ETV Bharat / bharat

રાકેશ અસ્થાનાની દિલ્હી પોલીસ કમિશનરના પદ પર નિમણૂકને પડકારતી અરજી પર આજે Delhi High Courtમાં સુનાવણી - કાયદાનો દુરુપયોગ

દિલ્હી હાઈકોર્ટ IPS અધિકારી રાકેશ અસ્થાનાની દિલ્હી પોલીસ કમિશનરના પદ પર નિમણૂકને પડકારતી અરજી પર આજે સુનાવણી કરશે. ચીફ જસ્ટિસ ડી. એન. પટેલની અધ્યક્ષતાવાળી બેન્ક આ મામલાની સુનાવણી કરશે.

રાકેશ અસ્થાનાની દિલ્હી પોલીસ કમિશનરના પદ પર નિમણૂકને પડકારતી અરજી પર આજે Delhi High Courtમાં સુનાવણી

author img

By

Published : Sep 1, 2021, 8:45 AM IST

  • દિલ્હી હાઈકોર્ટમાં આજે IPS અધિકારી રાકેશ અસ્થાનાની અરજી પર સુનાવણી
  • રાકેશ અસ્થાનાની દિલ્હી પોલીસ કમિશનરના પદ પર નિમણૂકને પડકારતી અરજી પર સુનાવણી
  • ચીફ જસ્ટિસ ડી. એન. પટેલની અધ્યક્ષતાવાળી બેન્ચ આ મામલાની સુનાવણી કરશે

નવી દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટ IPS અધિકારી રાકેશ અસ્થાનાની દિલ્હી પોલીસ કમિશનરના પદ પર નિમણૂકને પડકારતી અરજી પર આજે સુનાવણી કરશે. ચીફ જસ્ટિસ ડી. એન. પટેલની અધ્યક્ષતાવાળી બેન્ચ આ મામલાની સુનાવણી કરશે. 31 ઓગસ્ટે સુનાવણી દરમિયાન વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું હતું કે, તેમણે રાકેશ અસ્થાનાની દિલ્હી પોલીસ કમિશનરના પદ પર નિમણૂકને પડકાર આપતી જે અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી છે. તેનું જ કટ એન્ડ પેસ્ટ કરીને હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે.

આ પણ વાંચો- સુપ્રીમ કોર્ટના 9 નવા ન્યાયાધીશોએ પદના શપથ ગ્રહણ કર્યા

અમારા આરોપ સરકાર સામે છેઃ ભૂષણ

તેમણે વધુમાં કહ્યું હતું કે, આ કાયદાનો દુરુપયોગ છે. આ મામલામાં ન તો અરજીકર્તાએ અને ન તો સરકારે જણાવ્યું કે, આ મામલો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. આના પર કેન્દ્ર તરફથી રજૂ એડિશનલ સોલિસિટર જનરલ ચેતન શર્માએ કહ્યું હતું કે, તે આ તથ્યને નહતા જાણતા. ત્યારે ભૂષણે કહ્યું હતું કે, અમારા આરોપ કેન્દ્ર સરકાર સામે છે. જ્યારે સુપ્રીમ કોર્ટમાં અમારી અરજી પર સુનાવણી થઈ હતી. ત્યારે કેન્દ્ર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતા રજૂ થયા હતા અને તે આ મામલાને જાણતા હતા. ત્યારબાદ કોર્ટે આ મામલાની સુનાવણી આજ સુધી ટાળી દીધી હતી.

આ પણ વાંચો- 100થી વધુ દેશોમાં વૈવાહિક દુષ્કર્મની મળે છે સજા, જાણો શું છે ભારતમાં કાયદો?

પ્રશાંત ભૂષણે રાકેશ અસ્થાનાની નિમણૂકને પડકારી

24 ઓગસ્ટે સુનાવણી દરમિયાન પ્રશાંત ભૂષણે કહ્યું હતું કે, તેમણે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી રાકેશ અસ્થાનાની દિલ્હી પોલીસ કમિશનરના પદ પર નિમણૂકને પડકારી છે. ત્યારબાદ કોર્ટે સુનાવણી ટાળવાનો આદેશ આપ્યો હતો. 25 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટે પ્રશાંત ભૂષણની અરજી પર સુનાવણી કરવાનો ઈનકાર કરી દીધો હતો અને દિલ્હી હાઈકોર્ટને નિર્દેશ આપ્યો હતો કે, તે 2 અઠવાડિયામાં મામલો પૂર્ણ કરે.

અરજીકર્તાને તેમની અરજી અંગે પ્રશ્નો પુછાયા

સુપ્રીમ કોર્ટે પ્રશાંત ભૂષણને હાઈકોર્ટમાં પોતાની વાત રાખવાનો નિર્દેશ કર્યો હતો. ગઈ 18 ઓગસ્ટે હાઈકોર્ટે કેન્દ્ર સરકારને પૂછ્યું હતું કે, શું રાકેશ અસ્થાનાની દિલ્હી પોલીસ કમિશનરના પદ પર નિમણૂકને પડકાર આપતી અરજી બીજી કોઈ કોર્ટમાં પેન્ડિંગ છે. સુનાવણી દરમિયાન અરજીકર્તાને પૂછવામાં આવ્યું હતું કે, તમે જણાવો કે તમારી અરજી સુનાવણી યોગ્ય કઈ રીતે છે.

રાકેશ અસ્થાનાની નિમણૂક ઉલ્લંઘન છે

રાકેશ અસ્થાનાની નિમણૂક સામે આ અરજી દિલ્હીના વકીલ બદરે આલમે દાખલ કરી છે. આમાં કહેવામાં આવ્યું હતું કે, વર્ષ 1984ની બેચના IPS અધિકારી રાકેશ અસ્થાનાની તેમની નિવૃત્તિના 4 દિવસ પહેલા 27 જુલાઈએ નિમણૂક કરવામાં આવી છે. તેમની નિમણૂક સુપ્રીમ કોર્ટના પ્રકાશ સિંહના નિર્ણયમાં આપવામાં આવેલા દિશા-નિર્દેશોનું ઉલ્લંઘન છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.