- ગૃહમાં સામાન્ય બજેટ પર ચર્ચા કરવામાં આવી
- અલંગના શિપ બ્રેકિંગ સ્ક્રેુપમાંથી 20 એમએલ સુધીના સ્ટીલ બાર બનાવવાની મંજૂરી આપવી જોઈએઃ શક્તિસિંહ ગોહિલ
- કૃષિ કાયદાથી કેટલુ નુકસાન થાશે તે ખેડૂતો જાણે છેઃ શક્તિસિંહ ગોહિલ
ન્યુ દિલ્હીઃ બજેટ સત્રના પ્રથમ તબક્કાના અંતિમ દિવસે રાજ્યસભાની કાર્યવાહી શરૂ થઈ હતી. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે શુક્રવારે ગૃહમાં બજેટની ચર્ચા પર જવાબ આપ્યો હતો. રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે ગૃહમાં કેન્દ્રીય બજેટ 2021-22 પર ચાલી રહેલી ચર્ચામાં જણાવ્યું કે, નબળા, ગરીબ, મધ્યમ વર્ગ, સરકારી કર્મચારીઓને આત્મનિર્ભર બનવાનું કહેવામાં આવ્યું છે. તેઓએ કહ્યું કે, મોટા ઉદ્યોગકારો, મૂડીવાદીઓનું રક્ષણ કરતું કેન્દ્રીય બજેટ છે.
ઈલેક્ટ્રોનિક વસ્તુઓ મોંઘી થશેઃ શક્તિસિંહ ગોહિલ
શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે, ઈનકમ ટેક્સના સ્લેબમાં ટી એન્ડ સી (નિયમો અને શરત) લગાવીને છેતરવામાં આવ્યા છે. ઈમ્પોટેડ સ્કેપ પર 0 ટકા ડ્યૂટી અને શિપ બ્રેકિંગ પર 2.50 ટકા ડ્યુટી શા માટે? શિપ બ્રેકિંગ મજૂરોને રોજગારી આપે છે, તેથી તેની ઉપર ડ્યૂટી 0 ટકા હોવી જોઈએ. તેમજ તેમણે કહ્યું કે, રોલિંગ મિલોને અલંગના શિપ બ્રેકિંગ સ્ક્રેુપમાંથી 20 એમએલ સુધીના સ્ટીલ બાર બનાવવાની મંજૂરી આપવી જોઈએ. કૃષિ કાયદાને લઈને શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, કૃષિ કાયદો APMCને મળતા સેસને ખતમ કરી નાખશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઈલેક્ટ્રોનિક વસ્તુઓ, સુરતી કપડાં, રેશમ, પ્લાસ્ટિક, લેધર, ઉર્જા ઉપકરણો, કપડાં, એલઇડી બલ્બ, ફ્રીજ, એસી બધું મોંઘુ થશે. કૃષિ કાયદાથી કેટલુ નુકસાન થાશે તે ખેડૂતો જાણે છે, આ માટે જ તેઓ પોતાના હકની લડાઈ લડી રહ્યા છે.
કોવિડ -19 પહેલાના સમયગાળામાં ભારતનું અર્થતંત્ર આઈસીયુમાં હતું
આ પહેલા બુધવારે બજેટ અંગેની સામાન્ય ચર્ચામાં મહારાષ્ટ્રના કોંગ્રેસના સાંસદ પી.ચિદમ્બરમે ચર્ચા દરમિયાન કહ્યું હતું કે, નોબેલ પુરસ્કાર વિજેતા અભિજીત બેનર્જીએ કહ્યું હતું કે, કોવિડ -19 પહેલાના સમયગાળામાં ભારતનું અર્થતંત્ર આઈસીયુમાં હતું. તેણે કહ્યું, 'મારી વાતોને ચિહ્નિત કરો.' ચિદમ્બરમે કહ્યું કે, કેન્દ્ર દ્વારા સૂચિત મહેસૂલ આવશ્યકતાઓ મહત્વાકાંક્ષી છે અને મહેસુલ ખર્ચમાં વધારો થશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, અંદાજિત કુલ ઘરેલુ ઉત્પાદન (જીડીપી) નો વિકાસ દર 14.8% છે પરંતુ તે 11% રહેશે. ચિદમ્બરમે કહ્યું કે આ વર્ષે વૃદ્ધિ -10 થી વધીને 8 અથવા 9 ટકા થઈ જશે અને આ મેકેનિકલ વૃદ્ધિ છે. તેમણે કહ્યું કે, સરકારે આ માટે ક્રેડિટ ન લેવી જોઈએ. કોવિડ -19 ની પહેલા જેવી અર્થવ્યવસ્થા સુધી પહોંચવામાં બે વર્ષનો સમય લાગશે.