- રાહુલ ગાંધી સોમવારે ટ્રેક્ટર ચલાવીને સંસદ ભવન પહોંચ્યા
- ખેડૂત કાયદાઓના વિરૂદ્ધ કોંગ્રેસ પાર્ટીનું પ્રદર્શન શરૂ
- ખેડૂતો પર ખોટા આક્ષેપો કરવામાં આવી રહ્યા
નવી દિલ્હી : કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi) આજે સોમવારે દરેકને ચોંકાવી દીધા છે, જ્યારે સવારે-સવારે તે દિલ્હીના રસ્તાઓ પર ટ્રેક્ટર ચલાવીતા દેખાયા હતા. ખેડૂત કાયદાઓના વિરૂદ્ધ કોંગ્રેસ પાર્ટીનું પ્રદર્શન શરૂ છે અને આ કડીમાં સમવારે રાહુલ ગાંધી ટ્રેક્ટર ચલાવીને સંસદ ભવન (Parliament House) પહોંચ્યા હતા.
કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલા અને બીવી શ્રીનિવાસની ધરપકડ
રાહુલ ગાંધી સાથે ટ્રેક્ટર પર રણદીપ સુરજેવાલા, દીપેંદ્ર હુડ્ડા સહિત અન્ય કોંગ્રેસી નતા જોવા મળ્યા હતા. ટ્રેક્ટર ચલાવવાના આ કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલા અને બીવી શ્રીનિવાસની ધરપકડ કરવામાં આવી હતી.
રાહુલ ગાંધી બેસીને આવ્યા તે ટ્રેક્ટરને દિલ્હી પોલીસે ઝડપી લીધું
જે ટ્રેક્ટર પર રાહુલ ગાંધી બેસીને આવ્યા તેને દિલ્હી પોલીસે ઝડપી લીધું હતું. કારણ કે, સંસદ સત્ર દરમિયાન અહીં કલમ 144 અમલમાં છે. ટ્રેક્ટરની સામે ખેડૂત કાયદાઓ વિરુદ્ધ એક પોસ્ટર ચોંટાડવામાં આવ્યું હતું અને ખેડૂતોના સમર્થનમાં વાતો કહેવામાં આવી હતી.
સરકારે ત્રણ કૃષિ કાયદા પાછા લેવા પડશે
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ જણાવ્યુંં કે, આ ખેડૂતોનો અવાજ છે, ખેડૂતોની વાતો સાંભળવામાં નથી આવી રહી. સરકારે આ ત્રણ કૃષિ કાયદા પાછા લેવા પડશે, આ કાળા કાયદા છે. રાહુલ ગાંધીએ જણાવ્યુંં કે, ખેડૂતો પર ખોટા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, તેમને આતંકવાદી પણ કહેવામાં આવી રહ્યા છે.
જંતર-મંતર ખાતે ખેડૂત સંસદનું આયોજન કરવામાં આવ્યું
ખેડૂત કાયદાઓ વિરુદ્ધ દિલ્હીના જંતર-મંતર ખાતે ખેડૂત સંસદનું આયોજન કરવામાં આવ્યું છે. 200 ખેડૂત દરરોજ જંતર-મંતર ખાતે સંસદનું આયોજન કરશે, જે સંસદના ચોમાસુ સત્ર સુધી ચાલુ રહેશે. છેલ્લા એક વર્ષથી ખેડૂતોનો વિરોધ પ્રદર્શન દિલ્હીની ટીકરી, સિંધુ અને ગાઝીપુર બોર્ડર પર ચાલી રહ્યો છે. ખેડુતોની માંગ છે કે, ત્રણેય કાયદા પાછા ખેંચવામાં આવે, પરંતુ સરકારનું કહેવું છે કે, કાયદા પાછા ખેંચાશે નહિ. જો કોઇ ફેરફાર કરવો પડશે તો સરકાર વાટાઘાટો માટે તૈયાર છે.
આ પણ વાંચો -
- Rahul Gandhi: માનહાનિના કેસમાં સુરત કોર્ટમાં હાજરી આપી
- સુરતમાં નોંધાયેલા માનહાનિના કેસની સુનવણી માટે ગુરૂવારે રાહુલ ગાંધી સુરત આવે તેવી શક્યતા
- કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કોલ્લમમાં માછીમારો સાથે ડૂબકી લગાવી
- Rahul Gandhi એ આપેલા નિવેદન સામે બદનક્ષીનો કેસ ગુજરાત High Court પહોંચ્યો,કોર્ટે ચુકાદો અનામત રાખ્યો
- Pegasus Snooping : કોંગ્રેસે અમિત શાહનું માંંગ્યું રાજીનામું તો વડાપ્રધાન સામે કાર્યવાહીની માંગ