- કેન્દ્ર સરકારે સોમવારે પંઢરપુરને મોટી ભેટ આપી
- વડાપ્રધાન મોદીએ આજે મહારાષ્ટ્રના માર્ગ બે હાઈવેનો શિલાન્યાસ કર્યો
- રાષ્ટ્રીય ધોરીમાર્ગોની બંને બાજુએ 'પાલખી' વોકવે બનાવવામાં આવશે
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રી સંત જ્ઞાનેશ્વર મહારાજ પાલખી માર્ગ (NH-965)ના પાંચ વિભાગો અને શ્રી સંત તુકારામ મહારાજ પાલખી(Sant Tukaram Maharaj Palkhi Marg) માર્ગ (NH-965G)ના ત્રણ વિભાગોને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ચાર માર્ગીય બનાવવાનો શિલાન્યાસ કર્યો.
માર્ગનું નિર્માણ ત્રણ તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે
આ પ્રસંગે વડા પ્રધાન મોદીએ કહ્યું કે શ્રીસંત જ્ઞાનેશ્વર મહારાજ પાલખી માર્ગનું (Shri Sant Gyaneshwar Maharaj Palkhi Marg)નિર્માણ પાંચ તબક્કામાં કરવામાં આવશે અને સંત તુકારામ મહારાજ પાલખી માર્ગનું (Sant Tukaram Maharaj Palkhi Marg)નિર્માણ ત્રણ તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે.
ભારતના આદર્શોને અહીંના ધરતી પુત્રો સદીઓથી જીવંત રાખે છે
આ દરમિયાન તેમણે ખેડૂતોનો ઉલ્લેખ કરતા કહ્યું કે ભારતના આદર્શોને અહીંના ધરતી પુત્રો સદીઓથી જીવંત રાખે છે. સાચો અન્નદાતા સમાજને જોડે છે, સમાજ જીવે છે, સમાજ માટે જીવે છે. સમાજની પ્રગતિ તમારામાં છે અને સમાજની પ્રગતિ તમારી પ્રગતિમાં છે. વડા પ્રધાને કહ્યું કે ભૂતકાળમાં ભારત પર ઘણા હુમલા થયા છે. આ દેશ સેંકડો વર્ષોની ગુલામીમાં અટવાયેલો હતો. કુદરતી આફતો આવી, પડકારો આવ્યા, મુશ્કેલીઓ આવી, પણ ભગવાન વિઠ્ઠલદેવ પ્રત્યેની અમારી શ્રદ્ધા અતૂટ રહી..
ભગવાન વિઠ્ઠલનો દરબાર દરેક માટે સમાન રીતે ખુલ્લો છે
વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભગવાન વિઠ્ઠલનો દરબાર દરેક માટે સમાન રીતે ખુલ્લો છે અને જ્યારે હું સબકા સાથ-સબકા વિકાસ-સબકા વિશ્વાસ કહું છું ત્યારે તેની પાછળ પણ એ જ ભાવના છે. આ ભાવના આપણને દેશના વિકાસ માટે પ્રેરિત કરે છે, સૌને સાથે લઈ જાય છે, સૌના વિકાસ માટે પ્રેરણા આપે છે.
130 કિલોમીટર લાંબા સેક્શનને ફોર લેન બનાવવામાં આવશે
આ રાષ્ટ્રીય ધોરીમાર્ગોની બંને બાજુએ 'પાલખી' માટે સમર્પિત વોકવે બનાવવામાં આવશે, જે શ્રદ્ધાળુઓને મુશ્કેલી મુક્ત અને સલામત માર્ગ પ્રદાન કરશે. દિવેઘાટથી મોહોલ સુધીના સંત જ્ઞાનેશ્વર મહારાજ પાલખી માર્ગનો લગભગ 221 કિલોમીટર લાંબો ભાગ અને પાટાસથી ટોંડલે-બોંડલે સુધીના સંત તુકારામ મહારાજ પાલખી માર્ગના લગભગ 130 કિલોમીટર લાંબા સેક્શનને ફોર લેન બનાવવામાં આવશે.આ ચાર માર્ગીય વિભાગોની બંને બાજુએ 'પાલખી' માટે સમર્પિત વોકવે બનાવવામાં આવશે. આ ચાર લેન અને સમર્પિત વોકવેના નિર્માણનો અંદાજિત ખર્ચ અનુક્રમે રૂ.6690 કરોડ અને આશરે રૂ.4400 કરોડથી વધુ હશે.
આ પણ વાંચોઃ લખીમપુર હિંસા પર સુપ્રીમ કોર્ટે યુપી સરકારની ઝાટકણી કાઢી, કહ્યું 2 FIR માં ફરક નથી પાડી રહી SIT
આ પણ વાંચોઃ રામપુર પોલીસ દ્વારા 24 કલાકમાં ગુમ થયેલ કોંગ્રેસ નેતાની ઘોડી મળી આવી