નવી દિલ્હી: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સરોગસી (રેગ્યુલેશન) એક્ટ, 2021ને મંજૂરી (Surrogacy Regulation Act 2021) આપી દીધી છે. રાષ્ટ્રપતિએ શનિવારે તેને મંજૂરી આપી હતી અને આ બાદ તેને સત્તાવાર રીતે ગેઝેટમાં પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે. આ ખરડો 8 ડિસેમ્બરે રાજ્યસભા દ્વારા પસાર કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ 17 ડિસેમ્બરે લોકસભામાં (Bill Passed In Parliament) પસાર કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: Election Laws Amendment Bill 2021 રાજ્યસભામાં પણ પસાર, ચૂંટણી પ્રક્રિયામાં થશે સુધારો
સરોગસી એક એવી પદ્ધતિ
RPS રિસર્ચ વેબસાઈટ અનુસાર, સરોગસી એક એવી પદ્ધતિ છે, જેમાં સ્ત્રી પોતાના ગર્ભમાં સંતાન મેળવવા ઈચ્છતા દંપતીના બાળકને લઈ જાય છે અને જન્મ બાદ તેને દંપતીને સોંપવામાં આવે છે. આ પહેલા તે યુગલના શુક્રાણુ અને ઇંડાને પ્રયોગશાળામાં ફલિત કરવામાં આવે છે અને જ્યારે તે ગર્ભ તરીકે આવે છે, ત્યારે તે મહિલાના ગર્ભાશયમાં રોપવામાં આવે છે.
પરોપકારી સરોગસીને મંજૂરી
આ બિલ વ્યાપારી ધોરણે સરોગસીને પ્રતિબંધિત કરે છે અને માત્ર પરોપકારી સરોગસીને મંજૂરી (Almsgiving surrogacy allowed) આપે છે. જેમાં સરોગેટ માતાને ગર્ભાવસ્થાના સમયગાળા દરમિયાન તબીબી ખર્ચ અને વીમા કવરેજ સિવાય કોઈ નાણાકીય વળતર ચૂકવવામાં આવતું નથી. વાણિજ્યિક સરોગસીમાં (Commercial surrogacy) આવી પ્રક્રિયા નાણાકીય લાભ અથવા અન્ય કોઈપણ લાભ (રોકડ અથવા અન્ય કોઈપણ લાભ) ના ધ્યેય સાથે કરવામાં આવે છે અને તે મૂળભૂત તબીબી ખર્ચ અને વીમા કવરેજ કરતાં વધી જાય છે.
સરોગસીની પરવાનગી ક્યારે આપવામાં આવે છે ?
- બાળક મેળવવા ઇચ્છુક દંપતીએ તબીબી આધારો પર વંધ્યત્વ સાબિત કર્યું હોય
- તે ચેરિટી માટે કરવામાં આવે છે
- તે વ્યવસાયિક હેતુઓ માટે ન હોય
- બાળકોને વેચવા, વેશ્યાવૃત્તિ અને અન્ય કોઈપણ પ્રકારનું શોષણ કરવા માટે ઉછેરવામાં આવતું ન હોય
- નિયમો દ્વારા નિર્દિષ્ટ કોઈપણ રોગ અથવા અન્ય સ્થિતિના કિસ્સામાં