ETV Bharat / bharat

રિલાયન્સે આ લિમિટેડ કંપનીને રૂપિયા 1,592 કરોડમાં હસ્તગત કરી

author img

By

Published : Sep 14, 2022, 6:10 AM IST

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે રૂપિયા 1,592 કરોડમાં પોલિએસ્ટર ચિપ અને થ્રેડ મેકર હસ્તગત કરી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે દિલ્હી સ્થિત પ્યોર ડ્રિંક્સ ગ્રૂપ પાસેથી સ્થાનિક કોલ્ડ ડ્રિંક બ્રાન્ડ કેમ્પાને હસ્તગત કરી હતી. Reliance Industries Limited, Subhalakshmi Polyesters Limited, Subhalakshmi Politax Limited.

રિલાયન્સે આ લિમિટેડ કંપનીને રૂપિયા 1,592 કરોડમાં હસ્તગત કરી
રિલાયન્સે આ લિમિટેડ કંપનીને રૂપિયા 1,592 કરોડમાં હસ્તગત કરી

નવી દિલ્હી: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (Reliance Industries Limited) એ પોલિએસ્ટર ચિપ અને યાર્ન નિર્માતા શુભલક્ષ્મી પોલિએસ્ટર્સ લિમિટેડ (Subhalakshmi Polyesters Limited) ને રૂપિયા 1,592 કરોડમાં હસ્તગત કરી છે. RILએ શનિવારે સ્ટોક એક્સચેન્જની નોટિસમાં જણાવ્યું હતું કે, તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની રિલાયન્સ પેટ્રોલિયમ રિટેલ લિમિટેડએ શુભલક્ષ્મી પોલિએસ્ટર લિમિટેડ અને શુભલક્ષ્મી પોલિટેક્સ લિમિટેડના પોલિએસ્ટર બિઝનેસને હસ્તગત કરવા માટે એક નિર્ણાયક કરાર કર્યો છે.

કરોડોની ચુકવણી આ માહિતી અનુસાર, શુભલક્ષ્મી પોલિએસ્ટર્સ લિમિટેડ (SPL)ને રૂપિયા 1,522 કરોડમાં અને શુભલક્ષ્મી પોલિટેક્સ લિમિટેડ (Subhalakshmi Politax Limited) ને રૂપિયા 70 કરોડમાં હસ્તગત કરવા માટે કરાર કરવામાં આવ્યો છે. આ રીતે, કુલ રૂપિયા 1,592 કરોડની રોકડ ચુકવણી સાથે આ સંપાદન હાથ ધરવામાં આવ્યું છે. આ ડીલ પર હવે કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા ઉપરાંત હસ્તગત કરાયેલી કંપનીઓના સંબંધિત લેણદારોની મંજૂરી લેવાની રહેશે.

કરાર રિલાયન્સે આ વિશે જણાવ્યું હતું કે, આ એક્વિઝિશન તેના પોલિએસ્ટર બિઝનેસને વિસ્તારવાની કંપનીની વ્યૂહરચનાનો એક ભાગ છે. SPL એ નાણાકીય વર્ષ 2020 થી 21માં રૂપિયા 1,768.39 કરોડનો બિઝનેસ કર્યો હતો. જ્યારે આ જ સમયગાળા દરમિયાન SPtexનો કુલ બિઝનેસ રૂપિયા 267.40 કરોડ હતો. આ પહેલા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે સોલાર પાવર જનરેશન સેક્ટરમાં વધુ એક મોટું પગલું ભર્યું હતું. રિલાયન્સે સેન્સહોક (SenseHawk)નામની કંપની સાથે કરાર કર્યો.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ રિલાયન્સ સેન્સહોકમાં 79.4 ટકા હિસ્સો લેવા જઈ રહી છે, જે સોલર એનર્જી પ્રોડક્શન ઈન્ડસ્ટ્રીની સર્વિસ પ્રોવાઈડર કંપની (Solar Energy Production Industry) છે. તે જ સમયે, ઓગસ્ટના અંતમાં, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે દિલ્હી સ્થિત પ્યોર ડ્રિંક્સ ગ્રૂપ પાસેથી સ્થાનિક કોલ્ડ ડ્રિંક બ્રાન્ડ કેમ્પાને હસ્તગત (Reliance Industries acquires Campa) કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.