- 6 એપ્રિલે ચૂંટણી
- સ્થાનિક નેતાઓ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા
- 4 લોકોને ભાજપે આપી ટિકિટ
પુડ્ડુચેરી: ખૂબ જ સુંદર કેન્દ્ર શાસિત પ્રદેશ કે જે દુનિયા ભરના પ્રવાસીઓને આકર્ષે છે ત્યાં 6ઠ્ઠી એપ્રિલે પડોશી રાજ્ય તામિલનાડુ અને કેરળ સાથે ચૂંટણી યોજાવા જઇ રહી છે. અહીંયા ચૂંટણી જંગ યુપીએ અને એનડીએ વચ્ચે જામ્યો છે. છેલ્લા સમયે કોંગ્રેસ એમએલએનો પક્ષપલટાનો સામનો કરી રહ્યું છે. 5 સ્થાનિક નેતાઓ છેલ્લી ઘડીએ કોંગ્રેસને છોડીને ભાજપમાં જોડાયા છે. જેમાંથી 4ને ભાજપે ટિકીટ આપી છે.
યુનિયન ટેરેટરીમાં કોંગ્રેસનો દબદબો
જો કે તમિલનાડુમાં દ્રવિડીયન પાર્ટીની અસર લોકો પર સૌથી વધારે છે, જ્યારે કોંગ્રેસની અસર યુનિયન ટેરેટરીમાં કોંગ્રેસનો દબદબો વધારે છે. જો કે છેલ્લા કેટલાક સમયથી પરિસ્થિતિ બદલાઇ છે. ડીએમકે જેવી નાની પાર્ટીને 13 સીટ ફાળવવામાં આવી છે જ્યારે કોંગ્રેસ 14 સીટ પર સમેટાઇ ગઇ છે.
25 વર્ષ કોંગ્રેસમાં રહેલા વ્યક્તિએ પક્ષ પલટો કર્યો
કોંગ્રેસએ યનમ મત ક્ષેત્ર જે ગોદાવરી નદીના કાંઠે આવેલો આંધ્રપ્રદેશનો ભાગ છે તેના માંગવાની પણ તસ્દી લીધી નથી. જ્યારે આ અંગે પુછવામાં આવ્યું ત્યારે કહેવાયું કે અમે બીજા ઓપ્શન્સ જોઇ રહ્યાં છીએ. આ સીટ પરથી લડતા અપક્ષ ઉમેદવારોને અમે સમર્થન આપી રહ્યાં છીએ. કોંગ્રેસના નેતા નારાયન સામીએ કહ્યું કે અમારા એમએલએ મલ્લાડી ક્રિશ્ના સાવ છેલ્લા સમયે પાર્ટી છોડીને ગયા છે અને આ છેલ્લી ઘડીએ અમારી પાસે બીજા કોઇ ઉમેદવાર નથી. મલ્લાડી ક્રિશ્ના રાવ યનમ મતવિસ્તારમાં છેલ્લા 25 વર્ષથી કોંગ્રેસના ઉમેદવાર રહ્યાં હતાં અને તેઓ નારાયણસામી સરકારના અનુભવી પ્રધાન હતા અને હવે તેઓ વિપક્ષમાં જોડાયા છે.
વધુ વાંચો: કેરળ મહિલા કોંગ્રેસ અધ્યક્ષ લતિકા સુભાષનું રાજીનામું, પાર્ટીના મુખ્યાલય સામે કર્યું મુંડન
હવે જ્યારે ચૂંટણી પ્રચાર તેના છેલ્લા ચરણમાં છે આ રાજકિય સ્થિતિ છે છતાં નારાણસામી ભવ્ય જીત માટે વિશ્વાસ વ્યક્ત કરી રહ્યાં છે. તેમણે ઓપિનિયન પોલને નકરતા કહ્યું હતું કે ઓપિનિયન પોલ એ ફ્કત ઓપિનિયન પોલ છે પણ વાસ્તવિકતા ઘણી જુદી છે.પુડ્ડુચેરીના લોકો ભાજપને પસંદ કરતાં નથી. તેમને વિશ્વાસ છે કે લોકોને હજી પણ કોંગ્રેસ પક્ષ માટે લાગણી છે. તેમણે એવો પણ ઉલ્લેખ કર્યો કે કિરણ બેદીએ અમારા વિકાસના પ્રોજેક્ટને અવરોધવાનો પ્રયત્ન કર્યો છે છતાં અમે અમારા વચનો પાળવાનો પ્રયત્ન કર્યો છે.
