નવી દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટ (Delhi High Court) માટે 4 જજોની નિમણૂક કરવામાં (FOUR JUDICIAL OFFICERS) આવી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે (President Ramnath Kovinde) દિલ્હી હાઈકોર્ટમાં 4 જજોની નિમણૂક (RAMNATH KOVIND APPOINTS 4 JUDICIAL OFFICERS) કરી છે. તેમાંથી 3 દિલ્હીની નીચલી અદાલતોના ન્યાયિક અધિકારીઓ છે.
આ પણ વાંચો: Russia Ukraine Crisis: યુક્રેનમાં ફસાયેલા લોકોને સરકાર પોતાના ખર્ચે લાવશે ભારત
દિલ્હી હાઈકોર્ટમાં 4 જજોની નિમણૂક
રાષ્ટ્રપતિએ સાકેત કોર્ટના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ નીના બંસલ ક્રિષ્ના, રાઉઝ એવન્યુ કોર્ટના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સુધીર કુમાર જૈન, પટિયાલા હાઉસ કોર્ટના પ્રિન્સિપાલ અને ડિસ્ટ્રિક્ટ જજ દિનેશ કુમાર શર્મા અને કેન્દ્રીય કાયદા સચિવ અનૂપ કુમાર મેહદિરત્તાને દિલ્હી હાઇકોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્ત કર્યા છે. અનૂપ કુમાર મેહદીરત્તા કેન્દ્રીય કાયદા સચિવ બનતા પહેલા નીચલી અદાલતોમાં જજ રહી ચૂક્યા છે.
આ પણ વાંચો: સેમસંગે ભારતમાં 'વિન્ડફ્રી એસી'ની નવી શ્રેણી કરી રજૂ, જાણો શું છે તેની ખાસિયતો...
દિલ્હી હાઈકોર્ટના જજ તરીકે 6 નામોની ભલામણ
સુપ્રીમ કોર્ટ કોલેજિયમે 1 ફેબ્રુઆરીએ દિલ્હી હાઈકોર્ટના જજ તરીકે 6 નામોની ભલામણ કરી હતી. પૂનમ એ બમ્બા, નીના બંસલ ક્રિષ્ના, દિનેશ કુમાર શર્મા, અનુપ કુમાર મેહદીરત્તા, સ્વર્ણકાંત શર્મા અને સુધીર કુમાર જૈન એ ન્યાયિક અધિકારીઓમાં સામેલ હતા જેઓ દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ (Judge of Delhi High Court) તરીકે નિમણૂક માટે કોલેજિયમ દ્વારા ભલામણ કરવામાં આવ્યા હતા. તેમાંથી 2 પૂનમ એ બમ્બા અને સ્વર્ણકાંત શર્માની કેન્દ્ર સરકાર દ્વારા નિમણૂક કરવામાં આવી નથી.