ETV Bharat / bharat

Rahul Gandhi convicted: માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને 2 વર્ષની સજા, વકીલની વાત અને ટ્વીટનો પ્રહાર

રાહુલ ગાંધીએ 2019માં મોદી સરનેમ પર કરેલી વિવાદી ટિપ્પણીના મામલામાં ગયા શુક્રવારે સુનાવણી પૂર્ણ થઈ હતી. આજે સુરત કોર્ટમાં ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એચએચ વર્માની કોર્ટે આ કેસમાં ચૂકાદો સંભળાવી દીધો છે. સુરત કોર્ટે રાહુલ ગાંધીને દોષી જાહેર કરીને બે વર્ષની સજા સંભળાવી છે.કોર્ટ કાર્યવાહી દરમિયાન શું બન્યું તે વિશે રાહુલ ગાંધીના વકીલ સાથે વાત કરવામાં આવી હતી.

Rahul Gandhi convicted: માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને 2 વર્ષની સજા બાદ જામીન મળ્યા, તેમના વકીલે જણાવી મોટી વાત

author img

By

Published : Mar 23, 2023, 11:23 AM IST

Updated : Mar 23, 2023, 5:58 PM IST

રાહુલ ગાંધીના વકીલ સાથે વાત

સુરત: લોકસભા ચૂંટણીના પ્રચાર સમયે મોદી સરનેમના વિવાદિત નિવેદનના કારણે ભાજપના ધારાસભ્ય પૂર્ણશ મોદી દ્વારા સુરત કોર્ટમાં રાહુલ ગાંધી સામે માનહાની કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આજે સુરત કોર્ટ ચૂકાદો આપવાની હોવાથી રાહુલ ગાંધી ખાસ હાજર રહ્યા હતા. અને બરોબર 11ના ટકોરે તેઓ કોર્ટમાં હાજર થયા હતા. સુરત કોર્ટે આ કેસમાં ચૂકાદો આપી દીધો છે, જેમાં રાહુલ ગાંધીને દોષીત જાહેર કરી 2 વર્ષની સજા સંભળાવતા હાલ સમગ્ર દેશમાં કોંગી નેતાઓ વિરોધ કરી રહ્યા છે. તેમના વકીલ દ્વારા જામીન પ્રક્રિયા હાથ ધરવામાં આવતાં કોર્ટે જામીન મંજૂર કર્યા હતા. જો કે રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી.

  • मेरा धर्म सत्य और अहिंसा पर आधारित है। सत्य मेरा भगवान है, अहिंसा उसे पाने का साधन।

    - महात्मा गांधी

    — Rahul Gandhi (@RahulGandhi) March 23, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આરોપી પક્ષ કાયદો ઘડનાર છેઃ સુરત કોર્ટમાં કોર્ટ સજા સંભળાવે તે પહેલા વકીલોએ દલીલ કરી હતી. તે મુજબ રાહુલ ગાંધીના વકીલ કિરીટ પાનવાળાએ જણાવ્યું હતું કે, અમે માફીની આશા રાખતા નથી. અમે કોઈ મોટો ગુન્હો કર્યો પણ નથી કે જેનાથી ફરિયાદ પક્ષને મોટું નુકશાન થયું હોય. ફરિયાદીના વકીલ કેતન રેશમવાળાએ જણાવ્યું હતું કે, આરોપી પક્ષ કાયદો ઘડનાર છે. જો તેઓને ઓછી સજા કરવામાં આવે તો સમાજમાં ખોટો સંદેશ જશે. જેનાથી અન્ય લોકો પણ ગુન્હા કરવા પ્રેરાશે. જેથી આરોપીને કાયદા મુજબ વધુમાં વધુ સજા કરવામાં આવે.

આ પણ વાંચો Rahul Gandhi: શુ છે ચાર વર્ષ જૂનો કેસ? જેમાં રાહુલ ગાંધીને કરાઈ 2 વર્ષની સજા

ત્રણ વખત સુરત આવ્યાઃ 2019ની લોકસભા ચૂંટણીના પ્રચાર સમયે કર્ણાટકમાં મોદી સરનેમ પર વિવાદિત ટિપ્પણીના મામલામાં ગયા શુક્રવારે સુનાવણી પૂર્ણ થઈ હતી. આ પછી સુરત કોર્ટમાં ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એચએચ વર્માની કોર્ટે આ કેસમાં ચૂકાદો સંભળાવવા માટે 23 માર્ચની તારીખ નક્કી કરી હતી. કોર્ટના ચુકાદાની સુનાવણી સમયે રાહુલ ગાંધી ત્યાં હાજર રહ્યા હતા. તેઓ એરપોર્ટથી કોર્ટ પહોંચી સવારે 11 વાગે કોર્ટ કાર્યવાહી શરૂ થઈ હતી.

