ETV Bharat / bharat

...તો આ કારણે થયો ઋષભ પંતની કારનો અકસ્માત, મર્સિડીઝ સ્વાહા - ઋષભ પંત કાર અકસ્માત

ક્રિકેટર ઋષભ પંતની મર્સિડીઝ કારને (RISHABH PANT CAR ACCIDENT IN ROORKEE) આજે સવારે અકસ્માત નડ્યો હતો. અકસ્માત બાદ તરત જ મર્સિડીઝ કારમાં આગ લાગી હતી. આંખના પલકારામાં કાર આગનો ગોળો બની ગઈ. હાલમાં તેની દહેરાદૂનની મેક્સ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેને માથામાં બે ટાંકા આવ્યા છે. પગ, હાથના કાંડા ઉપરાંત પીઠના ભાગે ઈજા થઈ છે. ઋષભ પંતને અચાનક ઉંધ આવવાથી સમગ્ર ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. (REASON FOR ACCIDENT OF RISHABH PANT)

ક્રિકેટર ઋષભ પંતની મર્સિડીઝ કાર
ક્રિકેટર ઋષભ પંતની મર્સિડીઝ કાર
author img

By

Published : Dec 30, 2022, 5:14 PM IST

ઋષભ પંતની કાર અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા

દેહરાદૂન: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંતનો (CRICKETER RISHABH PANT) આજે સવારે રૂરકી પાસે (RISHABH PANT CAR ACCIDENT IN ROORKEE) અકસ્માત થયો હતો. આ અકસ્માત એટલો ખતરનાક હતો કે જોનારાઓ ચોંકી ગયા હતા. આંખના પલકારામાં તેની કાર રાખ થઈ ગઈ. જણાવવામાં આવી રહ્યું છે કે ઋષભ પંત દિલ્હીથી એકલો ડ્રાઇવ કરીને રૂડકી ઘરે આવી રહ્યો હતો. તેથી જ તેને ઉંઘ આવી અને આ અકસ્માત થયો. (REASON FOR ACCIDENT OF RISHABH PANT)

ઉંધ આવવાથી સર્જાયો અકસ્માત: અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તેના પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ઋષભ પંતે કારનો કાચ તોડીને ખૂબ જ મુશ્કેલીથી પોતાનો જીવ બચાવ્યો હતો. તે સમયસર કારમાંથી બહાર નીકળી ગયો. તે સમયે સ્થાનિક લોકોએ પણ ઋષભને બચાવવામાં કોઈ કસર છોડી ન હતી. આ અકસ્માત આજે સવારે થયો હતો. માનવામાં આવે છે કે રૂરકીના તેરાઈ વિસ્તારમાં ગાઢ ધુમ્મસના કારણે પણ આવા અકસ્માતો થઈ રહ્યા છે. એક્સપર્ટ્સનું માનવું છે કે ડ્રાઇવિંગ કરતી વખતે ઋષભ પંતને ઉંઘ આવવાથી તેનો પગ સ્પીડ બ્રેકર પર લાગવાથી ગાડીએ સ્પીડ પકડી હોય તેવું બની શકે.

આ પણ વાંચો: શ્રીલંકા સામેની T20 અને ODI શ્રેણી માટે ભારતીય ટીમની પસંદગી, હાર્દિક પંડ્યાનું પ્રમોશન

સીસીટીવી ફુટેજ આવ્યા સામે: રૂરકીના એસપી દેહત સ્વપ્ના કિશોરનું કહેવું છે કે સ્થળ પર જે પ્રકારની સ્થિતિ છે તે ખૂબ જ ભયાનક છે. કાર લગભગ 20 લોખંડના સળિયા તોડીને આગળ વધી હતી, જેમાં એક પોલ પણ તૂટી ગયો હતો. જ્યારે તેણે ઈજાગ્રસ્ત અવસ્થામાં ઋષભ પંત સાથે વાત કરી તો ઋષભ પંતે જણાવ્યું કે તેમને અચાનક ઉંધ આવી ગઈ હતી. જ્યારે એસપી દેહતને પૂછવામાં આવ્યું કે શું ઓવરસ્પીડ પણ અકસ્માતનું કારણ હોઈ શકે છે. આ અંગે તેમણે કહ્યું કે અત્યારે કંઈ કહી શકાય તેમ નથી, પરંતુ જે રીતે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તે જોઈને લાગે છે કે વાહન ખૂબ જ ઝડપે હતું અને અચાનક કાબૂ બહાર થઈ ગયું હતું. આ હાલમાં તપાસનો વિષય છે પરંતુ સ્થળ પર ન તો કોઈ વળાંક છે કે ન તો કોઈ અકસ્માત ગ્રસ્ત વિસ્તાર છે. એટલા માટે શક્ય છે કે ઋષભ પંતને ઉંઘ આવવાથી સમગ્ર ઘટના સર્જાઈ હોય.

આ પણ વાંચો: Hockey World Cup 2023: ઇવેન્ટને ભવ્ય બનાવવા મુખ્યપ્રધાનોને આમંત્રણ

ઋષભ હાલ સારવાર હેઠળ: તમને જણાવી દઈએ કે ભારતની ODI અને T20 ટીમમાંથી બહાર થયા બાદ ઋષભ પંત ભારત આવ્યા બાદ દિલ્હીથી પોતાના ઘર રૂરકી આવી રહ્યો હતો. પરંતુ સવાલ એ પણ ઉઠે છે કે જો તેની સાથે ડ્રાઈવર હોત તો કદાચ આ અકસ્માત ન થયો હોત. હાલમાં તેની દહેરાદૂનની મેક્સ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને લોકો તેને ઝડપથી સાજા થાય તેવી શુભેચ્છા પાઠવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.