નવી દિલ્હીઃ રામ જન્મભૂમિ અયોધ્યામાં મંદિર નિર્માણનું કામ જોર શોરથી ચાલી રહ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકારી અધ્યક્ષ આલોકકુમારે કહ્યું કે 22 જાન્યુઆરી 2024ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ મંદિરનું ઉદ્દઘાટન કરશે. આ દિવસને ઐતિહાસિક રીતે મહત્વનો બનાવવા માટે વિશ્વ હિન્દુ પરિષદ પણ જોર શોરથી તૈયારી કરી રહ્યું છે. આ દિવસે હિન્દુ સમાજના લોકો ઘરોમાં ન રહે અને દેશના 7 લાખ મંદિરોમાં પૂજા અર્ચના કરે.
બ્રોડવે રામલીલાઃ દિલ્હીના નેતાજી સુભાષ પ્લેસમાં આર્યન હેરિટેજ ફાઉન્ડેશન દ્વારા આયોજિત બ્રોડવે રામલીલામાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકારી અધ્યક્ષ આલોકકુમારે રામલીલા માણવા પધાર્યા હતા. આલોકકુમારે હાજર રહેલા હજારો દર્શકોને અપીલ કરી છે કે દરેક નાગરિક રામ મંદિર ઉદ્દઘાટનમાં કેવી રીતે સંકળાઈ શકે છે. તેમણે કહ્યું કે અયોધ્યામાં જે દિવસે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થશે તે દિવસે ભકતોને અપીલ છે કે આપના નજીકના મંદિર જાવ. મંદિરમાં પૂજા અર્ચના કરો. જ્યારે અયોધ્યામાં આરતી થાય ત્યારે મંદિરોમાં દીપ પ્રાગટ્ય કરી આરતી કરે.
પીળા ચોખાથી આમંત્રણઃ આલોકકુમારે વધુમાં જણાવ્યું કે લગભગ 90 દિવસ બાદ જાન્યુઆરીમાં આ પ્રસંગ આવશે. જ્યારે 500 વર્ષ બાદ રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થશે. આગામી દિવસોમાં વિશ્વ હિન્દુ પરિષદ લોકોમાં પીળા ચોખા વહેંચીને રામ મંદિર ઉદ્દઘાટન પ્રસંગે હાજર રહેવા આમંત્રણ આપશે. જેમાં દરેક ભક્ત અયોધ્યા ન પહોંચી શકે તો નજીકના હિન્દુ મંદિરે પધારે. આ મંદિરમાં અયોધ્યાની આરતી થાય ત્યારે પૂજા અર્ચના કરે અને દીપ પ્રાગટ્ય કરે. આ રીતે ભકતો રામ મંદિરના ઉદ્દઘાટનને યાદગાર બનાવી શકશે.
બીજી દિવાળીઃ આલોકકુમારે કહ્યું કે આ વખતે બે વાર દિવાળી મનાવશે. પહેલી દિવાળી નવેમ્બરમાં આવશે જે આપણે સદીથી ઉજવીએ છીએ. બીજી દિવાળી જ્યારે રામ મંદિરનું ઉદ્દઘાટન થશે જ્યારે રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થશે. રામલીલા જોવા પધારેલા ભાજપ સાંસદ હર્ષવર્ધને કહ્યું કે 500 વર્ષ જૂનું સપનું સાકાર થશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હાથે 22 જાન્યુઆરી 2024ના રોજ રામ મંદિરનું ઉદ્દઘાટન થશે. આ પ્રસંગ ઘણા લોકોના ત્યાગ, તપસ્યાનું પરિણામ છે.
3 કલાકમાં સમગ્ર સંપૂર્ણ રામાયણઃ રાજેન્દ્ર મિત્તલ, જો બ્રોડવે રામલીલા અને આર્યન હેરિટેજ ફાઉન્ડેશનના અધ્યક્ષ છે તેમણે કહ્યું કે રામલીલામાં બહુજ સરળ હિન્દી ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેથી ચાર વર્ષનો બાળક પણ સરળતાથી સમજી શકે. આ પ્રોડક્શનનું સ્ટેજ અને ગ્રાફિક ડિઝાઈન એટલું ભવ્ય છે કે દર્શ સ્વયં ત્રેતાયુગમાં હોવાનો અનુભવ કરી શકે. બ્રોડવે રામલીલામાં 18 ઓરિજિનલ ગીતો છે જેને ઉદિત નારાયણ અને કૈલાશ ખેર જેવા પ્રખ્યાત ગાયકોએ ગાયા છે.બ્રોડવે રામલીલામાં ડિજિટલ પ્રયોગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેમાં એક હાઈબ્રિડ રામલીલાનું આકર્ષક મંચન કરવામાં આવ્યું છે. સંપૂર્ણ રામાયણને માત્ર 3 કલાકમાં પ્રદર્શિત કરવામાં આવે છે.