- રાહુલે કોંગ્રેસીઓને લોકોને મદદ કરવા અપીલ કરી
- જન કલ્યાણએ જ કોંગ્રેસ પરિવારનો ધર્મ : રાહુલ ગાંધી
- રાહુલ ગાંધીએ જણાવ્યું કે, મહામારી સામે લડવામાં તંત્ર નિષ્ફળ ગયું છે
નવી દિલ્હી: કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોરોના મહામારીના આ સમાયગાળા દરમિયાન પાર્ટીના નેતાઓ અને કાર્યકરોને તમામ રાજકીય કામ છોડી દેવા અને સામાન્ય લોકોની મદદ કરવા અપીલ કરી છે. આ સાથે જ રાહુલે આરોપ લગાવ્યો છે કે, મહામારી સામે લડવામાં તંત્ર નિષ્ફળ ગયું છે.
આ પણ વાંચો : રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર સાધ્યું નિશાન કહ્યું કે "ભાજપ સરકારે વિનાશ કરીને બતાવ્યો"
રાહુલે ટ્વીટ કરીને કોંગ્રેસીઓને જણાવ્યું હતું
રાહુલે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, "સિસ્ટમ નિષ્ફળ જાય છે." તેથી લોકહિતની વાત કરવી મહત્વપૂર્ણ છે. આ કટોકટીમાં દેશને જવાબદાર નાગરિકોની જરૂર છે. હું મારા કોંગ્રેસના સાથીઓને વિનંતી કરું છું કે, તમામ રાજકીય કાર્ય છોડો અને ફક્ત જનતાને મદદ કરો. દેશવાસીઓના દુ:ખને દૂર કરો, આ જ કોંગ્રેસ પરિવારનો ધર્મ છે.