- રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 75માં સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંબોધન કરશે
- રાષ્ટ્રના નામે રાષ્ટ્રપતિનું સંબોધન તમામ આકાશવાણી નેટવર્ક અને દૂરદર્શનની તમામ ચેનલો પર પ્રસારિત થશે
- 75માં સ્વતંત્રતા દિવસની ઉજવણી
નવી દિલ્હી: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ શનિવારે દેશના 75માં સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંબોધન કરશે. રાષ્ટ્રપતિ ભવન તરફથી બહાર પાડવામાં આવેલા એક પ્રકાશનમાં આ માહિતી આપવામાં આવી છે.
આ પણ વાંચો- ડાંગમાં 74મા આઝાદી પર્વની ઉજવણી કરાઈ
રાષ્ટ્રપતિનું સંબોધન પહેલા હિન્દીમાં અને પછી અંગ્રેજીમાં પ્રસારિત કરવામાં આવશે
એ પણ કહેવામાં આવ્યું છે કે, રાષ્ટ્રના નામે રાષ્ટ્રપતિનું સંબોધન તમામ આકાશવાણી નેટવર્ક અને દૂરદર્શનની તમામ ચેનલો પર સાંજે 7:00 વાગ્યાથી પ્રસારિત કરવામાં આવશે. રાષ્ટ્રપતિનું સંબોધન પહેલા હિન્દીમાં અને પછી અંગ્રેજીમાં પ્રસારિત કરવામાં આવશે.
આ પણ વાંચો- રાજયકક્ષાનો 15મી ઓગસ્ટનો કાર્યક્રમ જૂનાગઢમાં યોજાશે, જુઓ.. ક્યા જિલ્લામાં ક્યા પ્રધાનો રહેશે હાજર
ક્ષેત્રીય ચેનલો પર પ્રાદેશિક ભાષામાં પ્રસારણ થશે
રિલીઝ મુજબ, દૂરદર્શન પર હિન્દી અને અંગ્રેજી પછી તેની ક્ષેત્રીય ચેનલો પર પ્રાદેશિક ભાષામાં આનું પ્રસારણ થશે. એવું કહેવામાં આવ્યું છે કે, પ્રાદેશિક ભાષાઓમાં પ્રસારણ રાત્રે 9:30 વાગ્યે ઓલ ઇન્ડિયા રેડિયોના પ્રાદેશિક નેટવર્ક પર કરવામાં આવશે.