ભાજપે પગ જમાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો
તો બીજી તરફ રાજકિય નેતાઓ તમિલનાડુમાં ભાજપ પોતાના કેમ્પેઇન દ્વારા પગ જમાવી શકી નથી તેવો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યાં છે. જો કે કેટલાકનું કહેવું છે કે ભાજપનો ઉદ્દેશ્ય કઇંક જુદો જ છે. સીનિયર નેતાઓ જેવા કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિતશાહ, પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા, નાણાં પ્રધાન નિર્મલા સીતારમન સહિતના નેતાઓ તમિલમનાડુની જગ્યાએ પુડ્ડુચેરી સર કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છે કેમકે તેમનું માનવું છે કે તમિલનાડુ સર કરવાની જગ્યાએ પુડ્ડુચેરી જીતવું સરળ છે. પાર્ટી અહીંયા એક પણ સીટ પર જીતી નથી ત્યાં તેમણે પોતાના 9 ઉમેદાવાર ઉભા રાખ્યા હતાં.
વધુ વાંચો: કેરળમાં 20 વિધાનસભા બેઠકો જીતવાનું ભાજપનું લક્ષ્ય
જો કે પુડ્ડુચેરીમાં લોકો ભાજપ માટે ચિંતાતુર પણ છે. જીવન જરૂરીયાતની વસ્તુઓ જેવી કે પેટ્રોલ-ડિઝલના ભાવ અને રાંધણ ગેસના ભાવમાં થતા વધારાથી કેન્દ્ર દ્વારા નિયુક્ત કરવામાં આવેલા રાજ્યપાલની સતત સરકારની કામગીરીમાં ડખલથી લોકો ભાજપથી નારાજ છે. ઘણાં ભણેલા યુવાનોનું માનવું છે કે કેન્દ્ર સરકારે પુડ્ડુચેરી માટે કશું જ કર્યું નથી. ઉપરાંત તેમણે લોકો દ્વારા ચૂંટાયેલી સરકારને કામ નથી કરવા દીધું. આ એક મોટું કારણ બની શકે કે ભાજપ પુડ્ડુચેરીમાં ચૂંટણી હારી જાય. રંગાસામી પણ આ ચૂંટણી હારી શકે કેમકે તેમણે ભાજપ સાથે હાથ મિલાવ્યો છે.
ભાજપ અને ગઠબંધનને 23-27 સીટ મળી શકે
કોંગ્રેસ પાર્ટીએ ભાજપનો એક સેક્યુલર ઓપ્શન છે. સ્થાનિક દલિત અને અલ્પસંખ્યકો પક્ષને સમર્થન આપશે તેવા અણાસાર છે. જો કે કેટલાક રાજકિય વિશેષજ્ઞોનું એવું પણ માનવું છે કે લોકો દિલ્હીમાં છે તેવી સ્થાઇ સરકાર પુડ્ડુચેરીમાં પણ સ્થપાય તે આશયથી ભાજપને વોટ કરી શકે છે. કેટલાક લોકોનું એવું પણ માનવું છે કે વિધાનસભાની 30 સભ્યોની બેઠકમાંથી ભાજપ અને ગઠબંધનને 23-27 સીટ મળી શકે છે.
બીજા ઘણા લાંબા સમયથી કોંગ્રેસ મુક્ત ભારત કરવાની વાત કરી રહી છે. ભારતનો સૌથી જુનો પક્ષ જેની પાસે કોઇ જ મજબૂત નેતા નથી, તેના જ જૂના નેતાઓ પક્ષને વખોડી રહ્યાં છે અને હવે આ પક્ષ પંજાબ છત્તીસગઢ અને રાજસ્થાન સુધી સમેટાઇને રહી ગઇ છે. પક્ષ હિંદી ભાષી રાજ્યો, દક્ષિણ ભારતમાં અને નોર્થ ઇસ્ટમાં પોતાનો પ્રભાવ ગુમાવી ચુકી છે. ત્યારે જો ભાજપ પુડ્ડુચેરીમાં વિજય પ્રાપ્ત કરે તો કોંગ્રેસ મુક્ત ભારત અભિયાન તરફ વધુ એક ડગલું આગળ જશે.