- કોરોના મહામારીના કારણે મહારાષ્ટ્ર સૌથી વધુ પ્રભાવિત રાજ્ય
- મહારાષ્ટ્ર સરકારના આદેશ બાદધાર્મિક સ્થળો ખુલ્યા
- ભક્તો પુજા અર્ચના માટે મંદિરે પહોંચ્યા
મુંબઈ : મહારાષ્ટ્ર સરકારના આદેશ બાદ સોમવારથી બધા જ રાજ્યોમાં ધાર્મિક સ્થળો ખુલ્યા છે. જેમાં આજે નાગપુરમાં આવેલ શ્રી ગણેશ ટેકરી મંદિર ભક્તો માટે ફરીથી ખોલવામાં આવ્યું છે. મંદિર ખુલતાની સાથે જ ભક્તો પુજા અર્ચના માટે મંદિરે પહોંચ્યા હતા.
ધાર્મિક સ્થળોને ખોલવાની પરવાનગી આપવામાં આવી
આ પહેલા મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે શનિવારે કહ્યું કે, સોમવારથી બધા જ ધાર્મિક સ્થળો ખોલવામાં આવશે. જે કોરોના વાયરસના લૉકડાઉનને કારણે માર્ચથી બંધ હતા.રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી એસપીઓ હેઠળ પ્રતિબંધિત વિસ્તારોની બહાર આવેલા ધાર્મિક સ્થળોને ખોલવાની પરવાનગી આપવામાં આવી છે. ધાર્મિક સ્થળો ખોલવાના સમયનો નિર્ણય અધિકારીઓ લેશે. સાથે ધાર્મિક સ્થળોમાં કોરોના મહામારીને ધ્યાને લઈ ભક્તોને મંદિરમાં પ્રવેશવાની પરવાનગી આપવામાં આવશે.
લોકોએ અનુશાસનનું પાલન કરવાની જરુરી
દિવાળીની લોકોને શુભકામના પાઠવતા ઠાકરેએ કહ્યું કે, આપણે એ ક્યારે પણ ન ભુલવું જોઈએ કે, કોરોના વાયરસ રુપી દાનવ આપણે વચ્ચે છે.લોકોએ અનુશાસનનું પાલન કરવાની જરુરત છે.મુખ્યપ્રધાને કહ્યું કે, લોકોએ હોળી, ગણેશ ચતુર્થી, નવરાત્રિ સહિત અન્ય તહેવારોમાં અનુશાસન અને સયંમ દેખોડ્યો છે. વિપક્ષી ભાજપ રાજ્યોમાં ધાર્મિક સ્થળો બંધ રાખવા પર ઠાકરે પર નિશાન સાધતી હતી.