ETV Bharat / bharat

પ્રિયંકા ગાંધી આગામી વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર માટે પહોંચ્યાં આસામ - કોંગ્રેસ

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી આગામી ચૂંટણી પ્રચાર માટે આસામ પહોંચ્યાં હતાં. આસામની તેમની મુલાકાતના પહેલા જ દિવસે તેમણે ગુવાહાટીના કામાખ્યા મંદિરમાં મુલાકાત લીધી હતી. ઉપરાંત અહીંના એક સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ તેમણે ભાગ લીધો હતો.

પ્રિયંકા ગાંધી આગામી વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર માટે પહોંચ્યાં આસામ

author img

By

Published : Mar 1, 2021, 8:04 PM IST

  • કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી આસામ પહોંચ્યાં
  • આગામી દિવસોમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે પહોંચ્યાં
  • પ્રિયંકાએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો
    પ્રિયંકા ગાંધીએ ગુવાહાટીના કામખ્યા મંદિરમાં મુલાકાત લીધી હતી

નવી દિલ્હીઃ પ્રિયંકા ગાંધી સોમવારે આસામ આવી પહોંચ્યાં છે. તેઓ બે દિવસ આસામમાં ચૂંટણી પ્રચાર કરશે. આસામમાં કોંગ્રેસ ભાજપની આગેવાનીવાળી ગઠબંધન સત્તાધારી સરકાર વિરુદ્ધ ચૂંટણી જંગ લડશે. પ્રિયંકા ગાંધી વાડ્રા 1 લી અને બીજી માર્ચે ચૂંટણી પ્રચાર માટે આસામમાં હશે એવી સત્તાવાર માહિતી તેમના કાર્યાલયે આપી હતી. પહેલા જ દિવસે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ગુવાહાટીના કામખ્યા મંદિરમાં તેમની મુલાકાત લીધી હતી. પ્રિયંકાએ અહીં એક સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. અહીં તેમણે ચાના બગીચામાં કામ કરતા મજૂરો સાથે આદિવાસી લોક નૃત્ય 'ઝુમુર' માં ભાગ લીધો. કોંગ્રેસ પાર્ટીએ પ્રિયંકા ગાંધીના આસામ પ્રવાસનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં પ્રિયંકા ગાંધી આદિવાસી મહિલાઓ સાથે નૃત્ય કરતી જોવા મળી રહ્યાં છે. ઝુમુર નૃત્ય એ આસામનું લોકનૃત્ય છે, જેમાં એક વ્યક્તિ ડ્રમ વગાડે છે અને મહિલાઓ નૃત્ય કરે છે.

બે દિવસની મુલાકાતમાં આ છે કાર્યક્રમો

આ કાર્યક્રમ બાદ પ્રિયંકા ગાંધી પાર્ટીના કાર્યકરોને સંબોધવા માટે ઉત્તર લખિમપુર જિલ્લાના સોનારી ગામ પંચાયતની મુલાકાત લેશે અને અને લખીમપુરમાં બેરોજગાર યુવાનો માટે રાજ્યવ્યાપી વિરોધ અભિયાન પણ શરૂ કરશે. દરમિયાનમાં તેઓ માધવદેબ જનમસ્થાન અને રંગજાજનની પણ મુલાકાત લેશે અને ગોહપુરમાં કનકલતા બરુઆની પ્રતિમાને અંજલિ આપશે.

આસામમાં કોંગ્રેસે ચાના બગીચાઓમાં કામ કરતાં કામદારોની પરિસ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. પ્રિયંકા બીજા દિવસે સાધારૂ ચા એસ્ટેટમાં મહિલા મજૂરો સાથે વાતચીત કરશે તેમજ તેજપુરના મહાભૈરવ મંદિરમાં પ્રાર્થના કરશે અને બાદમાં એક સભાને સંબોધન કરશે.પ્રિયંકા ગાંધી અત્યાર સુધી ઉત્તર પ્રદેશ સુધી સીમિત રહ્યા છે. પરંતુ તેઓ હવે પૂરેપૂરો મોરચો સંભાળશે તેમ સૂત્રો કહે છે. હાલમાં રાહુલ ગાંધી તમિલનાડુમાં કિલ્લો સંભાળી રહ્યાં છે ત્યારે પ્રિયંકાના સૂત્રો કહે છે કે હવે તેમણે સંપૂર્ણ પ્રચાર અભિયાન હાથમાં લીધું છે અને કેરળ, પુડ્ડુચેરી અને પશ્ચિમ બંગાળની પણ યાત્રા કરશે.

કોંગ્રેસને મળ્યો મજબૂત સાથીદાર પક્ષ

સત્તાધારી ભારતીય જનતા પાર્ટીની સહયોગી બોડોલેન્ડ પીપલ્સ ફ્રન્ટ (બીપીએફ)એ પાર્ટી સાથે સંબંધ તોડવાની અને વિધાનસભાની ચૂંટણી લડવા માટે કોંગ્રેસની આગેવાનીવાળી મહાગઠબંધનમાં જોડાવાની ઘોષણા કર્યા બાદ કોંગ્રેસે ભાજપને ભીડવવામાં સરળતા રહેશે તેમ માનવામાં આવે છે. કોંગ્રેસે અગાઉ ત્રણ ડાબેરી પક્ષો સાથે મહાગઠબંધન બનાવ્યું હતું. સીપીઆઈ (એમ), સીપીઆઈ અને સીપીઆઈ-એમએલ તેમજ ઓલ ઇન્ડિયા યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (એઆઈયુડીએફ) અને અંચલિક ગણ મોરચા. મુસ્લિમો અને સ્થાનિક લોકોમાં અનુક્રમે બે પ્રાદેશિક પક્ષોનો રાજકીય આધાર મજબૂત જોવા મળે છે.

આસામમાં ભાજપની આ છે સ્થિતિ

કોંગ્રેસ અને એઆઈયુડીએફ 2016માં અલગ લડ્યા હતાં અને અનુક્રમે 26 અને 13 બેઠકો જીત્યાં હતાં. બીજેપીએ નવા સાથી યુપીએલ સાથેના જોડાણમાં પશ્ચિમ આસામના આદિજાતિ પ્રભુત્વ ધરાવતા બોડોલેન્ડ વિસ્તારમાં ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. ઉપરાંત, અસોમ ગણ પરિષદ ઉપરાંત. 2006 અને 2011માં, બીપીએફ આસામમાં કોંગ્રેસની આગેવાનીવાળી સરકારનો ભાગ હતી, પરંતુ 2014માં લોકસભાની ચૂંટણી પહેલાં પાર્ટીએ કોંગ્રેસ સાથેે છેડો ફાડી નાંખ્યો હતો.

હવે કોંગ્રેસને મજબૂત જનાઘારની અપેક્ષા છે જેને લઇને આસામ વિધાનસભા ચૂંટણીઓમાં આસામ કોંગ્રેસના કાર્યકરોને જીતનો વિશ્વાસ અપાવવા પ્રિયંકા ગાંધી પ્રચાર મેદાનમાં ઊતર્યાં છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.