પંજાબ દિલ્હી પોલીસની મદદથી પંજાબ પોલીસે પાકિસ્તાન ISI દ્વારા સમર્થિત આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ Terrorist module exposed કર્યો છે. પંજાબ પોલીસે આ કેસમાં કેનેડા સ્થિત અર્શ દલ્લા અને ઓસ્ટ્રેલિયા સ્થિત ગુરજંત સિંહ સાથે જોડાયેલા ચાર મોડ્યુલ સભ્યોની ધરપકડ Arrest of terrorists કરી છે. ડીજીપી પંજાબે કહ્યું કે, આરોપીઓ પાસેથી 3 ગ્રેનેડ, 1 આઈઈડી, બે 9 એમએમ પિસ્તોલ અને 40 જીવતા કારતૂસ મળી આવ્યા છે.
4 આતંકીઓની ધરપકડ આ પહેલા એપ્રિલમાં પંજાબ પોલીસની ઈન્ટેલિજન્સ વિંગે ભાગેડુ ગેંગસ્ટર બનેલા આતંકી અર્શદીપ સિંહ ઉર્ફે અર્શ દલ્લાના બે નજીકના સહયોગીઓની ધરપકડ કરી હતી. હર્ષ કુમાર અને તેનો ભાગીદાર રાઘવ બંને કોટ ઈસે ખાન જિલ્લા, મોગાના રહેવાસી હતા. પોલીસે તેમની પાસેથી 44 કારતુસ સાથે વિદેશી MP5 બંદૂક મળી આવી હતી.
કોણી કરાઇ ધરપકડ અર્શ દલ્લા, સક્રિય ગેંગસ્ટર આતંકવાદી બન્યો, તે મોગાનો રહેવાસી છે અને હાલ કેનેડામાં રહે છે. તે લાંબા સમયથી ગેંગસ્ટર અને આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ છે. પંજાબ પોલીસે અર્શ દલ્લાના ઘણા મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે અને તેના નજીકના સહયોગીઓની ધરપકડ કરી છે અને તેમની પાસેથી IED, ગ્રેનેડ અને અન્ય શસ્ત્રો અને દારૂગોળો મળી આવ્યો છે.