ETV Bharat / bharat

નદીઓના જોડાણ માટે રાજ્યોએ રાષ્ટ્રીય અભિગમ દાખવવો જરૂરી

author img

By

Published : Feb 12, 2021, 10:56 PM IST

ભારતમાં દુનિયાની 18 ટકા વસતિ વસે છે, પણ તેની પાસે દુનિયાની માત્ર 2 ટકા ભૂમિ જ છે. દુનિયાની જળસંપત્તિનો માત્ર 4 હિસ્સો જ ભારતના ફાળે આવ્યો છે. જોકે ભારતની ઘણી નદીઓના જળ વેડફાઈ જાય છે, જેનો પૂરો ઉપયોગ હજી સુધી કરી શકાયો નથી. નદીના પાણીનો વધારે સારો ઉપયોગ કરવા માટે તેને એક બીજા સાથે જોડી દેવી જરૂરી છે.

નદીઓના જોડાણ
નદીઓના જોડાણ

જોકે એકતાનો અભાવ, પરસ્પર સહયોગનો અભાવ અને રાષ્ટ્રીય ભાવનાનો અભાવ આ ત્રણેય બાબતોને કારણે રાજ્યો નદીઓને એક બીજા સાથે જોડવા માટેની યોજના માટે સહમત થઈ શકતા નથી. આવા નકારાત્મક અભિગમના કારણે ઉલટાનું રાજ્યોએ જ ભોગવવું પડે છે અને કાંતો પુર કાંતો દુકાળનો ભોગ બનવું પડે છે.

કાવેરી જળ વિવાદની સુનાવણી ચાલતી હતી ત્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે નદીઓના જળ એ રાષ્ટ્રીય જળસંપદા છે. વાસ્તવિકતા એ છે કે આજેય આ જળસંપદાનો સામુહિક લાભ લેવાની બાબત મૃગજળ સમાન જ રહી છે. નેશનલ વૉટર ડેવલપમેન્ટ એજન્સી (NWDA)ના મનોમંથનનું તારણ પણ કંઈક આવું જ નીકળ્યું છે. હાલના મહિનાઓ દરમિયાન એજન્સીએ જુદા જુદા વિષયોને આવરી લઈને આ મુદ્દે ઘણા વેબીનાર કર્યા હતા.

એજન્સીએ એવું તારણ કાઢ્યું હતું કે રાજ્યો તેની પાસે રહેલા વધારાના જળજથ્થાની માહિતી આપતા નથી, પડોશી રાજ્યો વચ્ચે નદી જળની વહેંચણી માટે તકરાર થાય છે અને ટૂંકી દૃષ્ટિની સ્વાર્થી વિચારસરણીને કારણે નદીઓને એક બીજા જોડવાની યોજનામાં આગળ વધવું મુશ્કેલ બની રહ્યું છે. નદીઓના જોડાણની વાત આવે ત્યારે રાજ્યો વચ્ચે જળની વહેંચણી કેવી રીતે કરવી તે મુદ્દે વિખવાદ થાય છે અને સમસ્યા સર્જાય છે.

ગત માર્ચ મહિનામાં કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે જુદી જુદી નદીઓને ઇન્ટરલિન્ક કરવા માટે એક અલગથી કાર્યકારી તંત્ર ઊભું કરવામાં આવશે. જોકે હજી સુધી આવું તંત્ર ઊભું કરી શકાયું નથી. NWDA માને છે કે કાનૂની બાબતોના જાણકારોની એક સમિતિ બનાવી લેવામાં આવે તો નદીઓને જોડવાની બાબતમાં કોઈ કાયદો બનાવ્યા વિના પણ વચ્ચેનો રસ્તો નીકળી શકે છે.

એજન્સીએ એવી પણ ભલામણ કરી છે કે રિવર યુનિફિકેશન ઑથોરિટી (નદી જોડાણ સત્તામંડળ)ની રચના કરવી જોઈએ અને તેની સાથે એક રાષ્ટ્રીય જળ નીતિ તૈયાર કરી લેવી જોઈએ. આ ભલામણોનો અમલ માટે કેન્દ્ર સરકાર ઝડપથી વિચારે તે જરૂરી છે. સાથે જ રાજ્યો વચ્ચે આ મુદ્દે યોગ્ય સમજણ કેળવવામાં આવે તે પણ જરૂરી છે.

