ETV Bharat / bharat

Ramoji Groupની કંપનીઓને પ્રવાસન ક્ષેત્રે બે પુરસ્કારો એનાયત થયા - World Tourism Day

હૈદરાબાદ સ્થિત રામોજી ફિલ્મ સિટીને (RAMOJI FILM CITY) તેલંગાણા રાજ્ય પ્રવાસન પુરસ્કાર સમારંભમાં શ્રેષ્ઠતા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી હતી. રામોજી ફિલ્મ સિટીએ સિટીઝન મેનેજમેન્ટ કેટેગરીમાં બેસ્ટ ટુરિસ્ટ પ્લેસ નો એવોર્ડ જીત્યો અને રામોજી ગ્રુપની 'હોટેલ સિતારા' ને ફોર સ્ટાર હોટેલ કેટેગરીમાં એક્સેલન્સ એવોર્ડ મળ્યો.

રામોજી ગ્રુપની કંપનીઓને પ્રવાસન ક્ષેત્રે બે પુરસ્કારો એનાયત થયા

author img

By

Published : Sep 28, 2021, 10:42 AM IST

  • રામોજી ફિલ્મ સિટીને શ્રેષ્ઠતા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી
  • 'હોટેલ સિતારા' ને ફોર સ્ટાર હોટેલ કેટેગરીમાં એક્સેલન્સ એવોર્ડ મળ્યો
  • રામોજી ફિલ્મ સિટી 8 ઓક્ટોબર, 2021 થી કોવિડ સુરક્ષા ધોરણો સાથે પ્રવાસીઓ માટે ખુલશે

હૈદરાબાદ: પ્રવાસીઓને ઉત્તમ સેવાઓ આપવા બદલ રામોજી ફિલ્મ સિટીને પ્રવાસન ક્ષેત્ર શ્રેષ્ઠતા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. વિશ્વ પ્રવાસન દિવસ (27 સપ્ટેમ્બર) ના અવસર પર, તેલંગણાના પ્રવાસન વિભાગ દ્વારા રામોજી ફિલ્મ સિટીને પ્રવાસી સ્થળના શ્રેષ્ઠ નાગરિક સંચાલનમાં શ્રેષ્ઠતા પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તે જ સમયે, રામોજી ગ્રુપના ડોલ્ફિન ગ્રુપની હોટેલ સિતારાને ફોર સ્ટાર હોટેલ કેટેગરીમાં શ્રેષ્ઠતા પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેલંગાણાના પર્યટન પ્રધાન વી શ્રીનિવાસ ગૌડે એ હૈદરાબાદ શહેરના બેગમપેટ ખાતે પ્લાઝા હોટલમાં આયોજિત કાર્યક્રમમાં રામોજી ગ્રુપની કંપનીઓને આ પુરસ્કારોથી સન્માનિત કર્યા. કાર્યક્રમમાં ઉપસ્થિત રામોજી ગ્રુપના પ્રતિનિધિઓએ એવોર્ડ સ્વીકાર્યો હતો.

રામોજી ગ્રુપની કંપનીઓને પ્રવાસન ક્ષેત્રે બે પુરસ્કારો એનાયત થયા
રામોજી ગ્રુપની કંપનીઓને પ્રવાસન ક્ષેત્રે બે પુરસ્કારો એનાયત થયા

આ પણ વાંચો : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પાકની ખાસ 35 જાતો રાષ્ટ્રને સમર્પિત કરશે

તેલંગાણામાં 20 ઐતિહાસિક સ્થળો છે જેને વિશ્વ પ્રવાસન નકશામાં સમાવી શકાય

પ્રવાસન પ્રધાને તેલંગાણા રાજ્ય પ્રવાસન પુરસ્કાર સમારંભમાં વિવિધ શ્રેણીઓમાં પુરસ્કારો રજૂ કર્યા. બેસ્ટ ગ્રીન હોટેલ કેટેગરીમાં, તારામતી બરાદરીએ પ્રથમ ઇનામ જીત્યું. પ્રવાસન પ્રધાન શ્રીનિવાસ ગૌડે કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, તેલંગાણામાં 20 ઐતિહાસિક સ્થળો છે, જેને વિશ્વ પ્રવાસન નકશામાં સમાવી શકાય છે. વિશ્વ પ્રવાસન દિવસની ઉજવણી દરમિયાન કહ્યું કે તેલંગાણામાં અન્ય રાજ્યોની સરખામણીમાં વધુ સુંદર પ્રવાસન સ્થળો છે.

8 ઓક્ટોબર, 2021 થી કોવિડ સુરક્ષા ધોરણો સાથે પ્રવાસીઓ માટે ખુલશે

રામોજી ફિલ્મ સિટીના ઉપાધ્યક્ષ કે. વેંકટ રત્નમે આ પુરસ્કારો માટે ખુશી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે, તેમણે કહ્યું કે રામોજી ફિલ્મ સિટી 8 ઓક્ટોબર, 2021 થી કોવિડ સુરક્ષા ધોરણો સાથે પ્રવાસીઓ માટે ખુલશે. ડોલ્ફિન હોટલના જનરલ મેનેજર ટી.આર.એલ રાવે જણાવ્યું હતું કે, હોટેલ સિતારાને વર્લ્ડ ક્લાસ ડાઇનિંગ અને ગેસ્ટ હોસ્ટિંગ સુવિધાઓ પૂરી પાડવા બદલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. તેમણે તેલંગાણા સરકાર દ્વારા હોટલની સેવાઓ માટે સન્માનિત થવા પર ખુશી વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો : ભારત પરમાણુ હથિયાર મુક્ત વિશ્વ બનાવવા માટે પ્રતિબદ્ધ : વિદેશ સચિવ

વિશ્વ પ્રવાસન દિવસ પર ભવ્ય સમારોહનું આયોજન કરાયું

તેલંગાણા સરકારે વિશ્વ પ્રવાસન દિવસ પર એક ભવ્ય સમારોહનું આયોજન કર્યું હતું. તેમાં મોટી સંખ્યામાં પુરસ્કાર વિજેતાઓ, ટ્રાવેલ એજન્ટો અને હોટલ મેનેજમેન્ટના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટે વિશેષ પ્રયાસો કરતી વિવિધ સંસ્થાઓને શ્રેષ્ઠતા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા. આ પુરસ્કારોની જાહેરાત ગયા વર્ષે કરવામાં આવી હતી, પરંતુ કોવિડ રોગચાળાને કારણે, આ વર્ષે વિજેતાઓને ઇનામો આપવામાં આવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.