- 6 મહિનાની નૂર ફાતિમાનું મૃત્યું
- પૈસાની ઉણપને અને ઈલાજના અભાવને કારણે 6 મહિનાની બાળકી નૂર ફાતિમાનું મૃત્યું
- બાળકી SMN નામના રોગથી પીડિત હતી
જયપુર: રાજસ્થાનના બીકાનેર જિલ્લાની છ મહિનાની બાળકી નૂર ફાતિમાનું મૃત્યું થયું છે. બાળકીને 'SMN' નામનો રોગ હતો. આ રોગની સારવાર ખૂબ ખર્ચાળ છે. આ રોગની સારવાર જોલગેન્સ્મા (Zolgensma) નામના ઈન્જેક્શન લગાવવાથી થઈ શકે છે. આનું એક ઈન્જેક્શન 16 કરોડ રૂપિયામાં મળે છે.
આ પણ વાંચો: એક માસની સધન સારવાર બાદ નીરવાએ ગંભીર બિમારી ફીટલ હાઇડ્રોપ્સને હરાવી
પૈસાની ઉણપને અને ઈલાજના અભાવને કારણે 6 મહિનાની બાળકી નૂર ફાતિમાનું મૃત્યું
પૈસાની ઉણપને કારણે અને ઈલાજના અભાવને કારણે 6 મહિનાની બાળકી નૂર ફાતિમાએ દુનિયાને અલવિદા કહી દીધું છે. જો કે, કેટલાયે સામાજિક સંગઠનો તરફથી નૂર ફાતિમાને રૂપિયાની સહાય કરવામાં આવી હતી.
બાળકી SMN નામના રોગથી પીડિત હતી
કેટલાક દિવસો પહેલા નૂર ફાતિમાના કાકા ઈનાયત અલીએ ETV Bharat સાથે વાત કરતા વડાપ્રધાન મોદીને અપીલ કરી હતી કે તેમની બાળકીનો જીવ બચાવી લેવામાં આવે.
આ પણ વાંચો: ધૈર્યરાજસિંહને 16 કરોડનું ઈન્જેક્શન મૂકાયું, 24 કલાક સુધી ડોકટરોની દેખરેખ હેઠળ રહેશે