હિમાચલ પ્રદેશઃ સિમલામાં ભારે વરસાદને પરિણામે સમર હિલ વિસ્તારમાં ભૂસ્ખલનની દુઃખદ ઘટના ઘટી હતી. પ્રદેશ સરકારના મુખ્ય સચિવ પ્રબોધ સકસેનાએ નિવેદન આપ્યું છે કે અત્યાર સુધી આ દુર્ઘટનામાં કુલ 17 મૃતદેહો શોધી કાઢવામાં આવ્યા છે. જ્યારે એક જ પરિવારના બે લોકોના મૃતદેહો હજુ પણ લાપતા છે.
શિવ મંદિર દુર્ઘટનામાં યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી અભિયાન ચાલી રહ્યું છે. મારી ડ્રિસ્ટ્રિક્ટ લેવલે વાત થઈ છે. આ અભિયાનમાં અત્યાર સુધી કુલ 17 લોકોના મૃતદેહો શોધી કાઢવામાં આવ્યા છે. હજુ એક જ પરિવારના 2 મૃતદેહોની શોધખોળ ચાલી રહી છે.2થી 3 દિવસમાં આ મૃતહેહ મળી આવે તેવી સંભાવના છે... પ્રબોધ સકસેના(મુખ્ય સચિવ, હિમાચલ પ્રદેશ સરકાર)
સફરજન ટ્રાનસ્પોર્ટેશન માટે રોડ રીપેરિંગઃ આ વિસ્તારમાંથી આગામી 4 દિવસમાં સફરજનનું ટ્રાન્સપોર્ટેશન કરતો હેવી ટ્રાફિક શરૂ થઈ જશે. તેથી હિમાચલ પ્રદેશ સરકાર સરળતાથી ટ્રાન્સપોર્ટેશન થાય તેના પર પણ કામગીરી કરી રહી છે. જેમાં બીબીએમબી રોડનું સમારકામ પૂર્ણ થઈ ગયું છે. નેશનલ હાઈવેને સમારકામ કરવાની પ્રક્રિયા પણ ચાલુ જ છે. લગભગ 4 દિવસમાં સફરજનનું ટ્રાન્સપોર્ટેશન કરતા ટ્રાફિકને વ્યવસ્થિત રોડ મળી રહેવાની સંભાવના છે.
હિમાચલ પ્રદેશ માટે આ વર્ષનું ચોમાસુ અત્યંત કપરૂ: આ વર્ષે ભારે વરસાદને પરિણામે પ્રદેશમાં ભૂસ્ખલન અને પૂર જેવી ઘટનાઓ વારંવાર ઘટી છે. પ્રદેશ સરકારે સમગ્ર રાજ્યને કુદરતી આફત પ્રભાવિત વિસ્તાર જાહેર કર્યો છે. આ કુદરતી આફતમાં હિમાચલ પ્રદેશને કુલ 8000 કરોડથી વધુનું નુકસાન થયું છે.
હિમાચલ પ્રદેશમાં ચોમાસા દરમિયાન કુલ 113 ભૂસ્ખલન: જેમાં થયેલું નુકસાન અત્યંત ભયાવહ છે. કુલ 2,022 મકાનો સંપૂર્ણપણે નાશ પામ્યા છે જ્યારે 9,615 મકાનોને આંશિક નુકસાન થયું છે. ભારે વરસાદને પરિણામે કુલ 224 લોકોએ જીવ ગુમાવ્યો છે જ્યારે માર્ગ અકસ્માત અને ભૂસ્ખલનમાં કુલ 117 લોકોના કરૂણ મોત થયા છે. સરકારી આંકડા પ્રમાણે સમરહિલ વિસ્તારની દુર્ઘટનામાં અત્યાર સુધી કુલ 17 મૃતદેહોને શોધી કાઢવામાં આવ્યા છે. હજુ પણ બચાવ અને રાહતની કામગીરી ચાલી રહી છે.