ETV Bharat / bharat

પંજાબના ઓટો ડ્રાઈવરો ગુજરાતમાં AAP નો વિરોધ કરશે, જાણો આ છે કારણ

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly election 2022) લઈને ગણતરીના દિવસો જ બાકી રહી ગયા છે. આ દરમિયાન આમ આદમી પાર્ટી પુરી શક્તિ સાથે મેદાને ઉતરી ગઈ છે. ત્યારે બીજી બાજુ પંજાબની આપ સરકાર સામે જ ત્યાના ઓટો ડ્રાઈવરો વિરોધ નોંધાવી રહ્યા છે. તેઓએ જણાવ્યું હતું કે, અમારી માંગ સંતોષવામાં નહીં આવે તો અમે ગુજરાતમાં જઈને આપ વિરુદ્ધ પ્રચાર કરીશું. ARVIND KEJRIWAL FLOUTING PROMISE

પંજાબના ઓટો ડ્રાઈવરો ગુજરાતમાં AAP નો વિરોધ કરશે

author img

By

Published : Sep 15, 2022, 8:10 PM IST

લુધિયાણા, પંજાબ : પંજાબ વિધાનસભાની ચૂંટણી Gujarat Assembly election 2022 પહેલા આમ આદમી પાર્ટી (AAP) દ્વારા ઓટો ડ્રાઈવરોને આપવામાં આવેલા ઘણા વચનો પૂરા ન કરવામાં આવતા ઓટો ડ્રાઈવરોએ પંજાબ અને દિલ્હી સરકારને ચેતવણી આપી (ARVIND KEJRIWAL FLOUTING PROMISE) છે. ઓટો ડ્રાઈવરોનું કહેવું છે કે, પંજાબમાં AAPની સરકાર બન્યા બાદ ન તો તેમના માટે કોઈ નીતિ બનાવવામાં આવી અને ન તો તેમને રાહત મળી છે. (Punjab Auto Driver Protest Against AAP Govt)

ગુજરાત પહોંચીને AAPનો વિરોધ : ઓટો ડ્રાઈવર યુનિયનના પ્રમુખ સતીશ અરોરાએ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન, રાજ્યસભાના સભ્ય રાઘવ ચઢ્ઢા સહિત અનેક AAP નેતાઓને ઈ-મેલ મોકલ્યા છે. જેમાં ચેતવણી આપવામાં આવી છે કે, જો 15 દિવસમાં વચનો પૂરા નહીં કરવામાં આવે તો, પંજાબના ઓટો ચાલકો ગુજરાત પહોંચીને AAPનો વિરોધ કરશે.

કેજરીવાલ ઓટો ડ્રાઈવરના ઘરે ભોજન લેવા ગયા : ઉલ્લેખનીય છે કે, પંજાબ વિધાનસભાની ચૂંટણી પહેલા અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને અહીંની હોટેલ પાર્ક પ્લાઝામાં ઓટો ડ્રાઈવરો સાથે બેઠક કરીને વચનો આપ્યા હતા. આટલું જ નહીં, મીટિંગ બાદ કેજરીવાલ એક ઓટો ડ્રાઈવરના ઘરે ભોજન લેવા પણ ગયા હતા.

ઓટો ચાલકો સામે કેસ : સતીશ અરોરાએ કહ્યું કે, AAP નેતાઓએ આશ્વાસન આપ્યું હતું કે વર્ષ 2017થી બંધ કરાયેલી લાઇસન્સ પ્રક્રિયા ફરી શરૂ કરવામાં આવશે. ઓટો ઇન્વોઇસ કપાત કરવામાં આવશે નહીં. હવે માત્ર ચલણ જ કપાઈ રહ્યા નથી, પરંતુ લાયસન્સ ન હોવાના કારણે તેમને વીમાના દાવા પણ મળી રહ્યા નથી. આ ઉપરાતં, ઓટો ચાલકો સામે કેસ નોંધાયા છે.

સરકાર બનાવીને તમે અમને ભૂલી ગયા : AAPએ ચૂંટણી પહેલા ઓટો ડ્રાઈવરો માટે અલગ નીતિ બનાવવાનું વચન આપ્યું હતું, પરંતુ હજુ સુધી કોઈ પહેલ કરવામાં આવી નથી. તેણે ઓટો ચાલકો માટે પીળી લાઈન બનાવવાનું આશ્વાસન આપ્યું હતું, જેથી ડ્રાઈવર તેની ઓટો ત્યાં પાર્ક કરી શકે, પરંતુ આવું કંઈ થયું નહીં. અરોરાએ કહ્યું કે, ઓટો ડ્રાઈવરોએ AAPને સમર્થન આપ્યું અને મોટી સંખ્યામાં AAPને વોટ આપ્યા, પરંતુ પંજાબમાં સરકાર બનાવ્યા પછી AAP અમને ભૂલી ગઈ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.