હું નિર્દોષ છું : રાહુલ ગાંધીએ પોતાના નિવેદનમાંકહ્યું હતું કે તેમના પર લગાવવામાં આવેલ આરોપનો તેઓ ઈન્કાર કરે છે. ઓકટોબર 2021માંપોતાના નિવેદનમાં કોર્ટ પહોંચ્યા ત્યારે તેમણે કહ્યું હતું કે હું નિર્દોષ છું. ત્યાર પછી સુરત કોર્ટે ચૂકાદો આપ્યો હતો કે રાહુલ ગાંધી દોષીત છે. ત્યારે કોર્ટ પરિસરમાં સન્નાટો છવાઈ ગયો હતો. અને હવે શું થશે, કેટલી સજા થશે, તેવા પ્રશ્નો સર્જાયા હતા.

આ પણ વાંચો Rahul Gandhi convicted: શું ખતમ થશે રાહુલ ગાંધીની સદસ્યતા, જાણો શું છે કાયદાકીય જોગવાઈ

સુરતની કોર્ટે બે વર્ષની સજા કરીઃ રાહુલ ગાંધીને દોષી જાહેર કર્યા પછી સુરત કોર્ટમાં ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે રાહુલ ગાંધીને બે વર્ષની સજા સંભળાવી હતી. અને રાહુલ ગાંધીએ સજાનો ચૂકાદો સાંભળીને મનોમન ઢીલા પડી ગયા હતા. કોંગ્રેસના નેતાઓની છાવણીમાં ગમગીની જેવું વાતાવરણ છવાઈ ગયું હતું.

હવે કયો વિકલ્પ છે?રાહુલ ગાંધીના વકીલે કહ્યું હતું તે આચૂકાદાને અમે પડકારીશું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે તેમની પાસે 30 દિવસનો સમયછે. તેઓ જિલ્લાની કોર્ટમાં તેને પડકારશે. અને જો ચૂકાદો તેમની પક્ષમાં નહી આવે તોતેઓ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી જઈશું.

2019માં કર્ણાટકના કોલારમાં નિવેદનઃ લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ 13 એપ્રિલ 2019ના દિવસે કર્ણાટકમાં એક સભામાં કહ્યું હતું કે, કેવી રીતે બધા ચોરોની અટક મોદી છે? જેમાં ભારતના ભાગેડુ નીરવ મોદી, લલિત મોદી અને નરેન્દ્ર મોદીને નિશાન બનાવવામાં આવ્યા હતા. 13 એપ્રિલે કર્ણાટકના કોલારમાં એક સભામાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, નીરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદી બધા ચોરની સરનેમ સરખી છે. રાહુલ ગાંધીના આ નિવેદન પર સુરત ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.

  • The conviction of Rahul Gandhi for his casteist and defamatory comment targeting a section of society has exposed the divisive agenda he has been trying to peddle.

    He has yet again been proven to be a purveyor of hatred.

    He has no moral right to remain a Member of Parliament.

    — Bhupender Yadav (@byadavbjp) March 23, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

રાહુલને સજા અપાવનાર પૂર્ણેશ મોદી : રાહુલ ગાંધીને બે વર્ષની સજા અપાવનાર માનહાનિ કેસ કરનાર પૂર્ણેશ મોદી હાલમાં સુરત પશ્ચિમ બેઠકથી ભાજપના ધારાસભ્ય છે. તેઓ ભૂપેન્દ્ર પટેલની જ આગલી સરકારમાં માર્ગ અને વાહન વ્યવહારપ્રધાનનો હોદ્દો પણ ભોગવી ચૂક્યાં છે. તેમણે જ્યારે સુરત જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી ત્યારે જણાવ્યું હતું કે રાહુલ ગાંધીના નિવેદનથી સમાજમાં રોષ વ્યાપ્યો છે. તેમણે સામાજિક આંદોલન હોવાનું પણ જણાવ્યું હતું કારણ કે આ પ્રકારનો કેસ અન્યોએ પણ કર્યો છે. પૂર્ણેશ મોદીએ રાહુલ સામે બદનક્ષીનો કેસ કરનાર ભાજપ ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ આજે ચુકાદા બાદ પ્રતિક્રિયા આપતાં કહ્યું કે આવનાર દિવસોમાં પણ જે પણ કોર્ટની કાર્યવાહી હશે તે હું અને સમાજ કરીશ. પૂર્ણેશ મોદી મોઢ વણિક સમાજના છે જેઓમાં અટક તરીકે મોદી ઉપરાંતની અટકો પણ હોય છે. ત્યારે પૂર્ણેશ મોદીએ 35 વર્ષ પહેલાં અટક બદલાવી મોદી કરી હોવાનું પણ કેસની કાર્યવાહી દરમિયાન રાહુલ ગાંધીના વકીલ તરફથી જણાવાયું હતું.

Last Updated : Mar 23, 2023, 5:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.