- કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ફરી એક વખત જમ્મુ -કાશ્મીરની મુલાકાતે
- રાહુલ ગાંધી 9 અને 10 સપ્ટેમ્બર 2 દિવસ જમ્મુ -કાશ્મીરની મુલાકાતે
- જમ્મુમાં વૈષ્ણવ દેવી મંદિરની મુલાકાત લેશે
શ્રીનગર: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ફરી એક વખત જમ્મુ -કાશ્મીરની મુલાકાતે જશે. આ વખતે રાહુલ ગાંધી 9 અને 10 સપ્ટેમ્બરે જમ્મુ જશે. માનવામાં આવે છે કે આ વખતે રાહુલ ગાંધી માતા વૈષ્ણવ દેવી મંદિરમાં પ્રાર્થના કરશે. અગાઉ ઓગસ્ટ મહિનામાં પણ રાહુલ ગાંધીએ જમ્મુ-કાશ્મીરની બે દિવસની મુલાકાત લીધી હતી. ગયા મહિને, 9 ઓગસ્ટે રાહુલ ગાંધી બે દિવસની મુલાકાતે જમ્મુ-કાશ્મીરના શ્રીનગર પહોંચ્યા હતા. તે જ સમયે, એક મહિનાના અંતરાલ બાદ ફરી એકવાર રાહુલ ગાંધી જમ્મુ -કાશ્મીરની મુલાકાતે જવાના છે.
આ પણ વાંચો: રાહુલ ગાંધી શુક્રવારથી આસામના પ્રવાસ પર, અનેક રેલીઓને સંબોધશે
કલમ 370 હટાવ્યા બાદ 2021 માં રાહુલ ગાંધીની આ પ્રથમ શ્રીનગર મુલાકાત
જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ ઓગસ્ટ 2021 માં રાહુલ ગાંધીની આ પ્રથમ શ્રીનગર મુલાકાત હતી. જોકે અગાઉ ઓગસ્ટ 2019 માં, કલમ 370 નાબૂદ કર્યાના બે સપ્તાહ બાદ, રાહુલ ગાંધી વિપક્ષના પ્રતિનિધિમંડળ સાથે શ્રીનગર પહોંચ્યા હતા, પરંતુ પછી વહીવટીતંત્રે તમામ વિપક્ષી નેતાઓને એરપોર્ટ પરથી જ પરત કરી દીધા હતા.
આ પણ વાંચો: બિહાર ચૂંટણીના પરિણામો બાદ રાહુલ ગાંધીનો જેસલમેરનો પ્રવાસ રદ્દ
રાહુલ ગાંધી તેમની અગાઉની મુલાકાતમાં પણ ધાર્મિક સ્થળોએ ગયા
આ સાથે જ ઓગસ્ટ મહિનામાં જમ્મુ -કાશ્મીરની મુલાકાત દરમિયાન રાહુલ ગાંધીએ ઘણા કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. આ દરમિયાન રાહુલ ગાંધી તેમની અગાઉની મુલાકાતમાં પણ ધાર્મિક સ્થળોએ ગયા હતા. તે જ સમયે, આ વખતે પણ રાહુલ ગાંધીનો ધાર્મિક સ્થળોની મુલાકાત લેવાનો કાર્યક્રમ છે.