ETV Bharat / bharat

Presidential Election 2022: મતદાન પ્રક્રિયા શરૂ, PM મોદીએ આપ્યો મત - દેશના 15માં રાષ્ટ્રપતિ

દેશના રાષ્ટ્રપતિની પસંદગી માટે આજે સોમવારે મતદાન (Presidential election 2022) પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જેમાં તમામ સાંસદો સિવાય વિવિધ રાજ્યોના ધારાસભ્યો પોતાનો મત આપશે.

Presidential Election 2022:  મતદાન પ્રક્રિયા શરૂ, PM મોદીએ મતદાન કર્યું

author img

By

Published : Jul 18, 2022, 6:35 AM IST

Updated : Jul 18, 2022, 10:46 AM IST

નવી દિલ્હીઃ દેશના રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જેમાં સાંસદો સિવાય વિવિધ રાજ્યોના ધારાસભ્યો પોતાના મતનો (Presidential election 2022) ઉપયોગ કરશે. સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી મતદાન થશે. આ ચૂંટણીમાં NDAના (National Democratic Alliance) રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી (Presidential election 2022 updates) મુર્મુ છે, જ્યારે વિપક્ષી પાર્ટીઓના ઉમેદવાર યશવંત સિંહા છે. મતગણતરી 21 જુલાઈએ થશે અને નવા રાષ્ટ્રપતિનો શપથ ગ્રહણ સમારોહ 25 જુલાઈએ યોજાશે.

આ પણ વાંચો: મુર્મુનો ગુજરાત પ્રવાસ, શું ભાજપ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં રમશે આદિવાસી કાર્ડ

ધારાસભ્યના મતનું મૂલ્ય: વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈએ પૂરો થઈ રહ્યો છે. ચૂંટણી પંચના મતે આ વખતે એક સાંસદના વોટની કિંમત 700 છે. દરેક ધારાસભ્યના મતનું મૂલ્ય અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ હોય છે. ઉદાહરણ તરીકે, યુપીમાં દરેક ધારાસભ્યના મતનું મૂલ્ય 208 છે, ત્યારબાદ ઝારખંડ અને તમિલનાડુમાં 176 છે. જ્યારે સિક્કિમમાં ધારાસભ્ય દીઠ મતનું મૂલ્ય 7 અને નાગાલેન્ડમાં 9 અને મિઝોરમમાં 8 છે.

દ્રૌપદી મુર્મુનું નામાંકન: રાષ્ટ્રપતિ ચૂંટણી 2022 માટે NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુનું નામાંકન ભરવાના પ્રસંગે PM મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ગૃહ પ્રધાન અમિત શાહ સહિત ભાજપના તમામ મોટા નેતાઓ હાજર રહ્યા હતા. તેમજ દ્રૌપદી મુર્મુના નામાંકનમાં, PM મોદી પ્રસ્તાવક બન્યા અને રાજનાથ સિંહ સમર્થક બન્યા.

આ પણ વાંચો: વિપક્ષે સંયુક્ત રીતે ઉપ રાષ્ટ્રપતિ પદે આ વ્યક્તિનું નામ જાહેર કર્યું, 5 વાર સાંસદ રહ્યા

યશવંત સિંહાના નામાંકન: એ જ રીતે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી શરદ પવાર સહિત 17 વિપક્ષી પક્ષોના નેતાઓ, રાષ્ટ્રપતિ પદના વિપક્ષી ઉમેદવાર યશવંત સિંહાના નામાંકનમાં જોડાયા હતા. સિન્હાના નામાંકનમાં રાહુલ ગાંધી, શરદ પવાર, અખિલેશ યાદવ, જયંત ચૌધરી, મલ્લિકાર્જુન ખડગે, સીતારામ યેચુરી, તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS)ના કાર્યકારી પ્રમુખ અને તેલંગાણાના પ્રધાન કેટી રામા રાવ, સાંસદો નામા નાગેશ્વર રાવ, રણજીત રેડ્ડી, સુરેશ રેડ્ડી, બીબી પાટિલ, શરદ પવારનો સમાવેશ થાય છે. વેંકટેશ નેતા અને પ્રભાકર રેડ્ડી પણ હાજર હતા.

Last Updated : Jul 18, 2022, 10:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.