- શ્યોપુરમાં યોજાશે કિસાનોની મહાપંચાયત
- 8 માર્ચના રોજ જૈદા મંડીમાં યોજાશે મહાપંચાયત
- રાકેશ ટિકૈટ અને ગુરનામ સિંહ સહિતના કિસાન નેતાઓ રહેશે ઉપસ્થિત
મધ્યપ્રદેશઃ કૃષિ કાયદા વિરૂદ્વ કિસાનોનું આદોલન હજી ચાલુ છે. કિસાનો યૂપી, હરિયાણા, પંજાબની સાથે રાજસ્થાનમાં મહા પંચાયત કરી રહ્યા છે. ત્યારે હવે આ મહાપંચાયત મધ્યપ્રદેશમાં પણ કરાશે. મધ્યપ્રદેશના શ્યોપુરમાં કિસાનોની મહાપંચાયત થશે.
6 જિલ્લાના કિસાનો જોડાશે
8 માર્ચના રોજ શ્યોપુરની જૈદા મંડીમાં કીસાનોની મહાપંચાયત થશે. આ મહાપંચાયતમાં ભારતીય કિસાન ચૂનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈટ અને કિસાન યૂનિયનના રાષ્ટ્રીય અધ્યક્ષ ગુરનામ સિંહ સહિત કેટલાય કિસાન નેતાઓ ઉપસ્થિત રહેશે. કિસાન મહાપંચાયતમાં રાજસ્થાનના કોટા, બારા, માધવપુર સહિત મધ્ય પ્રદેશના શ્યોપુર, શિવપુરી, ગુણા સહિત 6 જિલ્લાના કિસાનો જોડાશે. આ કિસાન પંચાયત કૃષિ કાયદાના વિરોધમાં 8 માર્ચે જૈદા મંડીમાં આયોજીત થશે.
કેટલાય રાજ્યમાં યોજાઈ હતી મહાપંચાયત
કેન્દ્ર સરકારના ત્રણેય કૃષિ કાયદા વિરૂદ્વ ચાલી રહેલુ કિસાન આંદોલન હવે દિલ્લીની સરહદો તેમજ હરિયાણા, પંજાબ સુધી જ સીમિત નથી રહ્યું, હરિયાણાના જીંદ અને રોહતક, ઉત્તરાખંડના રૂડકી અને ઉત્તર પ્રદેશના મથુરામાં કિસાનોના મુદ્દાને લઈને કિસાન મહાપંચાયતોનું આયોજન થયું હતું. આ ઉપરાત યૂપીના બિસનૌર, સહારનપુર અને રાજસ્થાનમાં પણ મહાપંચાયતનું આયોજન થયું હતું. 26 જાન્યુઆરીની ઘટના બાદ દિલ્હી-ઉત્તર પ્રદેશની ગાજીપુર બોર્ડર પર પ્રદર્શન કરી રહેલા કિસાન નેતા રાકેશ ટિકૈતની ભાવુક અપીલ બાદ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન અને હરિયાણામાં ગોમા ગામમાં ખેડૂતો સક્રિય થયા છે અને કિસાન આંદોલનમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે.