બેંગલુરુ : કોંગ્રેસની ભારત જોડો યાત્રાના (Bharat Jodo Yatra) 29માં દિવસે સોનિયા ગાંધી આજે રાહુલ ગાંધી સાથે સ્ટેપ બાય સ્ટેપ જોડાઈ રહ્યા છે. કર્ણાટકના માંડ્યા જિલ્લાના પાંડવપુરા વિસ્તારમાં આ યાત્રા શરૂ થઈ છે આ દરમિયાન રાહુલ ગાંધી સોનિયા ગાંધીના શુઝ બાંધતા (rahul gandhi ties sonia gandhis shoes) જોવા મળ્યા હતા. સ્વાસ્થ્યના કારણોસર તે એક કિલોમીટર પગપાળા પ્રવાસી કરશે. આ પદયાત્રામાં સોનિયા ગાંધી જોડાવાને કારણે કાર્યકરો અને આગેવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, આ પદયાત્રામાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ રહી છે. રાહુલે સોનિયા ગાંધીના પગરખાં બાંધ્યા.
-
मां ❤️ pic.twitter.com/0UgqF9hfw6
— Congress (@INCIndia) October 6, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">मां ❤️ pic.twitter.com/0UgqF9hfw6
— Congress (@INCIndia) October 6, 2022मां ❤️ pic.twitter.com/0UgqF9hfw6
— Congress (@INCIndia) October 6, 2022
રાહુલે સોનિયા ગાંધીના શુઝ બાંધ્યા : પ્રવાસ દરમિયાન એક એવી તસવીર સામે આવી છે, જેને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. વાસ્તવમાં, આ તસવીરમાં રાહુલ ગાંધી તેમની માતા સોનિયા ગાંધીના શુઝ બાંધતા જોવા મળે છે. સોનિયા ગાંધીનો કર્ણાટક સાથે ગાઢ સંબંધ છે. ગાંધી પરિવાર પર જ્યારે પણ રાજકીય સંકટ આવ્યું છે, ત્યારે દક્ષિણ ભારત ભાગ્યે જ તેમાંથી બહાર આવ્યું છે. સંસ્થાના જનરલ સેક્રેટરી કેસી વેણુગોપાલે જણાવ્યું હતું કે, “યાત્રા દરરોજ મજબૂત બની રહી છે અને લોકો દૂર-દૂરથી યાત્રામાં જોડાઈ રહ્યા છે. આ યાત્રામાં સોનિયા ગાંધી જોડાવાને કારણે કાર્યકરોમાં અનેરો ઉત્સાહ છે. આ યાત્રાની અસર સામાન્ય લોકોમાં પણ દેખાઈ રહી છે અને અમે તેમનાથી પ્રેરિત થઈ રહ્યા છીએ.
-
हम पहले भी तूफानों से कश्ती निकाल कर लाए हैं, हम आज भी हर चुनौतियों की हदें तोड़ेंगे, मिलकर भारत जोड़ेंगे। pic.twitter.com/RCR46zYXZJ
— Rahul Gandhi (@RahulGandhi) October 6, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">हम पहले भी तूफानों से कश्ती निकाल कर लाए हैं, हम आज भी हर चुनौतियों की हदें तोड़ेंगे, मिलकर भारत जोड़ेंगे। pic.twitter.com/RCR46zYXZJ
— Rahul Gandhi (@RahulGandhi) October 6, 2022हम पहले भी तूफानों से कश्ती निकाल कर लाए हैं, हम आज भी हर चुनौतियों की हदें तोड़ेंगे, मिलकर भारत जोड़ेंगे। pic.twitter.com/RCR46zYXZJ
— Rahul Gandhi (@RahulGandhi) October 6, 2022
યાત્રા 24 ઓક્ટોબરે તેલંગાણામાં પ્રવેશ કરશે : આ સાથે કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડીકે શિવકુમારે આ મુલાકાતમાં સોનિયા ગાંધીની ભાગીદારી પર કહ્યું કે, 'આ દેશ માટે ગર્વની વાત છે. રાહુલ ગાંધીએ જ્યારે કન્યાકુમારીથી કાશ્મીર સુધી ભારત જોડો યાત્રા શરૂ કરી ત્યારે સોનિયા ગાંધી દેશમાં નહોતા. ભારત જોડો યાત્રાની (Bharat Jodo Yatra) શરૂઆતમાં સોનિયા ગાંધી તેમના મેડિકલ ચેકઅપ માટે વિદેશ ગયા હતા. કોંગ્રેસની ભારત જોડો યાત્રા અંતર્ગત અત્યાર સુધીમાં કર્ણાટક, તમિલનાડુ અને કેરળમાં 600 કિલોમીટરથી વધુનું અંતર કાપવામાં આવ્યું છે. તે જ સમયે, યાત્રા 24 ઓક્ટોબરે તેલંગાણામાં પ્રવેશ કરશે અને રાજ્યમાં 360 કિલોમીટરનું અંતર કાપશે.
-
Karnataka | All party leaders work for their own party. As far as we are concerned, it won't make any impact: CM Basavaraj Bommai on Congress interim president Sonia Gandhi joining 'Bharat Jodo Yatra' in Mandya district in Karnataka pic.twitter.com/y1mdQJF5By
— ANI (@ANI) October 6, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Karnataka | All party leaders work for their own party. As far as we are concerned, it won't make any impact: CM Basavaraj Bommai on Congress interim president Sonia Gandhi joining 'Bharat Jodo Yatra' in Mandya district in Karnataka pic.twitter.com/y1mdQJF5By
— ANI (@ANI) October 6, 2022Karnataka | All party leaders work for their own party. As far as we are concerned, it won't make any impact: CM Basavaraj Bommai on Congress interim president Sonia Gandhi joining 'Bharat Jodo Yatra' in Mandya district in Karnataka pic.twitter.com/y1mdQJF5By
— ANI (@ANI) October 6, 2022
સોનિયા ગાંધીની યાત્રામાં સામેલ થવાથી કોંગ્રેસને કોઈ ફાયદો થશે નહીં : વાસ્તવમાં રાહુલ ગાંધી સહિત પાર્ટીના અન્ય નેતાઓ ભારત જોડો યાત્રામાં કુલ 3570 કિલોમીટરનું અંતર કાપશે. આ યાત્રા 7 સપ્ટેમ્બરે શરૂ થઈ હતી અને આવતા વર્ષની શરૂઆતમાં કાશ્મીરમાં સમાપ્ત થશે. કર્ણાટકના મુખ્યપ્રધાને યાત્રાને લઈને ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું કે, સોનિયા ગાંધીની યાત્રામાં સામેલ થવાથી કોંગ્રેસને કોઈ ફાયદો થશે નહીં.