- વેબિનારમાં વિવિધ મંત્રાલયોના અધિકારીઓ સાથે ચર્ચા કરાશે
- વિભિન્ન ક્ષેત્રોના વિશેષજ્ઞો સાથે પણ ચર્ચા વિચારણા કરાશે
- વડાપ્રધાન વેબિનારમાં 200થી વધારે લોકોને કરશે સંબોધિત
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બજેટ 2021-22ની મહત્ત્વની બાબતો અંગે આજે વેબિનારના માધ્યમથી વિચાર વિમર્શ કરશે. વડાપ્રધાન કાર્યાલય દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, આ વેબિનારમાં 200થી વધારે લોકો ભાગ લેશે. આ વેબિનારમાં નાણાંકીય સંગઠનો, અનેક ફંડના પ્રતિનિધિ, પરામર્શદાતા અને વિષયોના નિષ્ણાતો પણ જોડાશે.
વડાપ્રધાન વિવિધ મંત્રાલયોના અધિકારીઓ સાથે ચર્ચા કરશે
આ ઉપરાંત વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વેબિનારમાં કેન્દ્રિય બજેટ 2021-22ની અસરકારક રૂપરેખા અંગે વિચાર વિમર્શ કરશે. આ વેબિનાર બપોરે 4 વાગ્યે યોજાશે. આ ઉપરાંત વેબિનારમાં વડાપ્રધાન વિકાસની ગતિ અને ગુણવત્તામાં સુધારો, અદ્યતન ટેક્નોલોજીના ક્ષેત્રમાં નિવેશ અંગે ચર્ચા કરશે. ત્યારબાદ બે સત્ર યોજાશે, જેમાં વડાપ્રધાન વિવિધ મંત્રાલયોના અધિકારી, વિભિન્ન ક્ષેત્રોના વિશેષજ્ઞો સાથે ચર્ચા કરશે.