- 18 નવેમ્બરના રોજ JNUનો પદવીદાન સમારોહ યોજાશે
- રાષ્ટ્રપતિ કોવિંદ JNUના ચોથા પદવીદાન સમારોહમાં મુખ્ય મહેમાન
- કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ડૉ. રમેશ પોખરિયાલ નિશાંક પણ રહેશે હાજર
નવી દિલ્હી : જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટી(JNU)માં 18 નવેમ્બરના રોજ પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવશે. જેમાં મુખ્ય અતિથિ તરીકે રામનાથ કોવિંદ હાજરી આપશે. આ ઉપરાંત કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ડૉ. રમેશ પોખરિયાલ નિશંક પણ આ સમારોહમાં હાજરી આપશે.
કેન્દ્રીય શિક્ષણ પ્રધાન પણ લેશે ભાગ
કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ડૉ. રમેશ પોખરિયાલ નિશાંક પણ ચોથા સમારંભમાં ઉપસ્થિત રહેશે. JNUના કુલપતિ પ્રોફેસર એમ જગદીશ કુમારે જણાવ્યું હતું કે, લગભગ ચાર દાયકા બાદ વર્ષ 2018માં બીજો પદવીદાન સમારોહ યોજાયો હતો અને ત્રીજો વર્ષ 2019માં યોજાયો હતો. આવી ક્ષણ વિદ્યાર્થીના જીવનમાં ફક્ત એક જ વાર આવે છે. કોરોના મહામારીના સમયમાં પણ આ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી વિદ્યાર્થીઓ તેમજ તેમના માતાપિતા તેમના બાળકને આપવામાં આવેલા આ સન્માન જોઈને ગર્વ અનુભવે.
600થી વધુ PHDની ડિગ્રી આપવામાં આવશે
આ સત્તાવાર જાહેરાત સાથે ETV BHARATના અહેવાલ પર મહોર લાગી છે. સૌ પ્રથમ ETV BHARATએ મુખ્ય અતિથિ તરીકે ચોથા સમારંભમાં રાષ્ટ્રપતિના ભાગ લેવા અંગેની માહિતી આપી હતી. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને આ સમારોહ સંપૂર્ણપણે ડિજીટલ રીતે યોજાશે, જેમાં 600થી વધુ વિદ્યાર્થીઓને PHD ડિગ્રી આપવામાં આવશે.
11 સ્કુલ અને 3 વિશેષ કેન્દ્રના વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાશે
આ વર્ષે 600થી વધુ PHD ડિગ્રી આપવામાં આવશે, જેમાં 11 શાળાઓ અને 3 વિશેષ કેન્દ્રોના વિદ્યાર્થીઓ શામેલ છે.
આગામી વર્ષોમાં PHD ડિગ્રી મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થશે
જગદીશ કુમારે જણાવ્યું હતું કે, તાજેતરમાં નવી શાળાઓ અને કેન્દ્રો સ્થાપવામાં આવ્યા છે. જેમ કે સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ, અટલ બિહારી વાજપેયી સ્કૂલ ઓફ મેનેજમેન્ટ એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ, સ્પેશિયલ સેન્ટર ઓફ ડિઝાસ્ટર સ્ટડીઝ, સ્પેશિયલ સેન્ટર ફોર નેશનલ સિક્યુરિટી સ્ટડીઝ અને સ્પેશિયલ સેન્ટર ફોર સ્ટડી ઓફ નોર્થ ઇસ્ટ ઇન્ડિયા. આગામી વર્ષોમાં PHD ડિગ્રી મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ વધારો થશે.