ETV Bharat / bharat

Rahul Gandhi in Wayanad : વાયનાડમાં રાહુલ ગાંધી આદિવાસી પરિવારને મળ્યાં, વિશ્વનાથન મોત કેસમાં જાણકારી મેળવી - રાહુલ ગાંધી આદિવાસી પરિવારને મળ્યાં

રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા સાથે લોકસંપર્કનું કામ તેજ બનાવી દીધું છે. હવે તેઓએ પોતાના વાયનાડ સંસદીય ક્ષેત્ર વાયનાડનો પ્રવાસ શરૂ કર્યો છે. આજે સવારે વાયનાડ જિલ્લામાં રાહુલ ગાંધી આદિવાસી પરિવારને મળ્યાં હતાં. રાહુલ ગાંધીએ આદિવાસી પરિવાર સાથે સમય વીતાવતાં તેમની સમસ્યાઓ વિશે જાણકારી મેળવી હતી.

Rahul Gandhi in Wayanad  : વાયનાડમાં રાહુલ ગાંધી આદિવાસી પરિવારને મળ્યાં, વિશ્વનાથન મોત કેસમાં જાણકારી મેળવી

author img

By

Published : Feb 13, 2023, 4:03 PM IST

કેરળ : રાહુલ ગાંધીએ તેમના સંસદીય ક્ષેત્ર વાયનાડનો પ્રવાસ શરૂ કર્યો છે. આજે સવારે રાહુલ ગાંધી વાયનાડ જિલ્લામાં એક આદિવાસી પરિવારને મળ્યા હતા. આ પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધીએ આદિવાસી પરિવાર સાથે થોડો સમય વિતાવ્યો, તેમની વ્યથા અને સમસ્યાઓ સાંભળી. તેમજ પરિવારને સાંત્વના પાઠવી હતી.

  • ആൾക്കൂട്ട വിചാരണയിൽ ജീവൻ നഷ്ടപ്പെട്ട അഡ്ലൈഡ് പാറവയൽ കോളനിയിലെ വിശ്വനാഥന്റെ വീട് സന്ദർശിച്ചു. ഇത്തരം അനിഷ്ടസംഭവങ്ങൾ ആവർത്തിക്കാതിരിക്കാനുള്ള ജാഗ്രത നമ്മൾ ഓരോരുത്തർക്കും ഉണ്ടാകേണ്ടതുണ്ട്.

    സമഗ്രമായ അന്വേഷണം നടക്കണം. വിശ്വനാഥന്റെ കുടുംബത്തിന് നീതി ലഭിക്കണം. pic.twitter.com/4TGfHFZthL

    — Rahul Gandhi - Wayanad (@RGWayanadOffice) February 13, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

વિશ્વનાથન મોત કેસ : કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ પોતાના સંસદીય ક્ષેત્ર વાયનાડનો પ્રવાસ શરુ કર્યો છે. સોમવારે તેઓએ એ આદિવાસી વ્યક્તિના પરિવારની મુલાકાત લીધી હતી જે હાલમાં કોઝિકોડ મેડિકલ કોલેજ પાસે મૃત હાલતમાં મળ્યો હતો. વાસ્તવમાં 46 વર્ષના વિશ્વનાથન 11 ફેબ્રુઆરીએ કોઝિકોડ મેડિકલ કોલેજ હોસ્પિટલની પાસે દોરીથી લટકતી હાલતમાં મળ્યાં હતો. જ્યાં તેમની પત્નીને પ્રસૂતિ માટે દાખલ કરવામાં આવી હતી.

આ પણ વાંચો Rahul gandhi on adani modi relationship: પહેલા અદાણીના વિમાનમાં મોદી જતા હવે મોદીના વિમાનમાં અદાણી જાય છે

પરિવાર સાથે થોડો સમય વીતાવ્યો : આપને જણાવીએ કે રાહુલ ગાંધીએ વાયનાડ સંસદીય ક્ષેત્રનો પ્રવાસ શરુ કર્યો છે. આજે સવારે પાર્ટી નેતાઓની સાથે રાહુલ ગાંધી વિશ્વનાથનના ઘેર ગયાં હતાં. રાહુલ ગાંધીએ પરિવાર સાથે થોડો સમય વીતાવ્યો અને તેમની વ્યથા અને ફરિયાદો સાંભળીને તેમને સાંત્વના પાઠવી હતી.

પોલીસ ફરિયાદ નોંધાઇ છે : કોઝિકોડ મેડિકલ કોલેજ પોલીસે જણાવ્યું હતું કે પોલીસે આ મામલાને પહેલેથી જ દર્જ કરી લીધેલો છે જ્યારે પરિવારે આ વ્યકિતના હોસ્પિટલમાંથી લાપતા થવાની ફરિયાદ નોંધાવી હતી. જોકે બાદમાં 11 ફેહ્રુઆરીના દિવસે વિશ્વનાથન દોરીથી લટકતા મળ્યાં હતાં.

આ પણ વાંચો Ravishankar Comments on Rahul : રાહુલે ગૃહને ગેરમાર્ગે દોર્યું, 'કમિશન' બંધ થવાની ચિંતા - રવિશંકર પ્રસાદ

વિશ્વનાથન સાથે મારપીટ થઇ હતી : પરિવારનો આક્ષેપ છે કે 9 ફેબ્રુઆરીએ કેટલાક લોકોએ વિશ્વનાથનને પરેશાન કર્યાં હતાં. જે બાદથી તેઓ લાપતા થઇ ગયાં હતાં. પરિવારે એવો આરોપ કર્યો હતો હતો કે કેટલાક લોકોએ વિશ્વનાથન પર ચોરીનો આરોપ લગાવ્યો હતો અને 9 ફેબ્રુઆરીએ તેમની સાથે મારપીટ પણ થઇ હતી.

કેરળ કોંગ્રેસમાં ઉત્સાહ : કન્યાકુમારીથી કાશ્મીર સુધી 4,000 કિલોમીટરથી લાંબી ભારત જોડો યાત્રાને 30 જાન્યુઆરીએ સફળતાપૂર્વક પૂર્ણ કર્યાં બાદ રાહુલ ગાંધીનો પોતાના મતવિસ્તારમાં આ પહેલો પ્રવાસ છે. રાહુલ ગાંધીનું રવિવારે કોઝિકોડ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની બહાર કેરળ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ ઉત્સાહથી સ્વાગત કર્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.