ભારતની નદીઓને એક બીજા સાથે જોડીને અછતવાળા વિસ્તારો સુધી જળસ્રોતો પહોંચાડવા માટેનો વિચાર સૌ પ્રથમ 1972માં ડૉ. કે. એલ. રાવે આપ્યો હતો. તેમણે ગંગા કાવેરી લિન્ક કેનાલ માટેની પરિકલ્પના કરી હતી. તેમની ગણતરી પ્રમાણે પટણા પાસે વર્ષમાં 150 દિવસ સુધી પૂર જેવી સ્થિતિ હોય છે. પટણા નજીક ગંગામાં 60,000 ક્યુસેક પાણી પુરની જેમ વહી જાય છે. તે પાણીને વાળીને કાવેરી તટપ્રદેશ સુધી લાવવામાં આવે તો 40 લાખ હેક્ટરને સિંચાઈની સુવિધા મળે એવી ગણતરી તેમણે કરી હતી. જોકે તેમની યોજના સાકાર થઈ શકી નથી.

અટલ બિહારી વાજપેયી વડા પ્રધાન બન્યા ત્યારે સુરેશ પ્રભુની આગેવાનીમાં નદીઓને જોડવા માટેની યોજના તૈયાર કરવા માટે એક સમિતિ બેસાડવામાં આવી હતી. સમિતિએ ગણતરી કરી હતી કે નદીઓને જોડી દેવામાં આવે તો દેશમાં 16 કરોડ હેક્ટર જમીનમાં સિંચાઈ થઈ શકે તેમ છે. સાથે જ જળવિદ્યુતના માધ્યમથી 34 ગીગા વૉટ્સ વીજળી ઉત્પન્ન થવાનો અંદાજ પણ સમિતિએ મૂક્યો હતો.

મૂળ યોજના પ્રમાણે નદીઓના ઇન્ટરલિન્કિંગ યોજનાનો જે ખર્ચ આવે તે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે 60:40ના ધોરણે વહેંચવાનો હતો. ગયા વર્ષે આ પ્રમાણમાં ફેરફાર કરીને કેન્દ્ર સરકાર 90 ટકા સુધીનો ખર્ચ ઉઠાવવા તૈયાર થઈ ગયું છે. તે રીતે 90:10ના પ્રમાણમાં રાજ્યોએ માત્ર 10 ટકા ખર્ચ ભોગવવાનો રહે. એવા પણ ઢોલ પીટવામાં આવ્યા હતા કે જલશક્તિ મંત્રાલય આંતરરાજ્ય 47 સિંચાઈ યોજનાઓનું પણ મૂલ્યાંકન કરશે. 9 રાજ્યો વચ્ચે આવી દરખાસ્તો પડેલી છે. જોકે આના ઢોલ પીટાયા કે તરત જ મધ્ય પ્રદેશ, કર્ણાટક, ઓડિશા અને બીજા રાજ્યોએ કેન્દ્રને પત્રો લખ્યા અને નદીઓના જોડાણનો વિરોધ કર્યો હતો.

સત્તાવાર આંકડાં પ્રમાણે ભારતમાં 1.87 લાખ કરોડ ક્યુબિક મીટર્સ જળસ્રોત નદીઓમાં ઉપલબ્ધ છે, પરંતુ તેમાંથી માત્ર 1.12 લાખ કરોડ ક્યુબિક મીટર પાણીનો જ ઉપયોગ થાય છે. આ રીતે મોટો જળજથ્થો નકામો જ દરિયામાં વહી જાય છે. નદીના જળનો મહત્તમ ઉપયોગ કરવાની બેદરકારીને કારણે એવી વક્રસ્થિતિ ઊભી થઈ છે કે એક તરફ સિંચાઈ માટે પાણી મળે નહિ અને બીજી બાજુ પુરથી નુકસાન થાય. કેટલીક જગ્યાએ નદીના પુરથી નુકસાન થાય અને કેટલાક વિસ્તારોમાં દુકાળ જેવી સ્થિતિ હોય.

તેના કારણે કૃષિ અને ઔદ્યોગિક બંને પ્રકારના વિકાસમાં આગળ વધી શકાતું નથી. નદીઓને એક બીજા સાથે જોડી દેવામાં આવે તો દેશને એકથી વધુ ફાયદા મળે તેમ છે. તેમાં મોડું કરવાને કારણે વર્ષોવર્ષ ફાયદા વેડફાઈ રહ્યા છે. રાજ્ય સરકારો સ્વાર્થી ગણતરીઓ છોડીને સમગ્ર દેશ માટેનો વિચાર કરશે તો જ કૃષિ ક્ષેત્રે વિકાસ થશે અને નદીઓને જોડીને તેના વેડફાઈ જતા પાણીને બચાવી શકશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.