ETV Bharat / bharat

કોવિડ-19ની તીવ્રતાને ઘટાડવામાં પ્રોટિન કઈ રીતે મદદરૂપ થઈ શકે છે? જાણી લો...

કોરોના વાઈરસને શરીરરમાં પ્રવેશતા અટકાવવા માટે પ્રોટિન ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. (IANS) સંશોધકોએ શોધી કાઢ્યું છે કે, પ્રોટિન OASIનું ઊંચુ પ્રમાણ કોવિડ-19ના દર્દીમાં મૃત્યુનું પ્રમાણ ઘટાડી શકે છે અને તેમને વેન્ટિલેશનની જરૂરિયાતમાં પણ ઘટાડો કરી શકે છે. નેચર મેડિસીન જર્નલમાં પ્રસિદ્ધ થયેલા એક અભ્યાસમાં જણાવ્યા પ્રમાણે OASIના સ્તરને ઊંચુ લાવવા માટે લેવાતી દવાઓથી આ પરિણામોમાં સુધારો લાવી શકાય છે.

કોવિડ-19ની તીવ્રતાને ઘટાડવામાં પ્રોટિન કઈ રીતે મદદરૂપ થઈ શકે છે? જાણી લો...
કોવિડ-19ની તીવ્રતાને ઘટાડવામાં પ્રોટિન કઈ રીતે મદદરૂપ થઈ શકે છે? જાણી લો...
author img

By

Published : Mar 2, 2021, 12:57 PM IST

  • પ્રોટિન OASIનું ઊંચુ પ્રમાણ કોવિડના દર્દીમાં મૃત્યુનું પ્રમાણ ઘટાડે છે
  • વેન્ટિલેશનની જરૂરિયાતમાં પણ ઘટાડો કરી શકે છે
  • નેચર મેડિસીન જર્નલમાં પ્રસિદ્ધ થયેલા એક અભ્યાસમાં થયો ખુલાસો

ન્યૂઝ રૂમઃ IANS સંશોધકોએ શોધી કાઢ્યું કે, પ્રોટિન OASIનું ઊંચુ પ્રમાણ Covid-19ના દર્દીમાં મૃત્યુનું પ્રમાણ ઘટાડી શકે છે અને તેમને વેન્ટિલેશનની જરૂરિયાતમાં પણ ઘટાડો કરી શકે છે. નેચર મેડિસીન જર્નલમાં પ્રસિદ્ધ થયેલા એક અભ્યાસમાં જણાવ્યા પ્રમાણે, OASIના સ્તરને ઉચું લાવવા માટે લેવાતી દવાઓથી આ પરિણામોમાં સુધારો લાવી શકાય છે.

કેનેડાની મેકગિલ યુનિવર્સિટીમાં બ્રેન્ટ રિચાર્ડ્સ કરી રહ્યા છે સંશોધન

કેનેડાના મોન્ટેરિયલમાં આવેલી મેકગિલ યુનિવર્સિટીમાં સંશોધન કરી રહેલા સંશોધક બ્રેન્ટ રિચાર્ડ્સના કહેવા પ્રમાણે, “અમારૂ સંશોધન કહે છે કે OASIનું ઊંચુ પ્રમાણ Covid-19ની સંવેદનશીલતા અને તીવ્રતા સામે રક્ષણ આપવામાં મદદરૂપ થઈ શકે છે.” રિચાર્ડ્સે ઉમેરે છે કે, “દર્દીઓની સારવાર કરવાની પ્રોટિનની થીયરીમાં આ ખૂબ જ ઉત્સાહજનક સંશોધન કહી શકાય. કારણ કે, પહેલેથી જ OASIને વધારો આપતી પ્રિ-ક્લિનિકલ થેરાપીનું પહેલેથી જ અસ્તિત્વ છે અને SARS-CoV-2 સામેના ઉપચારમાં તે અસરકારક સાબીત થઈ શકે તેમ છે.”

એક જ સમયે સેંકડો ફરતા પ્રોટિનને અલગ કરવાની અને માપવાની ક્ષમતા

આ અભ્યાસમાં આ ટિમે પેરિફેરિયલ બ્લડમાં પ્રોટિનલ ટાર્ગેટ તરીકે પ્રોટીનને શોધી કાઢ્યું છે. સંશોધકોએ જણાવ્યું હતું કે, કયા પ્રોટિન આ રોગને આગળ વધારવામાં ભૂમિકા ભજવે છે તેમાં સાચો પડકાર રહેલો છે. કારણ કે, તેના અલગ અલગ સ્તર Covid-19થી પ્રભાવિત થતા હોઈ શકે છે. આ પ્રોટેમિક ટેક્નોલોજીમાં તાજેતરમાં થયેલું સંશોધન આ પ્રમાણે છે. એક જ સમયે સેંકડો ફરતા પ્રોટિનને અલગ કરવાની અને માપવાની ક્ષમતા એટલે કે મેન્ડેલિયન રેન્ડમાઈઝેશન (એમઆર) Covid-19ની અસરને ઓછી કરવાના કાર્યમાં મદદરૂપ થઈ શકે છે.

931 ફરતા પ્રોટિનની જિનેટિક ઓળખથી આ ટીમે સંશોધન કર્યુ છે

931 ફરતા પ્રોટિનની જિનેટિક ઓળખથી આ ટીમે સંશોધન કર્યુ છે કે, OASIના વધતા પ્રમાણને કારણે Covid-19ને કારણે થતા મૃત્યુ અને વેન્ટિલેશનના પ્રમાણમાં ઘટાડો થઈ શકે છે. આવા 14,134 કેસમાં સુધારા અને 1.2 મિલિયન કેસમાં નિયંત્રણ મેળવવામાં સફળતા મળી હતી. આ પરિણામો બહુવીધ સંવેદનશીલતા વિશ્લેષણને લગતા હતા. તેઓએ અલગ અલગ પરિણામો ધરાવતા 504 Covid-19 દર્દીઓમાં OASIના સ્તરને વધારીને જણાવ્યું હતું કે, OASIનું વધેલું સ્તર Covid-19ની તીવ્ર અસરો અને હોસ્પીટલાઇઝેશનની શક્યતામાં ઘટાડો કરવામાં મદદરૂપ થઈ શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.