ETV Bharat / bharat

IPL 2022: RR એ CSK ને 5 વિકેટે હરાવ્યું, પોઈન્ટ ટેબલમાં ટોપ-2માં સ્થાન - RAJASTHAN ROYALS WON BY 5 WICKETS

શુક્રવારે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં (IPL 2022) રમાયેલી IPL 2022ની 68મી મેચમાં રાજસ્થાન રોયલ્સ (RR) એ મેચ 5 વિકેટે જીતી (RAJASTHAN ROYALS WON BY 5 WICKETS) લીધી હતી. આ જીત સાથે રાજસ્થાન રોયલ્સ 18 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોપ-2માં સામેલ થઈ (RR vs CSK) ગઈ છે. હવે તે પ્રથમ ક્વોલિફાયરમાં ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે. બંને ટીમોને ફાઇનલમાં પહોંચવાની બે તક મળશે.

IPL 2022: 'રોયલ'ની 5 વિકેટથી જીત સાથે ટોપ-2માં રાજસ્થાન, અશ્વિને મોઈનની ઈનિંગને ઢાંકી દીધી

author img

By

Published : May 21, 2022, 7:29 AM IST

મુંબઈ: યશસ્વી જયસ્વાલ (59) અને રવિચંદ્રન અશ્વિન (40)ની મદદથી રાજસ્થાન રોયલ્સ (RR) એ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ને પાંચ વિકેટે હરાવ્યું (IPL 2022) હતું. ચેન્નાઈએ 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 150 રન બનાવ્યા હતા. તેમજ રવિચંદ્રન અશ્વિનને બેટિંગ અને બોલિંગમાં (RR vs CSK) તેના શ્રેષ્ઠ પ્રદર્શન માટે 'મેન ઓફ ધ મેચ' જાહેર કરવામાં આવ્યો (RAJASTHAN ROYALS WON BY 5 WICKETS) હતો.

આ પણ વાંચો: IPL 2022 પ્લેઓફમાં રોમાંચક જંગ, જાણો હવે કોની પાસે કેટલી તક

રાજસ્થાનની શરૂઆત ખરાબ રહીઃ 151 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સ ટીમની શરૂઆત ખરાબ રહી (RR Won By 5 Wickets Againts CSk) હતી. ટીમે બીજી ઓવરમાં જોસ બટલરની વિકેટ ગુમાવી દીધી હતી. બોલર સિમરજીત સિંહે બટલરને (2) પોતાની પહેલી જ ઓવરમાં મોઈન અલીના હાથે કેચ કરાવ્યો હતો. તેના પછી કેપ્ટન સંજુ સેમસન ક્રિઝ પર આવ્યો અને ઓપનર યશસ્વી જયસ્વાલ સાથે ઇનિંગ્સને આગળ ધપાવી. પાવરપ્લે દરમિયાન ટીમે એક વિકેટ ગુમાવીને 52 રન બનાવ્યા હતા.

અશ્વિન-જયસ્વાલની શાનદાર ભાગીદારીઃ બીજી વિકેટ માટે બંને બેટ્સમેન વચ્ચે 51 રનની ભાગીદારી નોંધાઈ હતી. જોકે, સેમસન બોલર સેન્ટનરની ઓવરમાં કેચ આઉટ થયો હતો અને 20 બોલમાં 15 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. સેમસનના આઉટ થયા બાદ બેટ્સમેન દેવદત્ત પડિક્કલ ક્રિઝ પર આવ્યો હતો પરંતુ, બોલર મોઈન અલીની ઓવરમાં 3 રન બનાવીને પદિકલ પણ આઉટ થયો હતો. મોઈન અલીની આ બીજી વિકેટ હતી. તેના પછી રવિચંદ્રન અશ્વિન ક્રિઝ પર આવ્યો અને જયસ્વાલ સાથે ઇનિંગ્સને આગળ ધપાવી. જો કે બંને બેટ્સમેનોએ શાનદાર ઇનિંગ્સ રમી હતી.

