાની બાકી છે અને પોલીસે મૃતદેહોને ઓળખ અને પોસ્ટમોર્ટમ માટે બહાદુરગઢ જનરલ હોસ્પિટલમાં મોકલી આપ્યા છે. ઘટનાસ્થળે પહોંચેલા તપાસકર્તા પોલીસ અધિકારીએ જણાવ્યું કે અકસ્માતમાં આઠ લોકોના મોત થયા છે. ફરાર ટ્રક ચાલકની શોધખોળ ચાલુ છે. પોલીસ અકસ્માતની તપાસમાં લાગી છે. ઘાયલ બાળકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
આ કારમાં કુલ 11 લોકો હતા
આ અકસ્માતમાં માર્યા ગયેલા લોકો ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદના રહેવાસી હતા. હકીકતમાં, ફિરોઝાબાદના નાગલા અનૂપ ગામના લોકો ગોગા મેડીથી ઘરે પાછા જઈ રહ્યા હતા. અત્યાર સુધીની માહિતી મુજબ તમામ મૃતકો એક જ પરિવારના છે, આ તમામ લોકો ભાડાની અર્ટિગા કારમાં સવાર હતા. આ કારમાં કુલ 11 લોકો હતા. આ અકસ્માતમાં વાહન ચાલક, એક મહિલા અને એક બાળકનો જ આબાદ બચાવ થયો છે.
આ પણ વાંચોઃ Petrol and Diesel Price: આજે ફરી મોંઘું થયું પેટ્રોલ-ડીઝલ, જાણો ક્યાં શું કિંમત છે?
આ પણ વાંચોઃ વડોદરાના વાઘોડિયા રોડ પરના સનરાઇઝ કોમ્પલેક્ષમાં મોટાપાયે ચાલતું કુટણખાનું ઝડપાયું