રાજસ્થાન માટે જયસ્વાલે સૌથી વધુ રન બનાવ્યા: જયસ્વાલે 39 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. તેણે 39 બોલમાં 50 રન બનાવ્યા હતા. આ ટીમની પ્રથમ સર્વોચ્ચ ઈનિંગ હતી, પરંતુ જયસ્વાલ બોલર પ્રશાંત સોલંકીની ઓવરમાં મેથીસા પથિરાનાના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 44 બોલમાં 59 રનની ઇનિંગ રમી જેમાં એક છગ્ગો અને આઠ ચોગ્ગા સામેલ હતા. બીજા છેડે અશ્વિન ઇનિંગ સંભાળી રહ્યો હતો. જયસ્વાલ બાદ હેટમાયર ક્રિઝ પર આવ્યો હતો. પ્રશાંત સોલંકીએ બીજી વિકેટ લીધી હતી. તેણે હેટમાયરને 6ના સ્કોર પર કોનવેના હાથે કેચ કરાવ્યો. તે પછી રિયાન પરાગ ક્રીઝ પર આવ્યો અને અશ્વિન સાથે ઇનિંગ્સને અંત સુધી લઈ ગયો અને બોલર મતિષાએ વાઈડ બોલિંગ કરીને મેચનો અંત કર્યો. આ દરમિયાન રાજસ્થાને 19.4 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 151 રન બનાવ્યા હતા.

આવી હતી ચેન્નાઈની ઇનિંગ્સ-આ પહેલા ચેન્નાઈએ 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 150 રન બનાવ્યા હતા. ટીમ માટે કોનવે અને મોઈને 39 બોલમાં 83 રનની ભાગીદારી નોંધાવી હતી. રાજસ્થાન તરફથી યુઝવેન્દ્ર ચહલ અને ઓબેદ મેકકોયે બે-બે વિકેટ લીધી હતી. જ્યારે ટ્રેન્ટ બોલ્ટ અને આર અશ્વિને એક-એક વિકેટ લીધી હતી.

આ પણ વાંચો: IPL 2022 : કોહલીના કમબેકથી બેંગ્લોરની 'વિરાટ' જીત, પ્લેઓફની આશા અકબંધ

ચેન્નાઈની શરૂઆત ધમાકેદાર રહી: ટોસ જીત્યા બાદ, પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કરતા, CSKએ શાનદાર શરૂઆત કરી, તેઓએ પાવરપ્લેમાં એક વિકેટ ગુમાવીને 75 રન બનાવ્યા. આ દરમિયાન ઓપનર ઋતુરાજ ગાયકવાડ (2) બોલ્ટનો શિકાર બન્યો હતો. આ પછી ડેવોન કોનવે અને મોઈન અલીએ ખૂબ જ ઝડપથી બેટિંગ કરતા ઘણા શાનદાર શોટ લગાવ્યા. પરંતુ 8મી ઓવરમાં કોનવે (16) અશ્વિનના બોલ પર એલબીડબલ્યુ બની ગયો હતો. આ સાથે, તેની અને મોઇન વચ્ચે 39 બોલમાં 83 રનની ભાગીદારીનો અંત આવ્યો, કારણ કે ચેન્નાઈએ તેની બીજી વિકેટ 85 રનમાં ગુમાવી દીધી હતી.

સારી શરૂઆત બાદ ઈનિંગ્સમાં ઠોકર: આ પછી, ચેન્નાઈનો દાવ ખોરવાઈ ગયો, કારણ કે અંબાતી રાયડુ (3) અને એન જગદીસન (1) પણ વહેલા પેવેલિયન પરત ફર્યા, જેના કારણે ચેન્નાઈએ 95 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી. આ પછી સુકાની ધોનીએ મોઇન સાથે મળીને 12 ઓવર બાદ ટીમને 100થી આગળ કરી હતી. જો કે મધ્ય ઓવરમાં રાજસ્થાનના બોલરોએ કમબેક કરી ચેન્નાઈના રનને રોકી દીધા હતા. ધોની (26) 19મી ઓવરમાં ચહલના બોલ પર કેચ આઉટ થયો હતો. છેલ્લી ઓવરમાં, મેકકોયે મોઈન (57 બોલમાં 13 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 93 રન)ને માત્ર 4 રનમાં આઉટ કર્યો, કારણ કે ચેન્નાઈએ 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 150 રન બનાવ્યા હતા. મિશેલ સેન્ટનર (1) અને સિમરજીત સિંહ (3) અણનમ રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.